3 કલાક પેહલા
- કૉપી લિંક
રણવીર અલ્લાહબાદિયા વિવાદ બાદ માહિતી અને પ્રસારણ મંત્રાલયે OTT પ્લેટફોર્મને આચારસંહિતાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલી એડવાઇઝરીમાં સલાહ આપવામાં આવી છે કે ક્રિએટર તેના પ્લેટફોર્મ પર કન્ટેન્ટ પબ્લિશ કરતી વખતે દેશના કાયદાઓનું પાલન કરે. મંત્રાલય તરફથી આ એડવાઇઝરી પોડકાસ્ટર રણવીર અલ્લાહબાદિયા દ્વારા કરવામાં આવેલી વાંધાજનક કોમેન્ટના થોડા દિવસો પછી જાહેર કરવામાં આવી છે.
અશ્લીલ કન્ટેન્ટ પબ્લિશ કરવું એ ગુનો છે મંત્રાલયે જણાવ્યું હતું કે સંસદસભ્યો, વૈધાનિક સંસ્થાઓ અને સામાન્ય લોકો તરફથી ઓનલાઈન ક્યુરેટેડ કન્ટેન્ટ (OTT પ્લેટફોર્મ) અને સોશિયલ મીડિયાના ચોક્કસ પ્રકાશકો દ્વારા અશ્લીલ, પોર્નોગ્રાફિક અને વલગર કન્ટેન્ટના પ્રકાશન અંગે ફરિયાદો મળી છે. અશ્લીલ અથવા પોર્નોગ્રાફિક કન્ટેન્ટનું પ્રકાશન એ સજાપાત્ર ગુનો છે.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે OTT પ્લેટફોર્મ્સને એડવાઇઝરી આપવામાં આવે છે કે તે કન્ટેન્ટ પ્રકાશિત કરતી વખતે લાગુ કાયદાઓની વિવિધ જોગવાઈઓ અને IT નિયમો, 2021 હેઠળ નીતિશાસ્ત્ર સંહિતાનું પાલન કરે. નૈતિક સંહિતા દ્વારા ઉંમરના આધારે કન્ટેન્ટનું વર્ગીકરણ કરવું જોઈએ. વધુમાં, OTT પ્લેટફોર્મ્સની સેલ્ફ રેગ્યુલેટરી સંસ્થાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ પ્લેટફોર્મ દ્વારા આચારસંહિતાના ઉલ્લંઘન માટે યોગ્ય પગલાં લે.

કેન્દ્ર સરકાર ડિજિટલ ઇન્ડિયા બિલ લાવશે દરમિયાન કેન્દ્ર સરકાર હાલના આઇટી એક્ટને બદલવા માટે ડિજિટલ ઇન્ડિયા બિલ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આ નવા કાયદાનો હેતુ સોશિયલ મીડિયા પર અશ્લીલતા રોકવાનો છે. યુટ્યૂબર્સ અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર નિયંત્રિત કરવાની જરૂર છે. સરકાર 15 મહિનાથી આ બિલ પર કામ કરી રહી છે અને એમાં ટેલિકોમ્યુનિકેશન, આઇટી અને મીડિયા જેવાં વિવિધ ક્ષેત્રો માટે ચોક્કસ નિયમોનો સમાવેશ થશે.
કોર્ટે કેન્દ્રને પૂછ્યું- તમે કંઈક કરો, નહીંતર અમે કરીશું સોમવારે રણવીર અલ્લાહબાદિયાની અપીલ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે આ સંદર્ભે તમે કંઈક પગલાં ભરો, નહીં તો અમે અમારી રીતે એક્શન લઈશું. બેન્ચે કોર્ટમાં હાજર એટર્ની સોલિસિટર જનરલને કહ્યું હતું કે આવા યુટ્યૂબર્સના કેસ પ્રકાશમાં આવી રહ્યા છે, શું કેન્દ્ર સરકાર તેમના વિશે કંઈક કરવા માગે છે? જો તેઓ પોતે કંઈક કરે તો તે ખૂબ સારું છે, નહીં તો અમે અહીં કોઈ ગેપ નહીં છોડીએ. ફેમસ યુટ્યૂબ ચેનલો તેનો દુરુપયોગ કરી રહ્યાં છે અને ઘણી બધી બાબતો પ્રકાશમાં આવી રહી છે, તેથી અમે નોટિસ જારી કરી છે.
અમે આગામી સુનાવણી દરમિયાન એટર્ની જનરલ અને સોલિસિટર જનરલને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપી રહ્યા છીએ. આ બાબતની મહત્તા અને સંવેદનશીલતાને અવગણી શકાય નહીં.
રણવીર સમય રૈનાના શોમાં જજ તરીકે ગયો હતો યુટ્યૂબર રણવીર અલ્લાહબાદિયાએ ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ શોમાં એક કન્ટેસ્ટન્ટનાં માતા-પિતા પર અશ્લીલ કોમેન્ટ કરી હતી. જ્યારે આ એપિસોડ 8 ફેબ્રુઆરીએ રિલીઝ થયો ત્યારે શો વિવાદોમાં ઘેરાઈ ગયો. મુંબઈ અને આસામ સહિત ઘણાં રાજ્યોમાં પેનલ સહિત શો સાથે સંકળાયેલા તમામ લોકો સામે ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. સાયબર સેલે તાત્કાલિક કાર્યવાહી કરી અને શોનો વિવાદાસ્પદ એપિસોડ ડિલિટ કરાવી દીધો. આના થોડા સમય પછી, સાયબર સેલના નિર્દેશ પર સમય રૈનાએ શોના બધા એપિસોડ ડિલિટ કરી દીધા.
આ સંબંધિત આ સમાચાર પણ વાંચો…
રણવીર અલ્લાહાબાદિયાને સુપ્રીમની ફટકાર, સરકારને કહ્યું- એક્શન લો…નહીં તો અમે ચૂપ નહીં બેસીએ

યુટ્યૂબર રણવીર અલ્લાહાબાદિયાએ ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં માતા-પિતા વિશે ખરાબ કોમેન્ટ કરી ત્યારથી તે મુશ્કેલીમાં મુકાયો છે. તેની સામે ઘણાં રાજ્યોમાં કેસ નોંધાયા છે. આ કેસો રદ કરાવવા માટે યુટ્યૂબરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અંગે કોર્ટમાં આજે સુનાવણી થઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો..