મુંબઈ54 મિનિટ પેહલાલેખક: અભિનવ ત્રિપાઠી/કિરણ જૈન
- કૉપી લિંક
ફિલ્મો અને જાહેરાતોમાં બતાવવામાં આવતી ખાણીપીણીની વસ્તુઓ મોટાભાગે નકલી હોય છે. ફૂડ સ્ટાઈલિસ્ટ ફિલ્મ સેટ પર કૃત્રિમ ખોરાક તૈયાર કરે છે. તે એક્ટર્સના સ્વાસ્થ્ય અને તેમની માગને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.
બિસ્કિટ, કોલ્ડ ડ્રિંક્સ, નૂડલ્સ અને પિઝા-બર્ગરની જાહેરાત કરનારા કલાકારોને આપણે જોઈએ છીએ. તેમને સ્ક્રીન પર તેનું સેવન કરતા પણ બતાવવામાં આવે છે. જોકે, કલાકારો આ બધી વસ્તુઓ ખાતા-પીતા નથી. તેઓ માત્ર ખાવાની એક્ટિંગ કરે છે.
દૃશ્યને વાસ્તવિક બનાવવા માટે ક્યારેક એક કે ટુકડા ખાવા પણ પડે છે. આ સ્થિતિમાં, ફૂડ સ્ટાઈલિસ્ટ વૈકલ્પિક ખોરાક તૈયાર કરે છે. આમાં તેલ, મસાલા, લોટ અને દૂધ નથી હોતું.
એકવાર દીપિકા પાદુકોણને સ્ક્રીન પર સમોસા ખાતા બતાવવાની હતી. તેણે શરત મૂકી કે તે સમોસા ત્યારે જ ખાશે જો તેમાં બટાકા અને મેંદા લોટ ન હોય. ત્યારબાદ ફૂડ સ્ટાઈલિસ્ટે શક્કરિયા અને ઘઉંના લોટની મદદથી સમોસા તૈયાર કર્યા.
‘રીલ ટુ રિયલ’ના નવા એપિસોડમાં અમે ફિલ્મો અને જાહેરાતોની ફૂડ સ્ટાઇલ વિશે વાત કરીશું. ફૂડ્સને અને તેને લઈને કલાકારોની કેવી માગણીઓ હોય છે તેની વાત પણ કરીશું.
આ માટે અમે ત્રણ ફૂડ સ્ટાઈલિસ્ટ દર્શન ગોકાણી, હીના વારા અને પાયલ ગુપ્તા સાથે વાત કરી.
કલાકારો શું ખાશે તે અંગે કરાર કરવામાં આવે છે. ફિલ્મ સાઈન કરતી વખતે કલાકારો કરાર કરે છે. તેમાં લખ્યું હોય છે કે તેઓ શૂટિંગ દરમિયાન શું ખાઈ શકે છે અને શું નહીં. તેઓ આહારને લઈને ખૂબ જ કડક છે. ફૂડ સ્ટાઈલિસ્ટ કલાકારોની માંગ પર સંપૂર્ણ ધ્યાન આપે છે.
જેમ કે એક સીનમાં કલાકારોને દારૂ પીતા બતાવવાના હોય છે. આ સ્ક્રીન પર દેખાડી શકાતું નથી અને કલાકારો આમ કરવા માટે સંમત પણ નથી. આ સ્થિતિમાં આલ્કોહોલ જેવું દેખાતું પીણું બનાવવામાં આવે છે.
તળવા માટે તેલને બદલે પાણીનો ઉપયોગ કર્યો કલાકારોએ સ્પષ્ટ સૂચના આપી હોય છે કે તેઓ તેલમાં તળેલી વસ્તુઓ નહી ખાય. આવી સ્થિતિમાં તેલને બદલે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીનો ઉપયોગ કરવાથી શાકભાજી યોગ્ય આકારમાં રહેતી નથી. પછી ફૂડ સ્ટાઈલિશનું કામ વધી જાય છે. તેમને શાક એવી રીતે રાંધવાનું હોય છે કે તે કલાકારો માટે હેલ્ધી હોય અને પડદા પર પણ વાસ્તવિક દેખાય.
સોયાબીન, જેકફ્રૂટ અને સોયા ચાપનો ઉપયોગ કરીને નકલી માંસ બનાવવામાં આવે છે ઘણી ફિલ્મોમાં કલાકારોને માંસ ખાતા બતાવવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં આ માંસ નકલી પણ હોય છે. ઘણા કલાકારો કેમેરા સામે માંસ ખાવાથી દૂર રહે છે. ફૂડ સ્ટાઈલિસ્ટ તેમના માટે નકલી માંસ બનાવે છે. નકલી માંસ બનાવવા માટે સોયાબીન, જેકફ્રૂટ અને સોયા ચાપનો ઉપયોગ કરવામાં આવે છે.
ફોવિકોલનો ઉપયોગ ક્રીમ લેયરને જાડું દેખાડાય છે તમે પિઝા કે બર્ગરની જાહેરાત તો જોઈ જ હશે તેમાં અંદર બતાવેલ ચીઝ અને ક્રીમ પણ નકલી હોય છે. ફોવિકોલનો ઉપયોગ વાસ્તવિક દેખાવ આપવા માટે થાય છે. આ કારણોસર, ટીવી પર ક્રીમનું સ્તર જાડું અને મોટું દેખાય છે.
બટાકાનો ઉપયોગ આઈસ્ક્રીમને રજૂ કરવા માટે થાય છે ફિલ્મો અને જાહેરાતોમાં બતાવવામાં આવતી આઈસ્ક્રીમ પણ નકલી છે. ફૂડ સ્ટાઈલિશ ફિલોસોફી અનુસાર, બટાકાને પહેલા બાફવામાં આવે છે અને પછી ઠંડાં કરવામાં આવે છે. પછી તેઓ સારી રીતે છૂંદી નાંખે છે. પછી તેમને આઈસ્ક્રીમ જેવો લૂક આપવામાં આવે છે.
હવે વાંચો ફૂડ સ્ટાઇલ અને મેકિંગમાં સ્ટાર્સની માગ અને તેમને લગતી વાતો..
અનુષ્કા શર્માએ કેમેરા સામે પાસ્તા ખાવાની એક્ટિંગ કરી એક એડ શૂટ માટે અનુષ્કા શર્માને પાસ્તા ખાવાના હતા. તેણે લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવાની ના પાડી. દેખીતી રીતે પાસ્તા માત્ર લોટમાંથી જ તૈયાર કરવામાં આવે છે. ફૂડ સ્ટાઈલિશને ખ્યાલ નહોતો કે કયો વિકલ્પ રાખવો. ત્યારબાદ અનુષ્કાએ તેની સમસ્યા સમજી અને તેની બાજુમાં એક બાઉલ મૂક્યો. આ પછી તેણે તે પાસ્તા શોટ દરમિયાન જ ખાધા હતા. પછી શોટ પૂરો થતાં જ તેણે તેને બાઉલમાં થૂંકી દીધા.
સ્ટાર્સની જગ્યાએ, તેમનો બોડી ડબલ પર રસોઈ બનાવવાનો સીન ફિલ્માવાય છે કેટલીક ફિલ્મો અને જાહેરાતોમાં કલાકારોને રસોઈ બનાવતા પણ બતાવવામાંઆવે છે. જોકે, વાસ્તવમાં આવું થતું નથી. ફક્ત તેમના ચહેરાનો ઉપયોગ કરવામાં આવે છે. હાથની હિલચાલ તેમનો બોડી ડબલ કરે છે. આ એક્ટર્સની સુરક્ષા માટે કરવામાં આવે છે. રસોઇ બનાવતી વખતે કલાકારો દાઝી ન જાય કે કોઈ ઘટના ન બને તે માટે. આ સિવાય તેમના સમયનો મુદ્દો પણ છે.
તેઓ માત્ર એક કે બે શોટ આપવા માટે સેટ પર આવે છે. બાકીનું કામ તેમના બોડી ડબલ કરે છે..
અનિલ કપૂરે એક એડ શૂટમાં જમીન પર 50 આમલેટ પાડ્યા હતા અનિલ કપૂર એક મ્યુઝિક એપની જાહેરાત કરી રહ્યો હતો. જાહેરાતમાં તેને ઓમલેટ બનાવતા અને જમીન પર પાડતા બતાવવાનો હતો. અનિલ કપૂરે તે 30 સેકન્ડની જાહેરાત માટે 50 ટેક લીધા હતા.
બેકગ્રાઉન્ડમાં કેટલાક શેફ માત્ર ઓમલેટ બનાવવામાં વ્યસ્ત હતા, કારણ કે દરેક શોટમાં ઓમલેટ જમીન પર પડવાનું હતું. દેખીતી રીતે, જે નીચે પડી ગયું તે ફરીથી ઉપયોગમાં લઈ શકાતું નથી. આ રીતે કુલ 50 આમલેટ બનાવવામાં આવ્યા હતા.
ઓમલેટ બનાવવાની જાહેરાતમાં અનિલ કપૂર
અક્ષય કુમારે શૂટિંગ રોકીને બિરયાની ખાધી હતી અક્ષય કુમાર એવા કેટલાક સ્ટાર્સમાંથી એક છે જે શૂટિંગ દરમિયાન ફૂડ ચાખવામાં શરમાતા નથી. તે રિફાઈન્ડ ઓઈલના બ્રાન્ડ એમ્બેસેડર છે.
ફૂડ સ્ટાઈલિસ્ટ પાયલ ગુપ્તાએ તેની સાથે જોડાયેલી એક ઘટના જણાવતા કહ્યું, ‘મેં અક્ષય સર સાથે ફોર્ચ્યુનની એડમાં કામ કર્યું છે. અમે આ માટે બિરયાની તૈયાર કરી હતી. અક્ષય સરને બિરયાની એટલી સ્વાદિષ્ટ લાગી કે તેણે અડધો કલાક શૂટિંગ રોકીને ખાવાનું શરૂ કરી દીધું. તેના મેનેજરે અમારો નંબર પણ લીધો હતો કે ભવિષ્યમાં જ્યારે પણ અક્ષય સર બિરયાની ખાવા માંગશે તો અમારો સંપર્ક કરશે.