57 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ ઈશા દેઓલ વર્ષ 2024માં છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં હતી. એક્ટ્રેસે તેના પતિ ભરત તખ્તાની સાથે છૂટાછેડા લીધા હતા. એક્ટ્રેસ ફરી એક જૂની અફવાને લઈને ચર્ચામાં છે. હાલમાં જ ઈશાએ જણાવ્યું હતું કે વર્ષ 2010માં તેને સોશિયલ મીડિયા પર ડ્રગ એડિક્ટનું ટેગ આપવામાં આવ્યું હતું. જેના કારણે તે ખૂબ જ ડિપ્રેસ્ડ હતી અને માતાને સત્ય સાબિત કરવા બ્લડ ટેસ્ટ કરાવવા પણ તૈયાર થઈ ગઈ હતી.
‘મારું બ્લડ ટેસ્ટ કરવું હોય તો કરી લો’ ઈશા દેઓલે તેની માતાની બાયોગ્રાફી ‘હેમા માલિનીઃ બિયોન્ડ ધ ડ્રીમ ગર્લ’માં લખ્યું છે- ‘આ આરોપની મારા પર એટલી અસર થઈ કે મેં મારી માતાને સત્ય સાબિત કરવા માટે મારું બ્લડ ટેસ્ટ કરાવવા પણ તૈયાર હતી. હું એવું કંઈ નથી કરતી જેનાથી મારા માતા-પિતાને શરમ અનુભવાય. હું મારા મિત્રો સાથે પાર્ટી કરતી, થોડું ડ્રિંક્સ કરતી. એ ઉંમરે બધા પાર્ટી કરે છે અને ડ્રિંક કરે છે, પણ મેં ડ્રગ્સ ક્યારે નથી લીધું.
વર્ષ 2024માં ઈશાના છૂટાછેડા થયા ભરત તખ્તાની અને ઈશા દેઓલે વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. અભિનેત્રીને બે પુત્રીઓ પણ છે. જોકે, વર્ષ 2024માં ભરત અને ઈશાના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા પછી ઈશા દેઓલ તેની માતા હેમા માલિની સાથે રહે છે.
વર્ષ 2002માં ડેબ્યૂ કર્યું હતું ઈશા દેઓલના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, તેણે 2002માં ‘કોઈ મેરે દિલ સે પૂછે’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. છેલ્લા કેટલાક સમયથી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ નથી. તે છેલ્લે વર્ષ 2023માં વેબ સિરીઝ ‘હન્ટર ટુટેગા નહીં તોડેગા’માં જોવા મળી હતી.