16 કલાક પેહલા
- કૉપી લિંક
કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘ડંકી’ને લઈને SRK ફેન્સ ક્લબમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. 21મી ડિસેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થનારી આ ફિલ્મ માટે દેશના 240થી વધુ શહેરોમાં ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
SRKની ફેન ક્લબે આ પોસ્ટર સાથે ઇવેન્ટની જાહેરાત કરી છે
1000થી વધુ વિશેષ શોનું આયોજન કરવામાં આવશે
આટલું જ નહીં, શાહરુખન ફેન ક્લબ એસઆરકે યુનિવર્સ આ ખાસ દિવસ પર મુંબઈમાં ગેઈટી ગેલેક્સી ખાતે સવારે 5.55 વાગ્યે એક શોનું આયોજન કરવા જઈ રહી છે. સિનેમાના ઈતિહાસમાં આ સૌથી પહેલો શો હશે. અત્રે ઉલ્લેખનીય છે કે SRK યુનિવર્સે વિશ્વભરમાં ‘ડંકી’ના 1000 થી વધુ વિશેષ શોનું આયોજન કર્યું છે.
‘પઠાન’ અને ‘જવાન’ માટે વહેલી સવારનો શો પણ યોજવામાં આવ્યો હતો.
અગાઉ, SRK યુનિવર્સે Gaiety Galaxy ખાતે શાહરુખની ફિલ્મો ‘પઠાન’ અને ‘જવાન’ માટે વહેલી સવારનો શો પણ યોજ્યો હતો. ‘પઠાન’ માટે સવારે 9 વાગ્યે શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે ‘જવાન’ માટેનો શો સવારે 6 વાગ્યે યોજાયો હતો.
ફિલ્મ ‘ડંકી’ એડવાન્સ બુકિંગ દ્વારા પહેલા દિવસે સારી કમાણી કરી છે.
ગેઇટીના 51 વર્ષના ઇતિહાસમાં સૌથી પહેલો શો
ગેઈટી ગેલેક્સીના 51 વર્ષ જૂના ઈતિહાસમાં આ ત્રણ ફિલ્મો સિવાય બપોરના 12 વાગ્યા પહેલાં કોઈ શોનું આયોજન કરવામાં આવ્યું નથી.
બાંદ્રામાં સ્થિત આ સિંગલ સ્ક્રીન થિયેટર G7 મલ્ટીપ્લેક્સ અને Gaiety Galaxy તરીકે પ્રખ્યાત છે. તેની શરૂઆત 1972માં થઈ હતી અને અહીં પ્રદર્શિત થનારી પ્રથમ ફિલ્મ હેમા માલિની સ્ટારર ‘સીતા ઔર ગીતા’ હતી.
શાહરુખ અને તાપસી પહેલીવાર ‘ડંકી’ ફિલ્મમાં સાથે કામ કરતા જોવા મળશે.
5:55નું એસઆરકે સાથે ખાસ કનેક્શન
અત્રે ઉલ્લેખનીય છે કે 555 એ શાહરુખનો લકી નંબર છે. આ નંબર તેમના દરેક વાહનની નંબર પ્લેટ પર પણ છે. જો રિપોર્ટ્સનું માનવામાં આવે તો શાહરુખના હજારો ચાહકો ‘ડંકી’ની ઉજવણી કરવા માટે આ વહેલી સવારના શોમાં હાજર રહેશે.
ડંકીમાં શાહરુખ ઉપરાંત તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ જોવા મળશે. આ ફિલ્મ 22 ડિસેમ્બરે રિલીઝ થનારી પ્રભાસ સ્ટારર ફિલ્મ ‘સાલાર’ સાથે ટકરાશે.