2 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાન હાલમાં જ એક્ટ્રેસ અર્ચના પુરણ સિંહ અને પરમીતના મડ આઇલેન્ડવાળા ઘરે વ્લોગ સંબંધિત કામ માટે ગઈ હતી. આ ઘરની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફરાહ ખાન ‘મોહબ્બતેં’ એક્ટ્રેસના ખરાબ ડાન્સ વિશે વાત કરતી જોવા મળી રહી છે.
ફરાહ ખાને 2000માં રિલીઝ થયેલી મલ્ટિસ્ટારર ફિલ્મ ‘મોહબ્બતે’માં ડાન્સ કોરિયોગ્રાફી કરી હતી. આ વિશે વાત કરતાં ફરાહે પોતાના વ્લોગમાં કહ્યું છે કે, ‘મોહબ્બતેં’માં ત્રણ છોકરીઓ અને અર્ચના હતી. શમિતા શેટ્ટી સારી ડાન્સર હતી, પણ બાકીની જે હતી, વિચારો હું અર્ચનાને માધુરી અને શ્રીદેવી કહેતી હતી. તેથી તમે કલ્પના કરી શકો છો કે તે લોકો કેટલો ખરાબ ડાન્સ કરતા હશે.
આ અંગે અર્ચના પુરણ સિંહે કહ્યું કે, હું ચોંકી ગઈ હતી કે ફરાહ મને કેમ આગળ બોલાવી રહી છે. મને લાગ્યું કે તેણે મને ઠપકો આપવા માટે આગળ બોલાવી હશે. પણ તેણે કહ્યું, તમે અહીં આગળ ઉભા રહો અને ડાન્સ કરો. ફરાહ કહી રહી હતી કે આ ત્રણેય ખરાબ ડાન્સ કરી રહી છે.
આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, જીમી શેરગિલ, ઉદય ચોપરા, જુગલ હંસરાજ મહત્વની ભૂમિકામાં હતા, જેની સાથે કિમ શર્મા, પ્રીતિ ઝિંગ્યાની અને શમિતા શેટ્ટી મુખ્ય ભૂમિકામાં હતા.
વ્લોગ દરમિયાન અર્ચના પુરણ સિંહના પુત્ર આયુષ્માને ઘરે પહોંચેલી ફરાહ માટે વેગન પાસ્તા તૈયાર કર્યા હતા. આ દરમિયાન આયુષ્માને એ પણ જણાવ્યું કે અર્ચના પુરણ સિંહે ક્યારેય તેમના માટે રસોઈ બનાવી નથી. ફરાહ ખાન જલ્દી જ રિયાલિટી શો સેલિબ્રિટી માસ્ટર શેફમાં જોવા મળશે. આ શોમાં તે જજ તરીકે જોવા મળશે. જ્યારે તેજસ્વી પ્રકાશ, દીપિકા કક્કર, ગૌરવ ખન્ના, નિક્કી તંબોલી, ફૈઝલ શેખ, અભિજીત સાવંત તેમાં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળશે.
વિકાસ ખન્ના અને રણવીર બ્રાર આ શોમાં ફરાહ ખાનના કો-જજ હશે.