10 કલાક પેહલા
- કૉપી લિંક
અનીસ બઝ્મી ટૂંક સમયમાં તેમની હિટ ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલ લાવી રહ્યા છે. ‘નો એન્ટ્રી’ 2005માં રિલીઝ થઈ હતી. તેમાં સલમાન ખાન, અનિલ કપૂર, ફરદીન ખાન, લારા દત્તા, સેલિના જેટલી, બિપાશા બાસુ અને બોમન ઈરાની સહિત ઘણા સ્ટાર્સે કામ કર્યું હતું. ‘નો એન્ટ્રી’ની સિક્વલમાં નવા કલાકારો જોવા મળશે. જેમાં વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અર્જુન કપૂર જોવા મળશે. હવે ફરદીન ખાને ફિલ્મ અંગે નવા કલાકારોને સલાહ આપી છે.
‘નો એન્ટ્રી’ના એક્ટરોને આપી ખાસ સૂચના
ફરદીન ખાને કહ્યું- ‘નો એન્ટ્રી’ને લઈને ઘણા દિવસોથી વાતચીત ચાલી રહી છે. મને લાગે છે કે, અમે 2014-2015 થી આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ. હું સલમાન અને બોની કપૂરના સંપર્કમાં છું અને મને સાંભળવા મળી રહ્યું છે કે છ મહિના કે આઠ મહિનામાં કામ શરૂ થઈ જશે. આ ફિલ્મના પાત્રને ખૂબ જ પ્રેમ મળ્યો છે, તેથી અમે બધા સિક્વલ માટે ઉત્સાહિત છીએ.’
અનીસ બઝ્મીએ અદભૂત સ્ક્રિપ્ટ લખી છે. આ સાંભળીને હું ખડખડાટ હસી પડ્યો. હા, મને અફસોસ છે કે હું આ ફિલ્મનો હિસ્સો નહીં બનું પરંતુ ઠીક છે ક્યારેક-કયારેક આવું ચાલે છે. મને બોની અને નવી કાસ્ટિંગ પસંદ છે. હું તેને અભિનંદન આપું છું. આ એક ખૂબ જ સારી ફ્રેન્ચાઇઝી હશે. બસ તેને બેકાર ન બનાવી દેતા નહીં તો હું નારાજ થઈ જઈશ’.
એક રિપોર્ટ અનુસાર, ‘નો એન્ટ્રી 2’નું શૂટિંગ ડિસેમ્બર 2024 સુધીમાં શરૂ થવાની આશા છે, જે આવતા વર્ષે જૂન સુધીમાં પૂર્ણ થઈ શકે છે. ફરદીન ખાન લાંબા સમય બાદ સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’માં જોવા મળ્યો છે.