15 મિનિટ પેહલા
- કૉપી લિંક
હિના ખાન અને રોકી જયસ્વાલ છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેએ હજુ સુધી લગ્ન નથી કર્યા, પરંતુ બંને સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. આ વખતે પણ કંઈક આવું જ બન્યું. હિનાએ રસોઈ રિયાલિટી શો ‘સેલિબ્રિટી માસ્ટરશેફ’ માં પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને બધાની સામે રોકીને ‘આઈ લવ યુ’ કહ્યું.
રોકી શું બોલ્યો? વીડિયોની શરૂઆતમાં, રોકી કહે છે, “હિના કહે છે કે હું તેને ઘર જેવું અનુભવ કરાવું છું, તે જાણતી નથી કે તે મારું ઘર છે. મારી આખી દુનિયા તેની આસપાસ છે. મારો આખો વિચાર, મારું મન, મારી દુનિયા ફક્ત તે જ છે. આ સિવાય, મારા માટે બીજું કંઈ મહત્ત્વનું નથી. મને નથી લાગતું કે મેં ક્યારેય હિના કરતાં બહાદુર વ્યક્તિ જોઈ છે, અને હું અતિશયોક્તિ કરી રહ્યો નથી.”

હિના ઇમોશનલ થઈ રોકીની વાત સાંભળીને હિના ઇમોશનલ થઈ જાય છે, તે રોકીને ભેટી જાય છે અને કહે છે- ”આઈ લવ યુ”
હેલ્થ અપડેટ હિના ખાન હાલમાં સ્ટેજ 3 કેન્સર સામે લડી રહી છે. તેને સતત કીમોથેરાપી કરાવવી પડે છે. એક્ટ્રેસ ઘણીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ આપતી રહે છે. તાજેતરમાં, તેણે એક તસવીર શેર કરી જેમાં તેના સૂકા નખ દેખાઈ રહ્યા હતા. હિનાએ જણાવ્યું કે કીમોથેરાપીને કારણે તેના નખ સુકાઈ ગયા છે અને ક્યારેક તે તૂટી પણ જાય છે.