મુંબઈ9 કલાક પેહલાલેખક: આકાશ ખરે
- કૉપી લિંક
એશિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્ન થઈ ગયાં છે. મુંબઈમાં જીઓ વર્લ્ડ સેન્ટરમાં 3 દિવસ સુધી ફંક્શન ચાલ્યાં. પ્રથમ દિવસે લગ્ન, બીજા દિવસે ‘શુભ આશીર્વાદ’ અને ત્રીજા દિવસે ‘મંગલ ઉત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લગ્નમાં દેશ-વિદેશની ઘણી જાણીતી હસ્તી આવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને અનંત-રાધિકાને આશીર્વાદ આપ્યા હતા. 30 ફોટા અને વીડિયો દ્વારા આ ત્રણ દિવસીય લગ્ન સમારોહની ઝલક જુઓ…

1. ફંક્શનની શરૂઆત અનંતના લગ્નના વરઘોડા સાથે થઈ.
લગ્નના કાર્યક્રમોની શરૂઆત વરરાજા અનંત અંબાણીના લગ્નના વરઘોડા સાથે થઈ હતી. 12મી જુલાઈના રોજ સાંજે 4:30 કલાકે આ જાન એન્ટિલિયાથી જીઓ વર્લ્ડ સેન્ટર માટે રવાના થઈ હતી. આ વરઘોડામાં WWE રેસલર જોન સીના, રજનીકાંત, સંજય દત્ત, રણવીર સિંહ અને પ્રિયંકા ચોપરા સહિત ઘણા સેલેબ્સ ડાન્સ કરતા જોવા મળ્યા હતા. નીતા અંબાણી સહિત અંબાણી પરિવારના સભ્યો પણ ડાન્સ કરતા જોવા મળ્યાં હતાં.

અનંતના લગ્નનો વરઘોડો નીકળે તે પહેલાં તેને સાફો બાંધવામાં આવ્યો હતો. તસવીરમાં તેની માતા નીતા અંબાણી સાફો બાંધે છે.

WWE રેસલર જ્હોન સીના (વાદળી શેરવાની)એ પણ અનંતના લગ્નના વરઘોડામાં ડાન્સ કર્યો હતો.

રજનીકાંત, રણવીર સિંહ, અનિલ કપૂર અને પ્રિયંકા ચોપરા લગ્નના વરઘોડામાં અનંત સાથે ડાન્સ કરી રહ્યાં છે.

લગ્નના વરઘોડામાં મુકેશ અંબાણી સાથે અનન્યા પાંડે, હાર્દિક પંડ્યા અને સલમાન ખાન પણ ડાન્સ કરતા જોવા મળ્યાં હતાં.

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અનંતના સાફા પરની કલગીની કિંમત લગભગ 180 કરોડ રૂપિયા હતી.
2. લગ્નનો વરઘોડો જીઓ વર્લ્ડ સેન્ટર પહોંચ્યો, ત્યારબાદ બધી વિધિઓ અહીં થઈ.
લગ્નનો વરઘોડો જીઓ વર્લ્ડ સેન્ટર પહોંચ્યો ત્યાર બાદ લગ્નની વિધિઓ શરૂ કરવામાં આવી હતી. સૌ પ્રથમ વરમાળા વિધિ હતી. આ દરમિયાન અનંત અને રાધિકાના મિત્રોએ બંનેને ઉપાડી લીધા હતા. આ પછી લગ્નની વિધિ, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ કરવામાં આવી હતી. વિદાય પ્રસંગે રાધિકા ભાવુક થઈ ગઈ હતી ત્યારે સસરા મુકેશ અંબાણીની આંખો પણ ભીની થઇ ગઈ હતી.

રાધિકા મર્ચન્ટ તેના પિતા વિરેન મર્ચન્ટ સાથે વરમાળા માટે આવી હતી.

વરમાળા દરમિયાન, અનંત અને રાધિકાને તેમના મિત્રોએ તેમના ખભા પર ઉપાડ્યાં હતાં.

લગ્ન, સાત ફેરા અને સિંદૂર દાનની વિધિ દરમિયાન અનંત-રાધિકા.

વિદાય વખતે રાધિકા અને તેના પિતા વિરેન મર્ચન્ટ બંને ભાવુક થઈ ગયાં હતાં.

ફંક્શન દરમિયાન આદિયા અંબાણી પીરામલ તેના ગોલ્ડન રિટ્રીવર પેટ હેપ્પી પીરામલ સાથે જોવા મળી હતી. હેપ્પી બનારસી સિલ્ક જેકેટ પહેરેલી જોવા મળ્યો હતો.
3. લગ્નના પહેલા દિવસે ઘણા VVIP મહેમાનો પહોંચ્યા હતા.
પહેલા દિવસે લગ્નમાં શાહરુખ ખાન, સલમાન ખાન, રણબીર-આલિયા, વિકી-કેટરિના, સલમાન ખાન, સંજય દત્ત, સિદ્ધાર્થ-કિઆરા, જાહન્વી કપૂર, અનન્યા પાંડે અને ક્રિતી સેનન સહિત લગભગ તમામ બોલિવૂડ સેલેબ્સ સામેલ થયાં હતાં. સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોની સહિત ઘણી હસ્તીઓ પણ જોવા મળી હતી.
નાઈજિરિયન રેપર રેમા, કિમ કાર્દાશિયન, WWE રેસલર જ્હોન સીના, ભૂતપૂર્વ બ્રિટિશ પીએમ બોરિસ જોનસન સહિત ઘણા આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ હાજર રહ્યા હતા. અનંતે પસંદગીના મિત્રોને રિટર્ન ગિફ્ટ તરીકે કરોડોની કિંમતની ઘડિયાળો આપી.

અમેરિકન મીડિયા પર્સનાલિટી કિમ કાર્દાશિયન સાથે નીતા અંબાણી. બાકીના મહેમાનો લગ્નમાં પહોંચ્યા.

આ કાર્યક્રમમાં બચ્ચન પરિવાર અલગથી પહોંચ્યો હતો. ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી. અમિતાભની સાથે પત્ની જયા, પુત્ર અભિષેક અને પુત્રી શ્વેતા પણ પરિવાર સાથે પહોંચ્યાં હતાં.

લગ્ન દરમિયાન શાહરુખ ખાને અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા હતા.

અનંતે સલમાન, શાહરુખ, રણવીર સહિત 25 મિત્રોને રિટર્ન ગિફ્ટમાં ઘડિયાળો આપી હતી.
ઓડેમર્સ પિગ્યુટ(Audemars Piguet) બ્રાન્ડની Royal Oak Perpetual Calendar Premier Watchની આ લિમિટેડ એડિશન ઘડિયાળ 18 કેરેટ સોનાની બનેલી છે, જેની કિંમત 2 લાખ ડોલર એટલે કે રૂ. 1.67 કરોડ છે. વરરાજાના મિત્રોની ટોળકી તેમની ઘડિયાળો ફ્લોન્ટ કરતા હતા જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

1. પહેલીવાર એન્ટિલિયા પહોંચેલી રાધિકાનું ભવ્ય સ્વાગત થયું
બીજા દિવસે, 13મી જુલાઈએ, રાધિકા અંબાણી પરિવારની વહુ તરીકે પ્રથમ વખત એન્ટિલિયા પહોંચી. અહીં તેનું સ્વાગત કરવા માટે ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. શ્લોકા અંબાણીએ તિલક લગાવીને અનંત-રાધિકાનું સ્વાગત કર્યું હતું. ભાભી શ્લોકાએ રાધિકાને અને ભાઈ આકાશે અનંતને ગળે લગાડ્યો.

એન્ટિલિયા પહોંચતા જ અનંત-રાધિકાનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભાભી શ્લોકા અંબાણીએ તિલક લગાવીને અનંતનું સ્વાગત કર્યું.

આકાશ-શ્લોકાએ અનંત-રાધિકાને આલિંગન આપ્યું.
2. PM નરેન્દ્ર મોદી અનંત-રાધિકાને આશીર્વાદ આપવા પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા દિવસે યોજાયેલા ‘શુભ આશીર્વાદ’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેઓ લગ્નમાં 2 કલાક 40 મિનિટ રોકાયા હતા. ડિનર કર્યું અને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીના આશીર્વાદ પણ લીધા.

પીએમ મોદીએ દંપતીને આશીર્વાદ આપ્યા.

PM નરેન્દ્ર મોદી અનંત-રાધિકા અને નીતા-મુકેશ અંબાણી સાથે.
3. ઘણા સેલેબ્સ આવ્યાં, ગાયકોએ પર્ફોર્મ કર્યું
લગ્નના બીજા દિવસે પણ ઘણા સેલેબ્સ આવ્યાં હતાં. શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમ જેવા ગાયકોએ પણ પર્ફોર્મ કર્યું હતું.

શાહરુખ ખાને બીજા દિવસે પણ પરિવાર સાથે લગ્નમાં હાજરી આપી હતી. તેમના સિવાય જાહન્વી કપૂર અને ક્રિકેટર સચિન તેંડુલકર પણ પત્ની અંજલિ સાથે જોવા મળ્યા હતા.

ફંક્શનમાં રશ્મિકા મંદાના, શાહિદ-મીરા, ભૂતપૂર્વ યુકે પીએમ બોરિસ જોન્સન, ઈબ્રાહિમ-સારા અને WWE રેસલર ધ ગ્રેટ ખલી સાથે અનંત-રાધિકા.

અમિતાભ બચ્ચન સ્વામી રામભદ્રાચાર્યને મળ્યા હતા. તેણે બિગ બીને ગળે લગાવ્યા.

પર્ફોર્મન્સ દરમિયાન શંકર મહાદેવન, શ્રેયા ઘોષાલ, હરિહરન અને સોનુ નિગમ.

આ ત્રણ દિવસીય લગ્ન માટે, જીઓ વર્લ્ડ સેન્ટરને કાશીની થીમ પર શણગારવામાં આવ્યું હતું.
શુભ આશીર્વાદ કાર્યક્રમનું સમાપન સંગીતમય પ્રસ્તુતિ સાથે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિતાર વાદક નિલાદ્રી કુમાર અને સંતુર વાદક રાહુલ શર્મા સહિત ઘણા શાસ્ત્રીય કલાકારોએ પણ પર્ફોર્મન્સ આપ્યું હતું.

1. નીતા રેડ કાર્પેટ પર આવી, મીડિયાને આમંત્રણ આપ્યું
ત્રીજા દિવસે 14મી જુલાઈએ નીતા અંબાણી રેડ કાર્પેટ પર આવી હતી. તમામ મીડિયા કર્મીઓને સંબોધતા તેમણે તેમને 15મી જુલાઈના રોજ યોજાનાર રિસેપ્શનમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું હતું. નીતાએ કહ્યું- ‘આ લગ્નનું ઘર છે, જો કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.’

ત્રીજા દિવસે મીડિયાને સંબોધતાં નીતા અંબાણી.
2. રહેમાને આપ્યું પર્ફોર્મન્સ, ઘણા સેલેબ્સ પહોંચ્યા
આ પ્રસંગે રહેમાને સંગીતમય પર્ફોર્મન્સ આપ્યું હતું. તેની સાથે સુખવિંદર સિંહ, શ્રેયા ઘોષાલ, ઉદિત નારાયણ અને સોનુ નિગમે પણ પર્ફોર્મ કર્યું હતું. ત્રીજા દિવસે સની દેઓલ, બોબી દેઓલ, અર્જુન કપૂર, ગોવિંદા, અદિતિ રાવ હૈદરી, તમન્ના અને ભાગ્યશ્રી સહિત ઘણા સેલેબ્સ પહોંચ્યાં હતાં.

તમન્ના ત્રીજા દિવસે લગ્નમાં પહોંચી હતી. તેમના સિવાય ગોવિંદા, નિમ્રિત કૌર અને ટાઈગર-જેકી શ્રોફ પણ પહોંચ્યાં હતાં.

આ પ્રસંગે રહેમાન અને સુખવિંદર સહિત ઘણા ગાયકોએ પર્ફોર્મન્સ આપ્યું હતું.

રિસેપ્શનમાં લગભગ 10 હજાર લોકો અનંત-રાધિકા અને અંબાણી પરિવારને મળવા આવ્યા હતા. આ દરમિયાન આખો અંબાણી પરિવાર સ્ટેજ પર ઊભો હતો.
3. સોમવારે અક્ષય પહોંચ્યો, અંબાણી પરિવારે સ્પીચ આપી
સોમવાર, 15 જુલાઈના રોજ અંબાણીએ તેમના તમામ કર્મચારીઓ અને મીડિયા કર્મચારીઓ માટે એક પાર્ટીનું પણ આયોજન કર્યું હતું. આ પ્રસંગે અક્ષય કુમાર પણ પત્ની ટ્વિંકલ ખન્ના સાથે પહોંચ્યો હતો. કોવિડ પોઝિટિવ હોવાના કારણે તે લગ્નમાં હાજર રહી શક્યો ન હતો.

પત્ની ટ્વિંકલ ખન્ના સાથે અક્ષય કુમાર.

કાર્યક્રમમાં અંબાણી પરિવારે સૌનો આભાર માન્યો હતો.