15 મિનિટ પેહલા
- કૉપી લિંક
EDએ ‘બિગ બોસ 16’ના સ્પર્ધકો શિવ ઠાકરે અને અબ્દુ રોઝિકને સમન્સ મોકલ્યા છે. બંનેને ડ્રગ માફિયા અલી અસગર શિરાઝીની હસ્ટલર્સ હોસ્પિટાલિટી સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી સમક્ષ હાજર થવું પડશે.
EDએ BB ફેમ શિવ ઠાકરે અને અબ્દુ રોઝિકને સમન્સ પાઠવ્યા છે
EDએ જેલમાં બંધ ડ્રગ માફિયા અલી અસગર શિરાઝી સાથે સંબંધિત કેસમાં પૂછપરછ માટે શિવ ઠાકરે અને અબ્દુ રોઝિકને સમન્સ મોકલ્યા છે. આ કેસમાં સાક્ષી તરીકે શિવ ઠાકરે અને અબ્દુ રોજિકના નિવેદન લેવામાં આવી રહ્યા છે. પોર્ટલ અનુસાર, અલી અસગર શિરાઝીએ હસ્ટલર્સ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી હતી. હસ્ટલર્સે ઘણા સ્ટાર્ટઅપ્સને ફાઇનાન્સ કરવામાં મદદ કરી. તેમાં શિવ ઠાકરે અને અબ્દુ રોજિકની કંપનીઓ પણ સામેલ છે. હસ્ટલર્સ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડે દેખીતી રીતે ઘણા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ્સમાં નાર્કો-ફંડિંગ દ્વારા નાણાં કમાયા છે. જેમાં શિવ ઠાકરેની ‘ચા ઔર સ્નેક્સ’ રેસ્ટોરાંનો પણ સમાવેશ થાય છે.
અલી અસગરે ‘બર્ગિર‘માં પણ કર્યું રોકાણ
અબ્દુ રોઝીકે હસ્ટલર્સ સાથે પાર્ટનરમાં બર્ગર બ્રાન્ડ ‘બર્ગિર’ સાથે ફાસ્ટ ફૂડ સ્ટાર્ટઅપમાં સાહસ કર્યું છે. અલી અસગર શિરાઝીએ ”બર્ગિર’માં નોંધપાત્ર રોકાણ કર્યું હતું. જો કે, ફ્રી પ્રેસ જર્નલના સૂત્રોના જણાવ્યા અનુસાર, અલી અસગર શિરાઝીની નાર્કો બિઝનેસમાં સંડોવણી વિશે જાણ્યા પછી શિવ અને અબ્દુ બંનેએ તેમના કરાર સમાપ્ત કર્યા છે.
અલી અસગરે શિવ ઠાકરેની રેસ્ટોરાંમાં સારી એવી રકમનું રોકાણ કર્યું છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, EDને આપેલા તેમના નિવેદનમાં શિવ ઠાકરેએ ખુલાસો કર્યો હતો કે તેઓ 2022-23માં હસ્ટલર્સ હોસ્પિટાલિટીના ડિરેક્ટર કૃણાલ ઓઝાને કોઈના માધ્યમથી મળ્યા હતા. કૃણાલે તેને ‘ઠાકરે ટી એન્ડ સ્નેક્સ’ માટે ભાગીદારીનો સોદો ઓફર કર્યો હતો. કરાર મુજબ, હસ્ટલર્સ હોસ્પિટાલિટીએ ‘ઠાકરે ટી એન્ડ સ્નેક્સ’માં નોંધપાત્ર રકમનું રોકાણ કર્યું છે.