12 કલાક પેહલા
- કૉપી લિંક
પ્રશાંત વર્માની ફિલ્મ ‘હનુમાન’ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ગ્લોબલ માર્કેટમાં પણ શાનદાર બિઝનેસ કરી રહી છે. શનિવારે તે ઉત્તર અમેરિકામાં 5મી સૌથી વધુ કમાણી કરનાર ટોલિવૂડ ફિલ્મ બની હતી. આ ફિલ્મે અત્યાર સુધી નોર્થ અમેરિકન બોક્સ ઓફિસ પર 30.34 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
માત્ર 20 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં તેના બજેટ કરતાં 7 ગણી વધુ કમાણી કરી છે
‘બાહુબલી 2’ આ લિસ્ટમાં હજુ પણ ટોપ પર
આ સાથે આ ફિલ્મે અલ્લુ અર્જુન, રામ ચરણ, મહેશ બાબુ અને પ્રભાસ જેવા સુપરસ્ટાર્સની ફિલ્મોના નોર્થ અમેરિકન બોક્સ ઓફિસ કલેક્શનનો રેકોર્ડ તોડ્યો છે. હવે આ લિસ્ટમાં ‘હનુમાન’થી આગળ ‘બાહુબલીઃ ધ બિગનિંગ’, ‘સાલાર’, ‘RRR’ અને ‘બાહુબલી 2’ જેવી ફિલ્મો છે. લિસ્ટમાં ‘બાહુબલીઃ ધ બિગનિંગ’ 70 કરોડના કલેક્શન સાથે ચોથા ક્રમે છે અને ‘બાહુબલી 2’ 172 કરોડના કલેક્શન સાથે ટોપ પર છે.
પોતાના કરતાં 10 ગણા મોટા બજેટવાળી ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો
રસપ્રદ વાત એ છે કે આ લિસ્ટમાં હનુમાને ‘આદિપુરુષ’ અને ‘સાહો’ જેવી ફિલ્મોને માત આપી છે જેનું બજેટ હનુમાનના બજેટ કરતાં 10 ગણું વધારે છે. આ સિવાય તેજા સજ્જા ‘હનુમાન’ પ્રથમ નોન-પ્રભાસ અને નોન-રાજામૌલી ટોલિવૂડ ફિલ્મ બની છે જેમણે અલ્લુ અર્જુન ‘આલા વૈકુંઠપુરમુલૂ’ નો રેકોર્ડ તોડ્યો છે.
‘હનુમાન’ એ 8 દિવસમાં ગ્લોબલ માર્કેટમાં 150 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું
માત્ર 8 દિવસમાં 5મું સ્થાન મેળવ્યું
જોઈએ તો આ ફિલ્મ રિલીઝ થયાના માત્ર 8 દિવસ બાદ જ આ લિસ્ટમાં પાંચમા સ્થાને આવી ગઈ છે. જો તે આ જ રીતે કમાણી કરશે તો તે આ લિસ્ટમાં વધુ આગળ વધી શકે છે. ભારતીય બોક્સ ઓફિસની વાત કરીએ તો આ ફિલ્મે અત્યાર સુધીમાં 114 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. તેની વૈશ્વિક કમાણી રૂ. 150 કરોડને પાર કરી ગઈ છે.
રામ ચરણ બીજા પાર્ટ ‘જય હનુમાન’માં જોવા મળશે.
દરમિયાન, એવી ચર્ચા છે કે મેકર્સે ‘હનુમાન’, ‘જય હનુમાન’ની સિક્વલ માટે સાઉથના સુપરસ્ટાર રામ ચરણનો સંપર્ક કર્યો છે. મેકર્સ ઈચ્છે છે કે તે ફિલ્મમાં શ્રી રામનો રોલ કરે. જો કે, હજુ સુધી આ મામલે ન તો મેકર્સ તરફથી અને ન તો રામ ચરણની ટીમ તરફથી કોઈ પુષ્ટિ થઈ છે.
રામ ચરણ અગાઉ સુપરહિટ ફિલ્મ ‘RRR’માં રામના અવતારમાં જોવા મળી ચૂક્યા છે
હનુમાનમાં હજુ 20 વાર્તાઓ ઉમેરવામાં આવશે
ફિલ્મ ‘હનુમાન’ પ્રશાંતના સિનેમેટિક યુનિવર્સનો પહેલો ભાગ છે. ડિરેક્ટર આ યુનિવર્સ હેઠળ 20 વાર્તાઓ દ્વારા 12 સુપરહીરોને આગળ રજૂ કરશે. જે આ યૂનિવર્સનો બીજો હપ્તો ‘અધીરા’ હશે. દક્ષિણના પ્રખ્યાત નિર્માતા ડીવીવી દાનૈયાનો પુત્ર કલ્યાણ આ ફિલ્મથી ડેબ્યૂ કરશે.