2 કલાક પેહલા
- કૉપી લિંક
સિનિયર બોલિવૂડ એક્ટ્રેસ ગુડ્ડી મારુતિ તેની કોમિક ભૂમિકાઓ માટે જાણીતી છે. ગુડ્ડીએ તાજેતરમાં 90ના દાયકાના હિટ એક્ટર અક્ષય કુમાર અને ગોવિંદા સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો હતો. ગુડ્ડીએ ખુલાસો કર્યો કે જ્યારે ગોવિંદા છોકરીઓ સામે શરમાતો હતો, જ્યારે અક્ષય સેટ પર છોકરીઓ સાથે ફ્લર્ટ કરતો હતો.
ગુડ્ડી મારુતિએ ગોવિંદા વિશે કર્યો ખુલાસો ગુડ્ડી મારુતિએ યુટ્યુબર સિદ્ધાર્થ કાનનને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘બધા હીરો ચાલાક હતા, પરંતુ ગોવિંદા એવો નહતો. તે પોતાના કામમાં ખૂબ જ વ્યસ્ત રહેતો હતો. અમે કહેતા, ‘ચી ચી, કોઈ છોકરી બિકીનીમાં તમારી સામેથી પસાર થાય તો પણ તમે તેને નોટિસ નહીં કરો. તે ખરેખર એવો જ હતો, હંમેશા પોતાના કામમાં મગ્ન રહેતો. જો કોઈ એક્ટ્રેસ તેની સાથે ફલર્ટ કરે તો પણ ગોવિંદા શરમાઈ જતો.
‘અક્ષયને ઘણી ગર્લફ્રેન્ડ હતી’ 63 વર્ષીય ગુડ્ડી મારુતિએ અક્ષય કુમાર સાથે પણ ઘણું કામ કર્યું છે. ગુડ્ડીએ કહ્યું કે, અક્ષયને ઘણી ગર્લફ્રેન્ડ હતી. હું તેની બે-ત્રણ ગર્લફ્રેન્ડ વિશે જાણું છું. સેટ પર તેની સાથે કામ કરવાનો હંમેશા આનંદ આવતો. જો કે, ગુડ્ડી મારુતિએ ધ્યાન દોર્યું હતું કે અક્ષયે ક્યારેય બે-ત્રણ છોકરીઓને એકસાથે ડેટ નથી કરી, તેને હાર્ટબ્રેકર માનવામાં આવતો હતો. ગુડ્ડી મારુતિએ જૂના દિવસો યાદ કરતા કહ્યું કે અક્ષય સેટ પર પોતાના સંબંધોને ગુપ્ત રાખતો.
10 વર્ષની ઉંમરથી એક્ટિંગ કરી રહી છે ગુડ્ડી મારુતિ ગુડ્ડી મારુતિએ 10 વર્ષની ઉંમરે એક્ટિંગ શરૂ કરી હતી. ગુડ્ડીએ ‘ખિલાડી’, ‘શોલા ઔર શબનમ’, ‘આશિક આવારા’, ‘દુલ્હે રાજા’ અને ‘બીવી નંબર 1’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.