1 કલાક પેહલા
- કૉપી લિંક
સાઉથ સુપરસ્ટાર પવન કલ્યાણની આગામી ફિલ્મ ‘હરિ હર વીરા મલ્લુ’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. નિર્માતાઓએ આ ફિલ્મના પહેલા પાર્ટનું નામ ‘સ્વોર્ડ વર્સિસ સ્પિરિટ’ રાખ્યું છે.
આ પીરિયડ ડ્રામા ફિલ્મમાં પવન કલ્યાણ તલવારના મુદે ન્યાય આપતો જોવા મળે છે. વિલન બનેલો બોબી દેઓલ ફરી બધાને ડરાવતો જોવા મળ્યો.

મુઘલો સાથે પવન કલ્યાણ લડતો જોવા મળશે
1 મિનિટ 37 સેકન્ડના આ ટીઝરમાં પવન કલ્યાણના રોલને યોદ્ધા તરીકે રજૂ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તે ન્યાય માટે મુઘલો સાથે લડતો જોવા મળશે. આ સાથે તે ફિલ્મમાં મુઘલો પાસેથી કોહિનૂર હીરાની ચોરી કરવાનો પ્રયાસ કરતો પણ જોવા મળશે.
ટ્રેલરમાં સૌથી ખાસ ઝલક બોબી દેઓલના રોલની હતી. એક્ટર ક્રૂર મુઘલ શાસક ઔરંગઝેબના રોલમાં જોવા મળશે.

આ ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થશે
લગભગ 200 કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી આ ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થશે. ફિલ્મમાં પવન અને બોબી ઉપરાંત નિધિ અગ્રવાલ, નોરા ફતેહી, વિક્રમજીત વિર્ક અને નરગીસ ફખરી જેવા કલાકારો જોવા મળશે. ફિલ્મનું સંગીત ‘RRR’ ફેમ એમએમ કિરવાનીએ આપ્યું છે.

બોબી સાઉથની બીજી ફિલ્મ ‘કંગુવા’માં પણ વિલનની ભૂમિકામાં જોવા મળશે.
બોબી ‘કંગુવા’માં પણ વિલનની ભૂમિકા ભજવશે.
ગત વર્ષે રિલીઝ થયેલી ‘એનિમલ’ની સફળતા પછી બોબી બેક ટુ બેક વિલનની ભૂમિકામાં જોવા મળશે. ‘હરિ હર વીરા મલ્લુ’ સિવાય તે ફિલ્મ ‘કંગુવા’માં પણ વિલનની ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર સૂર્યા લીડ રોલમાં હશે. દિશા પટણી અને બોબી દેઓલ આ ફિલ્મથી તમિલમાં ડેબ્યુ કરી રહ્યા છે. જગપતિ બાબુ, યોગી બાબુ અને કેએસ રવિકુમાર સહિત ઘણા કલાકારો તેમાં જોવા મળશે.