17 મિનિટ પેહલા
- કૉપી લિંક
જસ્ટિસ હેમા કમિટીનો રિપોર્ટ સામે આવ્યા બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન, રવિવારે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા રંજીથ બાલક્રિષ્નને કેરળ ફિલ્મ એકેડમીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં બંગાળી અભિનેત્રી શ્રીલેખા મિત્રાએ રંજીથ પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. ફિલ્મ નિર્માતાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા, પરંતુ તેમ છતાં, રંજીથે આક્ષેપો થયાના બે દિવસ બાદ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું.
રંજીથ મલયાલમ ઉદ્યોગના જાણીતા ફિલ્મ નિર્માતા છે. તેમણે ત્રણ વખત નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યો છે
મામલો વર્ષ 2009નો છે
અભિનેત્રી શ્રીલેખા મિત્રાએ શુક્રવારે મીડિયા સાથે વાત કરતા જાણીતા મલયાલમ ફિલ્મ નિર્માતા રંજીથ પર અભદ્ર વર્તનનો આરોપ લગાવ્યો હતો.
અભિનેત્રીના કહેવા પ્રમાણે, રંજીતે 2009માં ફિલ્મ ‘પલેરી મણિક્યમ’ના ઓડિશન દરમિયાન તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.
‘હું ફિલ્મના સંબંધમાં તેમને ઘરે મળવા ગઈ હતી’
મીડિયા સાથે વાત કરતા મિત્રાએ કહ્યું હતું કે, ‘હું એક ફિલ્મના કામસર રંજીથને તેમના ઘરે મળવા ગઈ હતી. ત્યાં ઘણા બધા લોકો હતા અને રંજીથ ફોન પર એક સિનેમેટોગ્રાફર સાથે વાત કરી રહ્યો હતો જેની સાથે મેં કામ કર્યું છે. તેણે મને પૂછ્યું કે શું મારે તેની (સિનેમેટોગ્રાફર) સાથે વાત કરવી છે અને પછી મને બીજા રૂમમાં લઈ ગયા.’
51 વર્ષની શ્રીલેખા મિત્રા બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે
તે મને બેડરૂમમાં લઈ ગયો જ્યાં અંધારું હતું: શ્રીલેખા
અભિનેત્રીએ આગળ કહ્યું, ‘રંજીથ મને બેડરૂમમાં લઈ ગયો જ્યાં અંધારું હતું. જ્યારે હું સિનેમેટોગ્રાફર સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે તે (રંજીથ) મારી બાજુમાં ઊભો હતો. તે મારી બંગડીઓ સાથે રમી રહ્યો હતો અને મારી ચામડીને સ્પર્શી રહ્યો હતો. હું અસ્વસ્થતા અનુભવતી હતી,પરંતુ મને લાગ્યું કે કદાચ હું તેના વિશે વધુ વિચારી રહી છું. તે ફક્ત મારી બંગડીઓ જોવા માંગતા હશે.
‘તેણે મારા વાળ સાથે રમવાનો પ્રયાસ કર્યો’
થોડા સમય પછી, જ્યારે તેને સમજાયું કે હું પ્રતિક્રિયા નથી આપી રહી અને તેનો હાથ હટાવી રહી નથી, ત્યારે તેણે મારા વાળ અને ગરદન સાથે રમવાનો પ્રયાસ કર્યો. આ પછી હું રૂમમાંથી બહાર આવી. મને આઘાત લાગ્યો ન હતો. હું જાણું છું કે ઇન્ડસ્ટ્રીમાં વસ્તુઓ કેવી રીતે કામ કરે છે. અહીં સારા અને ખરાબ બંને લોકો છે.’
રંજીથે મોહનલાલ (જમણે) સહિત મલયાલમ ઉદ્યોગના ઘણા મોટા કલાકારો સાથે કામ કર્યું છે.
રંજીથે કહ્યું- તે વિવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે
શ્રીલેખાના આ આરોપો પર રંજીથે પણ પ્રતિક્રિયા આપી છે. ડિરેક્ટરે કહ્યું કે શ્રીલેખા તેની પાસે ફિલ્મ માટે ઓડિશન આપવા આવી હતી. તે સમયે તે ફ્લેટમાં ફિલ્મ નિર્માતા શંકર રામકૃષ્ણન અને અન્ય લોકો હાજર હતા. તેમણે કહ્યું તેમ, ત્યાં કંઈ થયું ન હતું.
અમને તેનું પરફોર્મન્સ ગમ્યું નહીં તેથી અમે તેને સ્પષ્ટપણે કહ્યું. તે આ વિવાદનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. જો તે મારી સામે કાયદેસરની કાર્યવાહી કરશે તો તેને પણ આવો જ જવાબ મળશે.