15 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ ફરીદા જલાલે હાલમાં જ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન વચ્ચેના સંબંધો વિશે વાત કરી હતી. ફરીદાએ જણાવ્યું કે ‘તે બંને સાથે કોફી ડેટ પર અને લેટ નાઈટ સુધી ડ્રાઇવિંગમાં જતા હતા. તે બંને સાથે જવા માગતા નહોતા કારણ કે તેમને વહેલું સૂવું હતું. જો કે, આ પછી પણ તેઓ ફરિદાને ચોક્કસપણે તેમની સાથે લઈ જતા હતા.
તેમણે જયા અને બિગ બીને ઝઘડો કરતા પણ જોયા છે. તેમણે કહ્યું કે બંને નાની-નાની વાત પર લડતા હતા. જયા રડતા અને બિગ બી તેમને સાંત્વના આપતા. ફરીદાએ કહ્યું કે ત્રણેયએ સાથે ઘણો સારો સમય વિતાવ્યો છે. જયા લાંબા સમયથી તેની મિત્ર છે.
નોંધનીય છે કે, ફરીદાએ જયા અને બિગ બી સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ ફરીદા સંજય લીલા ભણસાલીની સિરીયલ ‘હીરામંડી’માં જોવા મળ્યાં હતાં.
‘જયા અને અમિત જી સાથે લેટ નાઈટ ડ્રાઇવ પર જતી’ : ફરીદા
ફરીદા જલાલે બોલિવૂડ બબલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે, જયા અને અમિતાભ બચ્ચન ઘણીવાર તાજ હોટેલમાં કોફી પીવા અને લોંગ ડ્રાઈવ પર જતા હતા. આ દરમિયાન તેમણે બિગ બી અને જયા બચ્ચન વચ્ચેની લડાઈ પણ જોઈ. ફરીદા જલાલે કહ્યું, ‘હું પાલી હિલમાં રહેતી હતી અને અમિત જી જુહુમાં રહેતા હતા. બંને (જયા અને બિગ બી) લગ્ન કરવાના હતા. કપલની જેમ તેમની વચ્ચે પણ ઝઘડા થતા હતા.’
‘અમિત જી રાત્રે કાર ચલાવતા હતા, જયા તેમની બાજુમાં બેસતા હતા અને હું પાછળ બેસતી હતી. હું તેમને કહેતી પણ હતી, તમે લોકો મને કબાબમાં હડ્ડી કેમ બનાવો છો? કોફી ડેટ પરથી પરત આવ્યા પછી અમે ફિલ્મોની વાતો કરતા હતા.
‘જયા રડતા અને અમિત જી તેમને મનાવતા હતા’
ફરીદાએ આગળ કહ્યું, ‘હું તે લોકોને વિનંતી કરતી હતી કે મોડી રાત્રે મને ન લઈ જાઓ. કારણ એ હતું કે મને વહેલા સૂવાની આદત હતી. જોકે આ પછી પણ બંને મને બોલાવતા હતા.
મેં તેમને લડતા પણ જોયા છે. જયા રડતા અને અમિત જી તેમને મનાવતા આપતા. મને આ જોઈને ખૂબ સારું લાગતું હતું. મારી જયા સાથે લાંબા સમયથી મિત્રતા છે. હું તેમને પ્રેમથી જિયા કહું છું.
બંનેએ તેમના લગ્નમાં માત્ર મને અને ગુલઝાર સાહબને જ આમંત્રણ આપ્યું હતું. ઈન્ડસ્ટ્રીમાંથી બીજું કોઈ ત્યાં નહોતું.
‘બંને બાળકોની જેમ લડતા હતા’
ફરીદાએ વધુમાં જણાવ્યું કે જયા અને બિગ બી અવારનવાર લડતા હતા. બંને નાની નાની બાબતો પર લડતા હતા, જે હું સમજાવી શકતી નહોતી. તેઓ બાળકોની જેમ લડતા હતા. જોકે આમાં કંઈ ખોટું નથી. આ બધું પ્રેમમાં થતું હતું. જયા થોડી જલદી નારાજ થઈ જતી હતી.