5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફિલ્મ પ્રોડ્યુસર નિખિલ અડવાણીએ તેમના તાજેતરના ઈન્ટરવ્યૂમાં કરણ જોહર સાથેના ઝઘડા અને ધર્મા પ્રોડક્શન છોડવાની વાત કરી હતી. તેણે જણાવ્યું કે, આખરે તેની અને કરણ વચ્ચે અણબનાવ કેમ થયો. જોકે બાદમાં બંનેએ તેમનો વિવાદ ઉકેલી નાખ્યો હતો.
નિખિલ અડવાણીએ ડિજિટલ કોમેન્ટરી સાથેની વાતચીતમાં કહ્યું, ‘મેં ધર્મા પ્રોડક્શન્સ છોડી દીધું હતું કારણ કે હું પરેશાન હતો. કરણ અને મારી વચ્ચે ઝઘડો થયો હતો. કેટલાક લોકો એમ કહી રહ્યા હતા કે તેમની ત્રણેય સૌથી મોટી હિટ ફિલ્મો મેં ડિરેક્ટ કરી છે, તો કેટલાક એવું કહી રહ્યા હતા કે મેં ‘કલ હો ના હો’ ડિરેક્ટ કરી નથી. ઘણી મૂંઝવણ અને ગુસ્સો હતો.’
નિખિલે આગળ કહ્યું, ‘અમે હજુ પણ ખૂબ નજીક છીએ. સદ્ભાગ્યે 20 વર્ષ પછી અમે બધું પાછળ છોડી દીધું છે. અમે બંને મોટા થયા છીએ. અમે સમજી ગયા છીએ કે ફિલ્મો એ ફિલ્મો છે અને જીવન એ જીવન છે. હું તેના પિતાની ખૂબ નજીક હતો. અમારી વચ્ચે કોઈ સર્જનાત્મક મતભેદ નહોતા, બલ્કે તે ભાવનાત્મક સંઘર્ષ હતો. તમે અન્ય લોકો કે જેઓ મારા વિશે આવું કહે છે તેમની વાત કેવી રીતે સાંભળી શકો? મારી આખી વાત એ હતી કે લોકો મને એક લવ સ્ટોરી માટે ક્રેડિટ નથી આપતા, તેથી હું છ લવ સ્ટોરી બનાવીશ.
નિખિલ અડવાણીના કહેવા પ્રમાણે, જ્યારે તેની ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી, ત્યારે ઈન્ડસ્ટ્રીના લોકોએ તેનો ફોન ઉપાડવાનું અને તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. તેની અને જ્હોન અબ્રાહમ વચ્ચેના સંબંધોમાં મતભેદો હતા. નિખિલે કહ્યું, ‘જોન અને હું અલગ થઈ ગયા હતા. મેં 10 વર્ષ સુધી અનિલ કપૂર અને ગોવિંદા સાથે વાત નથી કરી. જ્હોન અને હું જ્યારે મળીએ છીએ ત્યારે અમે ઈન્ડસ્ટ્રી કે ફિલ્મો વિશે વાત કરતા નથી. અમે રાજકારણ, ખોરાક અને ફિટનેસ જેવી બાબતો વિશે વાત કરીએ છીએ.’