6 કલાક પેહલાલેખક: ઈફત કુરૈશી
- કૉપી લિંક
‘બિગ બોસ 13′ થી ફેમસ બનેલી શહનાઝ ગિલ આજે 31 વર્ષની થઈ ગઈ છે. શહનાઝ શો જીતી શકી ન હતી, પરંતુ તે સિઝનની સૌથી લોકપ્રિય સ્પર્ધક હતી.’ બિગ બોસ 13′ પહેલાં શહનાઝ પંજાબની એક વિવાદાસ્પદ ગાયિકા અને એક્ટ્રેસ હતી, જેના કારણે તેમને આ શો મળ્યો હતો.
જ્યારે શહનાઝે માત્ર 21 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું ત્યારે પરિવારે વિરોધ કર્યો હતો. જ્યારે શહનાઝના પરિવારે તેના પર લગ્ન માટે દબાણ કરવાનું શરૂ કર્યું, ત્યારે તે ઘર છોડીને ચાલી ગઈ હતી. શહનાઝના જીવનની એક દુર્ઘટના એ હતી કે, જ્યારે તેના બોયફ્રેન્ડે તેને રડતી છોડી દીધી હતી ત્યાર પછી સંબંધો અને સંજોગોથી હારીને શહનાઝ ઘણી વખત આત્મહત્યા કરવા માગતી હતી, પરંતુ તેના નસીબમાં કંઈક બીજું જ લખાયેલું હતું.
‘બિગ બોસ 13’માં સિદ્ધાર્થ શુક્લા સાથે તેની નિકટતા વધી હતી. બંનેએ ક્યારેય પણ પોતાના સંબંધો વિશે ખૂલીને વાત નથી કરી, પરંતુ બધા તેમના સંબંધોથી વાકેફ હતા. જ્યારે સિદ્ધાર્થનું 2 સપ્ટેમ્બર, 2021ના રોજ હાર્ટ એકેટથી મૃત્યુ થયું, ત્યારે તેના આઘાતમાં શહનાઝ દોઢ મહિના સુધી રૂમમાંથી બહાર નીકળી ન હતી.
થોડા મહિનાઓની બાદ શહનાઝે પહેલા પંજાબી ફિલ્મ ‘હૌસલા રખ’ થી કમબેક કર્યું અને પછી સલમાન ખાને તેની મદદ કરી અને શહનાઝને ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશવાની તક આપી. આજે 30 કરોડની નેટવર્થ ધરાવતી શહનાઝ ઘણી લક્ઝુરિયસકારની માલિક છે.
આજે શહનાઝના જન્મદિવસના ખાસ અવસર પર જાણીએ તેના સંઘર્ષ, વિવાદ, દુર્ઘટના અને સફળતાની વાત…
અમૃતસરના એક નાનકડા ગામમાં જન્મ, મોડલિંગ માટે કોલેજ છોડી દીધી
શહનાઝ ગિલનો જન્મ 27 જાન્યુઆરી, 1993ના રોજ અમૃતસર પાસેના બીસ ગામમાં થયો હતો. તેમના પિતા સંતોખ સિંહ સુખ એક વેપારી અને રાજકારણી છે, જ્યારે તેમના માતા પરમિન્દર સિંહ ગૃહિણી છે. શહનાઝનો એક નાનો ભાઈ શાહબાઝ પણ છે.
શહનાઝ ગિલ પિતા સંતોખ સિંહ, માતા પરમિંદર, નાના ભાઈ શહેબાઝ સાથે
ડેલહાઉસી હિલટોપ સ્કૂલ, ડેલહાઉસીમાં અભ્યાસ કરતી વખતે તેનો મોડેલિંગ તરફ ઝુકાવ શરૂ થયો. તેણે સ્કૂલ કાળથી જ મોડલિંગના નાના પ્રોજેક્ટ્સમાં કામ કરવાનું શરૂ કર્યું. શહનાઝે શાળાનો અભ્યાસ પૂર્ણ કરતાની સાથે જ બી.કોમ કરવા માટે લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું, પરંતુ મોડેલિંગ કરવાની જીદને કારણે પોતાનો અભ્યાસ અધૂરો છોડી દીધો હતો. શહનાઝના પિતા સંતોખ સિંહ આ પગલાથી ખૂબ નારાજ હતા.
ડેલહાઉસી સ્કૂલમાં અભ્યાસ દરમિયાન શહનાઝની તસવીર
શહનાઝ હંમેશાથી તેના પરિવારની પ્રિય હતી, પરંતુ જ્યારે શહનાઝે મોડલિંગની જીદ ન છોડી તો તેમના પિતા સાથેના સંબંધોમાં તિરાડ પડી હતી. શહનાઝને મોડલિંગથી દૂર રાખવા માટે તેમના પિતા ઈચ્છતા હતા કે તે લગ્ન કરે, પરંતુ તે રાજી ન થઈ. તે ખૂબ જ સુંદર લાગતી હતી, તેથી તેમને સતત કામ મળતું રહ્યું, પરંતુ કામની સાથે સાથે તેમના પિતા સાથેનો અણબનાવ પણ વધતો ગયો. એક દિવસ તેમની લડાઈ એટલી હદે વધી ગઈ કે શહનાઝે મોડલિંગ અને એક્ટિંગ માટે પોતાનું ઘર છોડી દીધું.
બ્યૂટી કોન્ટેસ્ટ જીતીને મ્યુઝિક વીડિયોમાં સ્થાન મેળવ્યું
2015માં શહનાઝ ગિલ એક બ્યૂટી કોન્ટેસ્ટનો ભાગ હતી, જેના કારણે તેમને મ્યુઝિક વીડિયો ‘શિવ દી કિતાબ’માં કામ મળ્યું. તેમની પ્રતિભાને કારણે શહનાઝ અનેક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું. ગેરી સંધુના ગીત ‘યે બેબી રિફિક્સ…’થી શહનાઝને પંજાબમાં ખરી ઓળખ મળી. તેના કામને જોતાં, તેને પંજાબી ફિલ્મોમાં કાસ્ટ કરવામાં આવી હતી.
શહનાઝ ગિલ ફિલ્મ ‘કાલા શાહ કાલા’માં સરગુન મહેતા સાથે
2019માં વિવાદને કારણે ‘બિગ બોસ 13’માં એન્ટ્રી મળી
વર્ષ 2019માં પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગાયિકા હિમાંશી ખુરાના અને શહનાઝ ગિલ વચ્ચેની લડાઈ ચર્ચામાં હતી. ‘બિગ બોસ 13’માં આવતા હિમાંશી ખુરાનાએ દાવો કર્યો હતો કે, એક દિવસ શહનાઝ રસ્તા પર રડી રહી હતી અને તેમનો મેકઅપ આર્ટિસ્ટ આ જોઈ ગયો હતો. મેક-અપ આર્ટિસ્ટે શહનાઝને જોતાં જ સૌથી પહેલા હિમાંશી ખુરાનાને ફોન કર્યો અને કહ્યું કે રસ્તામાં એક છોકરી રડી રહી છે. હિમાંશીએ તે સમયે પંજાબમાં સ્ટારડમ હાંસલ કર્યું હતું.
બિગ બોસ 13માં સિદ્ધાર્થ શુક્લા સાથે શહનાઝ ગિલ
હિમાંશીએ શહનાઝને મદદ કરવાના ઈરાદાથી પોતાના ઘરે બોલાવી હતી. જ્યારે તે ઘરે આવી ત્યારે તેને ખબર પડી કે શહનાઝના બોયફ્રેન્ડે તેને રસ્તા પર એકલી છોડી દીધી હતી, જેના કારણે તે બરબાદ થઈ ગઈ હતી. હિમાંશીએ શહનાઝને પોતાના ઘરે ભોજન કરાવ્યું હતું અને થોડા સમય પછી તે ત્યાંથી નીકળી ગઈ.
થોડા દિવસો પછી જ્યારે હિમાંશી ખુરાનાનું ગીત ‘આઈ લાઈક ઈટ’ રિલીઝ થયું, ત્યારે શહનાઝે આ ગીતની ઉગ્ર ટીકા કરી. શહનાઝે સ્નેપચેટ પર લાઇવ કર્યું અને તે ગીતને વિશ્વનું સૌથી ખરાબ ગીત ગણાવ્યું. આ સાથે તેણે હિમાંશી વિશે ઘણી વાંધાજનક વાતો પણ કહી હતી.
જ્યારે શહનાઝનો લાઈવ વીડિયો વાઈરલ થયો ત્યારે હિમાંશીએ પણ સોશિયલ મીડિયા પર તેમના ખરાબ વર્તનનો જવાબ આપ્યો. આ પછી સોશિયલ મીડિયા પર બંને વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ.
આ લડાઈ વચ્ચે શહનાઝ ગિલને વિવાદાસ્પદ અને લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 13માં જગ્યા મળી. શોના પ્રીમિયરમાં શહનાઝે સલમાન ખાનની સામે પોતાને પંજાબની કેટરિના કૈફ કહીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. શોના શરૂઆતના દિવસોમાં તેનું નામ પારસ છાબરા સાથે જોડાઈ ગયું અને ત્યાર બાદ સિદ્ધાર્થ શુક્લા સાથે તેની નિકટતા વધવા લાગી.
શહનાઝની સમજદારી અને તેનું તૂટેલું અંગ્રેજી શોમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું હતું, પરંતુ હિમાંશી ખુરાના વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે શોમાં જોડાઈ કે તરત જ શહનાઝે આખા ઘરમાં તોફાન મચાવી દીધું. સલમાન ખાન પણ શહનાઝના વલણથી ઘણો નારાજ હતો.
મહિલા આયોગે ‘બિગ બોસ 13’ના વિવાદાસ્પદ એપિસોડનો વિરોધ કર્યો હતો
શોના એક એપિસોડમાં સિદ્ધાર્થ શુક્લા શહનાઝનો હાથ મરોડતો અને તેમને હેરાન કરતો જોવા મળ્યો હતો. જ્યારે એપિસોડ ઓનએર થયો ત્યારે મહિલા આયોગે તેમનો વિરોધ કર્યો અને આરોપ લગાવ્યો કે, ‘આ શો મહિલાઓ વિરુદ્ધ અત્યાચારને પ્રોત્સાહન આપી રહ્યો છે.’ આવી સ્થિતિમાં સલમાને બંનેને ઠપકો આપ્યો અને માફી માગવા કહ્યું હતું.
એક ‘વીકએન્ડ કા વાર’ એપિસોડમાં શહનાઝ ગિલે સલમાન સાથે અસભ્યતાથી વાત કરી હતી. આ જોઈને સલમાન ગુસ્સે થઈ ગયો અને તેમણે શહનાઝને ઘણી બધી વાતો કહી હતી. બાદમાં જ્યારે સલમાન ખાન ઘરે આવ્યો ત્યારે શહનાઝે તેની માફી માગી હતી. આ બધું હોવા છતાં શહનાઝ આ શોની સેકન્ડ રનર અપ હતી.
હિમાંશી ખુરાનાના કારણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
‘બિગ બોસ 13’ પછી શહનાઝના પિતા સંતોખ સિંહ સુખે સ્પોટબોયને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘હિમાંશી સાથે ઝઘડા પછી શહનાઝ ગિલ આત્મહત્યા કરવા માગતી હતી. તેમણે આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો, પરંતુ તે બચી ગઈ હતી.’
સંતોખ સિંહ સુખના આ નિવેદન બાદ હિમાંશીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘જો તમારી દીકરીએ મારા કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય તો માફ કરજો. પણ તમારે તમારી દીકરીને પણ સમજાવવું જોઈએ, પહેલા જાતે જ વિવાદ ઊભો કરો અને પછી પોતાની જાતને પરેશાન કરો. તમારી દીકરીએ કેનેડામાં ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘વિવાદને કારણે જ તેને કામ મળી રહ્યું છે.’ ઇન્ટરવ્યૂ સમજી વિચારીને આપો.’
સ્વયંવર કરવા ઇચ્છતી હતી, ત્યારે શો અધવચ્ચે જ બંધ થઈ ગયો
‘બિગ બોસ 13’ પછી જ કલર્સ ચેનલ પર રિયાલિટી શો ‘મુઝસે શાદી કરોગે’ શરૂ થયો હતો. જે શહનાઝ ગિલ અને પારસ છાબરાના સ્વયંવર હતો. શો ચોક્કસપણે શરૂ થયો હતો પરંતુ કોવિડ-19ને કારણે થોડા અઠવાડિયામાં જ બંધ થઈ ગયો હતો.
શહનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લા સાથે રિલેશનશિપમાં હતી
‘બિગ બોસ 13’ દરમિયાન શહનાઝ ગિલ અને સિદ્ધાર્થની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જ્યારે સિદ્ધાર્થ આ શોનો વિજેતા બન્યો, જ્યારે શહનાઝ ત્રીજા સ્થાને રહી. શો છોડ્યા બાદ બંને એકસાથે સ્પોટ થવા લાગ્યા હતા. સિદ્ધાર્થે ક્યારેય આ સંબંધને સ્વીકાર્યો ન હતો, જોકે શહનાઝે ખુલ્લેઆમ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. શોમાંથી લોકપ્રિયતા મેળવ્યા પછી શહનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લા સાથે ‘ભુલા દૂંગા’ ગીતમાં જોવા મળી હતી.
શહનાઝના હાથમાં સિદ્ધાર્થનું મોત!
2 સપ્ટેમ્બર, 2021 ના રોજ, 41 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું અચાનક હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તે જ દિવસે શહનાઝના પિતાએ ફિફાફુઝને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘સિદ્ધાર્થનું મોત શહનાઝના હાથમાં જ થયું હતું. તેમણે દાવો કર્યો કે, શહનાઝે તેમને રડતાં રડતાં ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તે મારા હાથમાં જ મૃત્યુ પામ્યો છે, હવે હું કેવી રીતે જીવીશ?’
શહનાઝ દોઢ મહિના સુધી રૂમમાં બંધ રહી
સિદ્ધાર્થના મૃત્યુના બીજા દિવસે શહનાઝ ગિલ જ્યારે અંતિમ સંસ્કારમાં પહોંચી ત્યારે તે ખૂબ જ અસ્વસ્થ હતી અને તે રડી રહી હતી. ત્યાર બાદ શહનાઝે પોતાને રૂમમાં બંધ કરી દીધી હતી. લગભગ દોઢ મહિના સુધી તે ઘરની બહાર નીકળી ન હતી અને ન તો તે કોઈને મળી હતી. જ્યારે શહનાઝની પંજાબી ફિલ્મ ‘હૌસલા રખ’ની રિલીઝ ડેટ નજીક આવી ત્યારે તે ફિલ્મના પ્રમોશન માટે પહેલીવાર ઘરની બહાર નીકળી હતી. દિલજીત દોસાંઝ સાથે ફિલ્મનું પ્રમોશન કરતી વખતે તે ખૂબ જ ઉદાસ દેખાતી હતી.
સલમાન ખાનની મદદથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો
શહનાઝ ગિલની ફિલ્મ ‘હૌસલા રખ’ બહુ હિટ રહી શકી ન હતી, પરંતુ પછી સલમાન ખાને તેને બોલિવૂડ ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં રોલ આપ્યો. આ ફિલ્મમાં શહનાઝે સુકુન નામની છોકરીની ભૂમિકા ભજવી હતી. આ સિવાય સલમાન ઘણા પ્રસંગોએ શહનાઝને સપોર્ટ કરતો જોવા મળ્યો છે.
જ્યારે રાઘવનું નામ જોડાયું તો સિદ્ધાર્થ શુક્લાના ફેન્સ ગુસ્સે થઈ ગયા
ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પ્રમોશન દરમિયાન સલમાન ખાને શહનાઝ અને રાઘવ જુયાલ વચ્ચેના સંબંધો અંગે સંકેત આપ્યા હતા. રાઘવ અને શહનાઝના સંબંધોની અફવાઓએ જોર પકડ્યું કે તરત જ સિદ્ધાર્થ શુક્લાના ફેન્સ શહનાઝને ખરાબ રીતે ટ્રોલ કરવા લાગ્યા. આવી સ્થિતિમાં સલમાન કપિલ શર્માના શોમાં આવ્યો અને કહ્યું કે, ‘લોકોએ શહનાઝનું નામ સિદ્ધાર્થ સાથે જોડવાનું બંધ કરવું જોઈએ. કારણ કે આ કારણે શહનાઝને આગળ વધવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.’
થોડા સમય પહેલાં શહનાઝ ગિલ અને રાઘવ જુયાલ કેદારનાથમાં સાથે જોવા મળ્યા હતા, જોકે તે તેમનું સિક્રેટ વેકેશન હતું.
શહનાઝ ગિલ 30 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે
શહનાઝ ગિલની વર્તમાન નેટવર્થ 4 મિલિયન ડોલર એટલે કે 30 કરોડ રૂપિયા છે. શહનાઝ ગિલના તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 17.3 મિલિયન ફોલોઅર્સ છે. શહનાઝ સોશિયલ મીડિયા બ્રાન્ડ પ્રમોશન માટે 8-10 લાખ રૂપિયા લે છે. શહનાઝ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી વાર્ષિક રૂ. 3 કરોડ સુધીની કમાણી કરે છે. શહનાઝ પાસે મુંબઈ અને ચંદીગઢમાં ઘર છે. ‘બિગ બોસ 13’ શો માટે શહનાઝને દર અઠવાડિયે 4.5 લાખ રૂપિયાની ફી આપવામાં આવી હતી. શહનાઝે સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ માટે 50 લાખ રૂપિયા ફી લીધી છે.
શહનાઝ ગિલનું કાર કલેક્શન
શહનાઝ હંમેશાથી કારની શોખીન રહી છે. તેમના કાર કલેક્શનમાં જગુઆર એક્સઝેડ, રેન્જ રોવર, મર્સિડીઝ-બેન્ઝ એક્સ ક્લાસ અને હોન્ડા સિટી જેવાં લગભગ અડધો ડઝન વાહનો છે.
ટૂંક સમયમાં જ ફિલ્મ ‘સબ ફર્સ્ટ ક્લાસ’માં જોવા મળશે
2023ની ફિલ્મો ‘કિસી કા ભાઈ કિસી કી જાન’અને ‘થેન્ક યુ ફોર કમિંગ’ પછી શહનાઝ ગિલ ટૂંક સમયમાં ‘સબ ફર્સ્ટ ક્લાસ’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે ‘ફુકરે ‘ફેમ એક્ટર વરુણ જોવા મળશે. આ ફિલ્મ જિયો સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ 20 જાન્યુઆરી, 2024થી શરૂ થઈ ગયું છે.