44 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફેમસ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનો ફેશન શો દરેક જગ્યાએ ચર્ચામાં રહે છે. ‘નમો ભારત: વોક ફોર કરેજ, વોક ફોર સર્વિસ અને વોક ફોર હેરિટેજ’ નામની ઈવેન્ટમાં મનોરંજન જગતની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. સોનાલી બેન્દ્રે, તાહિરા કશ્યપ, કાર્તિક આર્યન, હિના ખાન અને તૃપ્તિ ડિમરી જેવા સેલેબ્સની હાજરી જોવા મળી હતી. આ ઇવેન્ટનો હિના ખાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હિના પડતી-પડતી બચે છે ત્યારે કાર્તિક આર્યન તેને ટેકો આપતો જોવા મળી રહ્યો છે.
ટેલિવિઝન અભિનેત્રી હિના ખાન હાલમાં કેન્સર સામે ઝઝૂમી રહી છે, તેણે પણ શાનદાર રીતે રેમ્પ વોક કર્યું હતું. આ ઘટનાની અનેક ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. એવામાં વધુ એક વીડિયોમાં હિના કાર્તિક આર્યનને મળી રહી હતી ત્યારે તેનું બેલેન્સ ડગમગે છે. કાર્તિકે તેને ટેકો આપ્યો અને તેની સંભાળ લીધી હતી. હિના લગભગ સ્ટેજ પર પડતા પડતા બચી છે.
હિના ખાન માંડ-માંડ બચી! પિંકવિલાનો વીડિયો વાયરલ થતાં જ લોકોએ હિનાની હિંમત અને ધૈર્યની ખૂબ જ પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું કે, ‘આટલા મુશ્કેલ સમયમાં આટલી શાંતિ અને ગરિમા અને આટલી હિંમતથી પોતાને સંભાળવા બદલ તેમને અભિનંદન. હિના શેર ખાન છે, જલ્દી સ્વસ્થ થઇ જાય! તમે ઘણા લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છો.
ઇવેન્ટમાં હિનાએ સુંદરતાનો જલવો વિખેર્યો જ્યારે હિના ખાને કેન્સરની સારવાર દરમિયાન રેમ્પ વોક કર્યું ત્યારે તે એક ઉદાહરણ બની હતી. ઇવેન્ટમાં તેણીએ ગુલાબી સલવાર સૂટ પહેર્યો હતો. જેમાં ટ્રાન્સપરન્ટ દુપટ્ટા સાથે ભરચક ઝરી વર્ક પણ હતું. હિનાએ સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ, ગજરા, બંગડીઓ અને કેટલીક વીંટી સાથે તેની સુંદરતાનો જલવો વિખેર્યો હતો. તેણીએ ગ્લેમરસ મેકઅપ સાથે તેના દેખાવને પણ વધુ આર્કષક બનાવ્યો હતો.
હિના કેન્સરની સારવાર ચાલી રહી છે હિના ખાન હાલમાં બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે. અત્યંત પીડા સહન કરવાથી લઈને કીમોથેરાપી કરાવવા સુધી, તેને ઘણું બધું જોયું છે પરંતુ તેના હિંમતવાન વ્યક્તિત્વથી લોકો તેના વખાણ કરી રહ્યા છે. હિનાના ફેન્સ તેને સતત સપોર્ટ કરી રહ્યા છે.