8 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઐશ્વર્યા રાય બચ્ચન કાન 2024માં ભાગ લેવા ફ્રાન્સ પહોંચી ગઈ છે. રેડ કાર્પેટ પર ઐશ્વર્યા પહેલીવાર બ્લેક ગાઉનમાં જોવા મળી હતી. હાથમાં પાટો હોવા ઐશ્વર્યાએ સારી રીતે વોક કર્યું હતું. ગાઉન કેરી કરવા માટે તેની પુત્રી આરાધ્યા ઉપરાંત 4 લોકોની ટીમ સામેલ હતી. તેમના ગ્લેમ સ્ક્વોડના ગ્રુપે લોન્ગ ડ્રેસ ટ્રેઈનને પકડીને તેમને રેડ કાર્પેટ પર લઈ જતા જોવા મળ્યા હતા.
ઐશ મોનોક્રોમેટિક લુકમાં જોવા મળી હતી
ઐશ્વર્યાના આઉટફિટની વાત કરીએ તો તેમણે બ્લેક અને ગોલ્ડન ગાઉન પહેર્યું હતું. આ ઓફ શોલ્ડર ડ્રેસમાં તેમના ડ્રેસ પર ગોલ્ડન એમ્બિલિશમેન્ટ હતું. ઐશ્વર્યાએ તેનો મેકઅપ લાઈટ રાખ્યો અને ગોલ્ડન કલરના હૂપ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે. ઐશ્વર્યાના આ લુકને મોનોક્રોમેટિક લુક કહેવામાં આવે છે. તેણીએ સફેદ શ્રગ સાથે બ્લેક મોનોક્રોમેટિક ડ્રેસની જોડી બનાવી છે. તેને ડિઝાઇનર જોડી ફાલ્ગુની અને શેન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
ચાલો જોઈએ ઐશ્વર્યાની રેડ કાર્પેટની કેટલીક તસવીરો..
મેગાલોપોલિસ સ્ક્રીનિંગ માટે ઐશ્વર્યાએ 3D એલીમેન્ટ્સ સાથેનો ગાઉન પસંદ કર્યો
ઐશ્વર્યાનો ડ્રેસ ફાલ્ગુની અને શેને ડિઝાઈન કર્યો છે
કાનમાં ઐશ્વર્યા પહેલીવાર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી
મેચિંગ ઈયર હૂપ્સમાં ઐશ્વર્યા સુંદર લાગી રહી હતી
ઐશ્વર્યાના જમણા હાથ પર પ્લાસ્ટર છે
ફ્લાઈંગ કિસ કરતી ઐશ્વર્યા રાય
સોશિયલ મીડિયા પર આરાધ્યાના વખાણ થઈ રહ્યા છે
ઐશ્વર્યા અને તેની પુત્રી આરાધ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં આરાધ્યા તેને સપોર્ટ કરતી જોવા મળી રહી છે. તેમને તેમની માતાને આ રીતે સપોર્ટ કરતી જોઈને યુઝર્સ તેના વખાણ કરી રહ્યા છે. કેઝ્યુઅલ સ્ટાઇલિશ બ્લેક ટ્રેકસૂટમાં સજ્જ, આરાધ્યા આખો સમય તેની માતા સાથે રહી અને તેનો હાથ પકડીને હોટેલથી કાર સુધી સાથે રહી હતી.
આ સેલેબ્સ કાનમાં પણ હાજરી આપશે
ઐશ્વર્યા રાય બાદ કિઆરા અડવાણી, અદિતિ રાવ હૈદરી, શોભિતા ધુલીપાલા, જેકલીન ફર્નાન્ડીઝ, પ્રતિક બબ્બર અને છાયા કદમ પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપશે.
ઐશ્વર્યાએ 2002માં પહેલીવાર રેડ કાર્પેટ પર વોક કર્યું હતું
ફેશનની દુનિયામાં કાનની રેડ કાર્પેટ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. ફિલ્મોના પ્રમોશનની સાથે અહીં ફરતા સેલેબ્સ પણ નવા ડિઝાઇનર્સના આઉટફિટનું પ્રદર્શન કરે છે. આ સાથે ફ્રાન્સને તેની સંસ્કૃતિ રજૂ કરવાનો મોકો પણ મળે છે.
ઐશ્વર્યા રાય બચ્ચન 2002થી લગભગ દર વર્ષે કાનમાં હાજરી આપે છે. અત્યાર સુધી, ઐશ્વર્યા, દીપિકા સિવાય, સોનમ કપૂર, અનુષ્કા શર્મા અને સારા અલી ખાન સહિત ભારતના ઘણા સેલેબ્સ કાનની રેડ કાર્પેટ પર ચાલ્યા છે.