4 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ તમન્ના ભાટિયાની મુશ્કેલી વધી છે. મહાદેવ બેટિંગ એપ મામલે એક્ટ્રેસનું નામ સામે આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુરુવારે તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસમાં તમન્ના ભાટિયાની આરોપી તરીકે નહીં પરંતુ આ એપને પ્રમોટ કરવાના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી હતી.
ED એ કરી તમન્નાની કરી પૂછપરછ EDએ તમન્ના ભાટિયાને HPZ એપ કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવી હતી. તમન્ના ગુવાહાટીમાં ED ઓફિસ પહોંચી હતી ત્યારે તેની માતા પણ સાથે હતી. આ એપ દ્વારા લોકોને 57,000 રૂપિયાના રોકાણ માટે દરરોજ 4,000 રૂપિયા આપવાનું વચન આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો આરોપ છે.
છેતરપિંડી કરવા માટે, વિવિધ બેંકોમાં શેલ કંપનીઓના નામે નકલી એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા, જેમાં રોકાણકારો પાસેથી નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. મહાદેવ એપના કેટલાક સ્ટાર્સ HPZ સાથે પણ જોડાયેલા છે. એક્ટ્રેસે કથિત રીતે ફેરપ્લે બેટિંગ એપ પર IPLની મેચ દરમિયાન પ્રમોશન કર્યું હતું.
જાણો સમગ્ર મામલો ગેરકાયદેસર સ્ટ્રીમિંગની તપાસનો આ મામલો સપ્ટેમ્બર 2023નો છે, જ્યારે વાયકોમે ‘ફેરપ્લે’ એપ સામે તેમના Intellectual Property Rights (IPR)નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી હતી. વાયાકોમ નેટવર્કે ઊંચી બોલી લગાવીને IPLના પ્રસારણ અધિકારો ખરીદ્યા છે, પરંતુ ‘ફેરપ્લે’ એપ પર ગેરકાયદેસર રીતે તેનું સ્ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે વાયાકોમ નેટવર્કને કથિત રીતે 100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. FIR પછી, તમન્ના ભાટિયા, બાદશાહ અને જેકલીન ફર્નાન્ડીઝ સહિત એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓની પૂછપરછ કરવામાં આવી હતી.
મહાદેવ બેટિંગ એપ સાથે તમન્નાનું શું કનેક્શન છે? ‘ફેરપ્લે’ એપની પેરેન્ટ કંપની મહાદેવ બેટિંગ એપ છે, જે ઘણી વેબસાઇટ્સ દ્વારા ઓપરેટ થાય છે. આ એક બેટિંગની એપ છે, જેમાં લોકો પૈસા કમાવવા માટે પૈસાનું રોકાણ કરે છે. આ વેબસાઈટ દ્વારા ભારતમાં પોકર, ક્રિકેટ, બેડમિન્ટન, ફૂટબોલ જેવી રમતોમાં નાણાંનું રોકાણ કરવામાં આવે છે. આને ઓનલાઈન જુગાર કહી શકાય. આ બેટિંગની એપનું મુખ્ય મથક UAEમાં છે.
મહાદેવ બેટિંગ એપ અને બોલિવૂડ આ એપ સૌરભ ચંદ્રકરે વર્ષ 2019માં શરૂ કરી હતી. જાણીને નવાઈ લાગશે કે હજારો કરોડ રૂપિયાનું ગેરકાયદેસર બેટિંગ સામ્રાજ્ય બનાવનાર સૌરભ ચંદ્રાકર છત્તીસગઢના ભિલાઈમાં જ્યુસની નાની દુકાન ચલાવતો હતો. વર્ષ 2017માં સૌરભે રવિ ઉપ્પલ નામના વ્યક્તિ સાથે મળીને વેબસાઈટ તૈયાર કરી હતી. ધીમે ધીમે લોકોને આ ઓનલાઈન જુગાર પસંદ આવવા લાગ્યો.
વર્ષ 2019માં સૌરભ દુબઈ ગયો અને ત્યાંથી નેટવર્ક ચલાવવાનું શરૂ કર્યું. ગયા વર્ષે, તેને દુબઈમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા અને લગભગ 17 બોલિવૂડ હસ્તીઓને ચાર્ટર્ડ પ્લેનમાં આમંત્રિત કર્યા, જ્યાં તેનું સ્ટેજ પરફોર્મન્સ પણ થયું. આરોપ છે કે આ પર્ફોર્મન્સના બદલામાં તેને માત્ર કરોડો રૂપિયા ફીના રૂપમાં આપવામાં આવ્યા ન હતા પરંતુ બોલિવૂડના ઘણા કલાકારોને તેની મહાદેવ બેટિંગની એપને સપોર્ટ કરવા વિનંતી પણ કરી હતી.