4 મિનિટ પેહલા
- કૉપી લિંક
બાળકો ગુમાવવાનું દુ:ખ ફક્ત માતા-પિતા જ જાણી શકે છે. આ દુ:ખમાંથી બોલિવૂડ સ્ટાર ગોવિંદાને પણ પસાર થવું પડ્યું છે. એક ચેટ શોમાં, એક્ટરે બાળક ગુમાવવાનાં દુ:ખની વાત વ્યક્ત કરી હતી. જે વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. ગોવિંદાએ 1987માં સુનિતા આહુજા સાથે લગ્ન કર્યા હતા. એક્ટરે અને સુનિતાને ત્રણ બાળકો છે. બીજી દીકરીની પ્રીમેચ્યોર ડિલિવરી થઈ હતી. સુનિતાએ પ્રેગનેન્સીના આઠમા મહિનામાં જ તેની બીજી પુત્રીને જન્મ આપ્યો હતો. ત્રણ મહિના જીવ્યા પછી, તબીબી કારણોસર તેનું અવસાન થયું હતું.
પુત્રીનાં મૃત્યુ પછી એક્ટર ભાંગી પડ્યો હતો ગોવિંદાએ એક જૂના ચેટ શોમાં પોતાની પુત્રી ગુમાવવાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે તેમની માતાએ પુત્રીને ગુજરાતની નર્મદા નદીમાં વહાવા કહ્યું, ત્યારે તેમણે કંઈક એવું જોયું જેના પછી તે પોતાને ભિખારી માનવા લાગ્યો. પોતાના અને સુનિતાના લગ્નજીવનના સૌથી ખરાબ તબક્કાને યાદ કરતાં ગોવિંદાએ એક ચેટ શોમાં કહ્યું હતું-
જ્યારે દીકરીનો જન્મ થયો. ત્યારે તે ખૂબ જ નબળી હતી. તે એક પ્રીમેચ્યોર બાળક હતું. મારી માતાએ તેને ગુજરાતની નર્મદા નદીમાં વહાવી દેવાનો આદેશ આપ્યો
એક્ટરે વધુમાં જણાવ્યું કે માતાના આગ્રહથી, તે નવરાત્રીના 9મા દિવસે પોતાની નિર્જીવ પુત્રીને ખોળામાં લઈને નર્મદા નદીના કિનારે પહોંચ્યો. જ્યારે તે જઈ રહ્યો હતો, ત્યારે તેણે રસ્તા પર એક ભિખારી મહિલાને તેના ખોળામાં બાળક સાથે ભીખ માંગતી જોઈ. તેણે એક્ટરની કાર ખટખટાવવી. ગોવિંદાના કહેવા મુજબ, જ્યારે મહિલાએ એક્ટરના ખોળામાં નિર્જીવ બાળકીને જોઈ, ત્યારે તેણે પોતાના બાળકને તેના ખોળામાં જોરથી ગળે લગાવી લીધું અને મારા દૂર ભાગી. ગોવિંદાએ આગળ કહ્યું-
તે તેના બાળકને લઈ મારી પાસેથી દૂર ભાગી. તે સમયે મને એવું લાગ્યું હતું કે હું ભિખારી છું અને તે મારી માલકિન છે. જીવન પણ એવું જ છે, તે તમને સ્ટારડમમાં પણ ભિખારી કરતાં પણ ખરાબ કંઈક બતાવે છે અને ક્યારેક અત્યંત ગરીબી અને લાચારીમાં પણ રાજા કરતાં પણ કંઈક સારું બતાવે છે.
ગોવિંદા બે બાળકોનો પિતા છે ગોવિંદાએ 1987માં સુનીતા સાથે લગ્ન કર્યાં હતાં. તેમની પ્રથમ પુત્રીના મૃત્યુ પછી, તેઓને વધુ બે બાળકો થયાં. દીકરી નર્મદા, જેણે ફિલ્મોમાં જવા માટે પોતાનું નામ બદલીને ટીના આહુજા રાખ્યું છે. નર્મદાની અભિનય કારકિર્દી અત્યાર સુધી ફ્લોપ સાબિત થઈ છે. ગોવિંદાના પુત્રનું નામ યશવર્ધન આહુજા છે, જે ટૂંક સમયમાં ફિલ્મોમાં એન્ટ્રી કરી શકે છે.