3 કલાક પેહલા
- કૉપી લિંક
‘બોલિવૂડ કિંગ’ શાહરૂખ ખાન ગુરુવારે સવારે મુંબઈથી અબુધાબી જવા રવાના થયા હતા. આ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર મહિલાઓની ભીડે કિંગ ખાનને ઘેરી લીધો હતો. મહિલાઓએ શાહરૂખની નજીક જવાની કોશિશ શરૂ કરી, જેના કારણે ધક્કા-મુક્કી થવા લાગી હતી.
તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પરથી શાહરૂખ ખાનનો એક વીડિયો સામે આવી રહ્યો છે. શાહરૂખ ખાન એરપોર્ટમાં પ્રવેશતાની સાથે જ તેને મળવા મહિલાઓની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન ઘણી મહિલાઓએ શાહરૂખ ખાનનો સિક્યોરિટી ઝોન તોડીને તેની નજીક જવાનો પ્રયાસ કર્યો, જેના કારણે સિક્યુરિટીએ એલર્ટ થઈને શાહરુખ ખાનને બચાવવો પડ્યો. ભીડના ધક્કાને કારણે સુરક્ષાકર્મીઓ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. શાહરૂખ ખાનનું બેલેન્સ પણ બગડ્યું જોવા મળ્યું.
આ દરમિયાન એક મહિલા ભીડમાં ઊભી રહીને શાહરૂખ ખાનનું નામ લઈને તેને મળવાની વિનંતી કરતી રહી. મહિલાએ હાથ લંબાવીને શાહરૂખને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો. અભિનેતા કેપ પહેરીને એરપોર્ટ પહોંચ્યો હતો, આ દરમિયાન તેની મેનેજર પૂજા પણ તેની સાથે હતી.
શાહરૂખ ગેટમાં જવા લાગ્યો કે તરત જ તેની સાથે મહિલાઓએ પણ એરપોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને ભયાનક રીતે ચીસો પાડવા લાગી તેમજ લાંબા સમય સુધી ચીસો પાડતી રહી. એરપોર્ટ સિક્યોરિટી સ્ટાફે તે મહિલાઓને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને પણ સંઘર્ષ કરવો પડ્યો હતો.
તમને જણાવી દઈએ કે, શાહરૂખ ખાન આ વર્ષે IIFA એવોર્ડ 2024 હોસ્ટ કરવા જઈ રહ્યો છે. આમાં તેની સાથે કરણ જોહર પણ જોવા મળશે. IIFA એવોર્ડ્સ ૨૦૨૪ નું આયોજન 27-29 સપ્ટેમ્બરના રોજ યાસ આઇલેન્ડ, અબુ ધાબી ખાતે થવાનું છે. આ વર્ષે વરુણ ધવન, શાહિદ કપૂર, જાહ્નવી કપૂર અને કૃતિ સેનન એવોર્ડમાં પરફોર્મ કરશે.
તાજેતરમાં શાહરૂખ ખાન IIFA એવોર્ડ્સના પ્રેક્ટિસ સેશનનો ભાગ બન્યો હતો. આ દરમિયાન તેણે કરણ જોહર સાથે રિહર્સલ કર્યું હતું. પ્રેક્ટિસ દરમિયાન શાહરૂખ ખાને કરણ જોહરની મજાક ઉડાવી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન ફિલ્મ કિંગમાં જોવા મળવાના છે, જેમાં તેની પુત્રી સુહાના ખાન અને અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં હશે. આ એક્શનથી ભરપૂર ફિલ્મનું શૂટિંગ લંડનમાં ચાલી રહ્યું છે. આ સિવાય પુત્ર આર્યનના નિર્દેશનમાં બની રહેલી સ્ટારડમ સિરીઝમાં શાહરૂખ ખાન પણ કેમિયો કરવા જઈ રહ્યા છે.