4 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ દિવસોમાં હંસલ મહેતા વેબ સિરીઝ ‘ગાંધી’માં કામ કરી રહ્યા છે. ગુરુવારે ‘હેરી પોટર’ સિરીઝ ફેમ એક્ટર ટોમ ફેલ્ટન આ સિરીઝમાં જોડાયા છે.
હેરી પોટર સિરીઝમાં ટોમે ડ્રેકો માલફોયનો રોલ નિભાવ્યો હતો. આ તેમનો પહેલો ભારતીય પ્રોજેક્ટ છે.
એક્ટર ટોમ ફેલ્ટને પોટર સિરીઝમાં ડ્રેકો માલફોયની ભૂમિકા ભજવી હતી
સિરીઝમાં 8 ઇન્ટરનેશનલ એક્ટરોને સિરીઝમાં કાસ્ટ કરવામાં
હંસલે આ સિરીઝમાં ટોમ અને 8 ઇન્ટરનેશનલ એક્ટર લિબી મે, મોલી રાઈટ, રાલ્ફ એડેની, જેમ્સ મુરે, લિન્ડન એલેક્ઝાન્ડર, જોનો ડેવિસ, સિમોન લેનનને પણ કાસ્ટ કર્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી.
આની જાહેરાત કરતા હંસલે તમામ કલાકારોના ફોટા પણ શેર કર્યા છે
આ સિરીઝ રામચંદ્ર ગુહાના પુસ્તકો પર આધારિત
આ સિરીઝમાં ‘સ્કેમ 1992’ ફેમ એક્ટર પ્રતીક ગાંધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના રોલમાં જોવા મળશે. તેઓ અગાઉ ગુજરાતી નાટક મોહન ‘નો મસાલો’માં પણ ગાંધીની ભૂમિકા ભજવી ચૂક્યા છે. ભામિની ઓઝા આ સિરીઝમાં કસ્તુરબા ગાંધીના રોલમાં છે.
આસિરીઝ ઈતિહાસકાર અને લેખક રામચંદ્ર ગુહાના બે પુસ્તકો ‘ગાંધી બિફોર ઈન્ડિયા’ અને ‘ગાંધીઃ ધ ઈયર્સ ધેટ ચેન્જ્ડ ધ વર્લ્ડ’ પર આધારિત છે.
પ્રતિક ગાંધી આ સિરીઝમાં લીડ રોલમાં જોવા મળશે
મેકર્સે કસ્તુરબાના લુકમાં અભિનેત્રી ભામિની ઓઝાનો આ ફોટો શેર કર્યો છે
યુકેમાં ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શેખર કપૂર સેટની મુલાકાત લેવા આવ્યા હતા. હંસલે તેની સાથેનો આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો
સાઉથ આફ્રિકા, યુકે અને ગુજરાતમાં શૂટિંગ થઈ રહ્યું છે
આ સિરીઝમાં ગાંધીજીના બાળપણથી લઈને રાષ્ટ્રપિતા બનવા સુધીની વાર્તા બતાવવામાં આવશે. નિર્માતાઓ તેનું શૂટિંગ ગુજરાત, દક્ષિણ આફ્રિકા અને યુકેમાં કરી રહ્યા છે.