14 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગયા વર્ષે રિલીઝ થયેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળેલા રણબીર કપૂરે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેના પરિવાર સાથેના સંબંધો વિશે ચર્ચા કરી હતી. આ ઈન્ટરવ્યુમાં રણબીરે પોતાની કેસેનોવા ઈમેજ વિશે પણ વાત કરી અને કહ્યું કે, તેણે ઘણા વર્ષોથી ચીટરના ટેગનો સામનો કર્યો છે.
આ વાત નિખિલ કામતના ‘પીપલ બાય WTF’ પોડકાસ્ટમાં રણબીરે ઈન્ટરવ્યુ દરમિયાન જણાવી હતી. મેકર્સે તાજેતરમાં આ આગામી એપિસોડનું ટ્રેલર રિલીઝ કર્યું છે.
ઈન્ટરવ્યુમાં રણબીરે તેના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો વિશે વાત કરી હતી.
પિતા સામે કયારેય નજર ઊંચી કરીને જોયું નથી: રણબીર
ઈન્ટરવ્યુમાં જ્યારે રણબીરને તેના બાળપણ વિશે અને તેના પિતા સાથેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે એક્ટરે કહ્યું, ‘મારા પિતા શોર્ટ ટેમ્પર્ડ પરંતુ ખૂબ સારા વ્યક્તિ હતા. મેં તેમની આંખોનો રંગ પણ ક્યારેય જોયો નથી. હું હંમેશા માથું ઝુકાવીને તેમની સામે ઊભો રહ્યો. તેમને ક્યારેય ના પણ નથી કહ્યું. તેમણે જે કહ્યું તે મેં ચુપચાપ સ્વીકારી લીધું.
પિતા ઋષિ કપૂર અને માતા નીતુ કપૂર સાથે રણબીર.
‘હું સરળતાથી રડતો નથી’
આ અવસર પર રણબીરે એમ પણ કહ્યું કે તે પોતાની જાતને વ્યક્ત કરી શકતો નથી અને તે સરળતાથી રડી શકતો નથી. એક્ટરે જણાવ્યું કે એક સમયે તેણે થેરાપી પણ અજમાવી હતી. તેણે કહ્યું કે તે થેરાપીની વિરુદ્ધ નથી, તે માત્ર ખુલીને વાત કરવાથી ડરે છે.
હજુ પણ ચીટરના ટેગનો સામનો કરી રહ્યો છું: રણબીર
રણબીરે તેની ડેટિંગ લાઈફ વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું, ‘મેં બે ખૂબ જ સફળ અભિનેત્રીઓને ડેટ કરી હતી જે મારી ઓળખ બની હતી. મને કેસેનોવા અને ચીટર તરીકે ટૅગ કરવામાં આવ્યો હતો. હું વર્ષોથી આ ટેગ સાથે જીવી રહ્યો છું. આજે પણ આ બંને ટેગ મારી સાથે છે. મને ખરાબ લાગે છે, પણ પછી હું મારી જાતને સમજાવું છું.
રણબીરે થોડા સમય માટે દીપિકા પાદુકોણ અને પછી કેટરિના કૈફને ડેટ કરતો હતો.
‘દીપિકા-સોનમ’એ ચર્ચા કરી હતી
રણબીર દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફને ડેટ કરી ચૂક્યો હતો. દીપિકા અને સોનમ કપૂર બંનેએ ‘કોફી વિથ કરન’માં રણબીરની ડેટિંગ લાઇફ વિશે ચર્ચા કરી હતી, જેના પછી તેને ‘કેસેનોવા’નું ટેગ મળ્યું હતું.
‘રાહાને મસ્તી કરવા માટે મારી યાદ આવે છે’
દીકરી રાહા વિશે રણબીરે કહ્યું કે જ્યારે તેનો જન્મ થયો ત્યારે એવું લાગ્યું કે જાણે મેં મારા હૃદયનો ટુકડો મારા ખોળામાં લીધો છે. તે આલિયાને પોતાનો ભાગ માને છે પરંતુ જ્યારે મસ્તી કરવી હોય ત્યારે તે મને શોધે છે.
પુત્રી રાહા અને પત્ની આલિયા ભટ્ટ સાથે રણબીર કપૂર.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં રણબીર નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે રામના રોલમાં જોવા મળશે. આમાં તેની સામે સાઉથની એક્ટ્રેસ સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં હશે.