14 કલાક પેહલા
- કૉપી લિંક
તેલુગુ ફિલ્મ ગુડાચારી-2ના શૂટિંગ દરમિયાન ઈમરાન હાશ્મીને ગંભીર ઈજા થઈ હતી. અહેવાલ છે કે અભિનેતા પોતાના સ્ટંટ જાતે કરી રહ્યો હતો, જેના કારણે તેની ગરદનમાં ઈજા થઈ હતી. તેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.
ચાહકોની પ્રતિક્રિયા ઇમરાન હાશ્મીની આ તસવીર જોયા બાદ અભિનેતાના ચાહકો ખૂબ જ દુઃખી થઈ ગયા. એકે લખ્યું, ‘જલ્દી સ્વસ્થ થાઓ’, બીજાએ લખ્યું, ‘હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે જલ્દી સાજા થઈ જાઓ.’
‘ગુડાચારી’ના બીજા ભાગમાં જોવા મળશે ઈમરાન હાશ્મી બોલિવૂડ બાદ ઈમરાન હાશ્મી હવે સાઉથની ફિલ્મોમાં પોતાનો જાદુ બતાવવા માટે તૈયાર છે. ટૂંક સમયમાં જ અભિનેતા સાઉથની સુપરહિટ ફિલ્મ ‘ ગુડાચારી’ના બીજા ભાગમાં જોવા મળશે. જ્યારે આ પહેલા તે સલમાન ખાન અને કેટરિના કૈફની ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળી ચૂક્યો છે. જેમાં તેણે વિલનની ભૂમિકા ભજવી હતી.