26 મિનિટ પેહલા
- કૉપી લિંક
જુનિયર NTRની આગામી ફિલ્મ ‘દેવરા’ની પ્રી-રીલીઝ ઈવેન્ટ રવિવાર, 22 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદની નોવોટેલ હોટેલમાં આયોજિત થવાની હતી.
જુનિયર NTR પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા પરંતુ આયોજકોએ વધતી ભીડને જોતા છેલ્લી ક્ષણે ઈવેન્ટ રદ કરી દીધી હતી.

ઈવેન્ટ પહેલા, ચાહકોની મોટી ભીડ અચાનક હોટલ પર પહોંચી
ઈવેન્ટ રદ થયા બાદ લોકો રોષે ભરાયા હતા અને હોટલમાં તોડફોડ કરી હતી. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

ભીડને રોકવા માટે પોલીસે બેરીકેટ્સ પણ ગોઠવી દીધા હતા
સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે શો કેન્સલ કરવો પડ્યો એક અહેવાલ અનુસાર, જુનિયર NTR કાર્યક્રમમાં હાજરી આપવાના સમાચાર સાંભળીને હોટલમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. અભિનેતાના ચાહકો ચારે બાજુથી હોટલમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે, સુરક્ષાની ચિંતાને કારણે આયોજકોએ શો રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો. ફિલ્મ મેકર ત્રિવિક્રમ પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા પરંતુ તે પણ ભીડ જોઈને પાછા ફરી ગયા હતા.

ચાહકોએ બેરિકેડિંગ તોડી નાખતાં પોલીસે લાઠીચાર્જનો પણ ઉપયોગ કર્યો હતો

આયોજકોના તમામ પ્રયાસો છતાં ચાહકોની ભીડ હોટલમાં પ્રવેશી

આ પછી પોલીસ પણ ઓડિટોરિયમ પહોંચી અને ચાહકોને સમજાવ્યા

કાર્યક્રમ રદ થયા બાદ ચાહકોએ હોટલમાં તોડફોડ કરી

તેણે ફિલ્મના પોસ્ટર ફાડીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી
જુનિયર NTRએ શેર કર્યો વીડિયો આ દરમિયાન જુનિયર NTRએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો અને કહ્યું કે, જે કંઈ પણ થયું તેનાથી તેના ફેન્સ કરતાં વધુ દુઃખ મને થયું છે. આ સાથે અભિનેતાએ આયોજકોનો પણ બચાવ કર્યો હતો.
અભિનેતાએ વીડિયોમાં કહ્યું કે, તે દેવરા સાથે સંબંધિત પોતાના અનુભવો ફેન્સ સાથે શેર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે ફેન્સને મળવા પણ ઈચ્છતો હતો પરંતુ સુરક્ષાના કારણોસર આ ઈવેન્ટ કેન્સલ કરવી પડી હતી.


આ પછી ફિલ્મની ટીમ અને જુનિયર એનટીઆરએ ચાહકોની માફી માંગી હતી.
પહેલો ભાગ 27 સપ્ટેમ્બરે રિલીઝ થશે ફિલ્મ ‘દેવરા’નું નિર્દેશન શિવ કોરટાલાએ કર્યું છે. બે ભાગમાં રિલીઝ થનારી આ ફિલ્મનો પહેલો ભાગ 27 સપ્ટેમ્બરે હિન્દી સહિત 5 ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મમાં જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાન જેવા કલાકારો જુનિયર એટીઆરની સામે જોવા મળશે.

દેવરા 27 સપ્ટેમ્બરે દેશભરમાં રિલીઝ થશે