21 મિનિટ પેહલા
- કૉપી લિંક
સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘એનિમલ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. હવે દર્શકો પણ ફિલ્મના પાત્રોની સરખામણી અલગ-અલગ ફિલ્મો સાથે કરી રહ્યા છે. કેટલાક લોકો રણબીર કપૂરની સરખામણી ફિલ્મ ‘અગ્નિપથ’માં રિશી કપૂરે ભજવેલા ‘રઉફ લાલા’ના પાત્ર સાથે કરી રહ્યા છે. ફેન્સ માને છે કે બંને ફિલ્મો અલગ-અલગ હોવા છતાં રણબીરના લૂકમાં રિશી કપૂરના પાત્રની ઝલક જોવા મળી હતી.
ચાહકો રણબીર કપૂરની તુલના પિતા રિશી કપૂર સાથે કરી રહ્યા છે
રણબીરના ફેન્સ ફિલ્મ ‘એનિમલ’માં કંઈક અલગ જ જોયું છે. હકીકતમાં, કેટલાક લોકોએ રણબીરના પાત્રની સરખામણી ‘અગ્નિપથ’માં દિવંગત અભિનેતા રિશી કપૂરે ભજવેલા ‘રઉફ લાલા’ના રોલ સાથે કરી છે. ફેન્સનું કહેવું છે કે આ પાત્રો અલગ-અલગ ફિલ્મોના હોવા છતાં ફેન્સને તેમનો દેખાવ સરખો લાગે છે. લોકોને પણ લાગે છે કે બંનેની હત્યાની સ્ટાઈલ સમાન છે.
બંને પાત્રોને તેમની ભૂલનો અહેસાસ નથી થતો અને પસ્તાવાની કોઈ લાગણી નથી. હત્યા જેવો ગુનો કરવો એ બંને પાત્રો માટે સરળ કામ છે. પાત્રો સિવાય લોકોને બંનેના ચહેરાના હાવભાવ અને ચાલ પણ એકદમ સમાન લાગે છે. રણબીર અને રિશી કપૂરના ચહેરા પરનું ડરાવી દે તેવું સ્મિત પણ સમાન છે. હવે લોકો કહે છે કે પિતા અને પુત્ર સરખા દેખાય છે.
ફિલ્મ એનિમલના 10 રસપ્રદ તથ્યો:-
- એનિમલ 3 કલાક 21 મિનિટ લાંબી ફિલ્મ છે.
- ફિલ્મને એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું છે.
- એનિમલ ઉત્તર અમેરિકામાં સૌથી વધુ કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ બની છે.
- હિન્દી સિનેમાના ઈતિહાસની સૌથી હિંસક ફિલ્મ એનિમલ છે.
- દર કલાકે આ ફિલ્મની 10 હજાર ટિકિટ એડવાન્સ બુકિંગમાં વેચાતી હતી.
- ફિલ્મના એક લડાઈના દ્રશ્યમાં 400-500 કુહાડીઓ અને 800 માસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સેટ પર બનાવવામાં આવ્યા હતા.
- આ ફિલ્મમાં 500 કિલોની મશીનગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને 100 કામદારોએ બનાવી છે. તેને બનાવવામાં અંદાજે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
- ફિલ્મમાં પોસ્ટ ક્રેડિટ સીન પછી સ્ક્રીન પર ‘એનિમલ પાર્ક… વિઝિટ સૂન’ લખવામાં આવ્યું છે, જે ફિલ્મની સિક્વલનો સંકેત આપે છે. તે સ્પષ્ટ છે કે બીજા ભાગમાં, વિજય અને અઝીઝ વચ્ચે સામ-સામે બતાવવામાં આવશે અને આ બંને પાત્રો રણબીર કપૂર ભજવશે.