57 મિનિટ પેહલા
- કૉપી લિંક
બેલ્જિયમના અભિનેત્રી અને પ્રથમ ફિલ્મ માટે જ પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ જીતનારા એમિલી ડેક્વેનનું 43 વર્ષની વયે નિધન થયું. તેણીએ વર્ષ 2023માં પોતે કેન્સરથી પીડિત હોવાનું જાહેર કર્યું હતું. રવિવારે સાંજે પેરિસની એક હોસ્પિટલમાં તેણીનું અવસાન થયું હતું.
એક્ટ્રેસ એમિલીનું 43 વર્ષની વયે અવસાન એક્ટ્રેસ એમિલી ડેક્વેનને વર્ષ 1999માં આવેલી પોતાની પ્રથમ ફિલ્મ ‘રોસેટા’ માટે કાન બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. તેણીના એજન્ટ ડેનિયલ ગેને ફ્રાંસની ન્યૂઝ એજન્સી ‘એજન્સ ફ્રાન્સ પ્રેસ‘ને અભિનેત્રીના નિધન વિશે માહિતી આપી હતી.

એમિલી 2009 માં ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ માં જોવા મળી હતી.
એક્ટ્રેસે 12 વર્ષની ઉંમરે નાટક શીખવાનું શરૂ કર્યું હતું એમિલી ડેક્વેનનો જન્મ 29 ઓગસ્ટ, 1981ના રોજ થયો હતો. તેણે નાની ઉંમરે બેલ્જિયમના બૌડોર સ્થિત એકેડેમી ઓફ મ્યૂઝિક એન્ડ સ્પોકન વર્ડમાં અભ્યાસ શરૂ કર્યો હતો. 12 વર્ષની ઉંમરે, તેણે નાટક શીખવાનું શરૂ કર્યું અને ‘લા રેલેવ’ થિયેટર ગ્રુપમાં પણ જોડાઈ હતી.
17 વર્ષની ઉંમરે તેણે પહેલી ફિલ્મ ‘રોસેટા’ કરી હતી એક્ટ્રેસને 17 વર્ષની ઉંમરે ‘રોસેટા’ ફિલ્મમાં પ્રથમ રોલ મળ્યો હતો. 2000ના દાયકામાં એમિલી નિર્માતાઓ અને દિગ્દર્શકો દ્વારા સૌથી વધુ પસંદ કરવામાં આવતી એક્ટ્રેસોમાંની એક હતી. તે ક્રિસ્ટોફ ગેન્સની ઐતિહાસિક થ્રિલર ફિલ્મ ‘ધ બ્રધરહુડ ઓફ ધ વુલ્ફ’ અને ક્લાઉડ બેરીની ફિલ્મ ‘ધ હાઉસ કીપર’માં પણ જોવા મળી હતી.

‘ધ બ્રિજ ઓફ સાન લુઈસ રે‘થી હોલિવૂડની ફિલ્મોમાં કામ શરૂ કર્યું
એમિલીની ફેમસ ફિલ્મ “ધ ગર્લ ઓન ધ ટ્રેન” 2009 માં રિલીઝ થઈ હતી એમિલીએ મેરી મેકગુકિયનની કોસ્ચ્યુમ ડ્રામા ‘ધ બ્રિજ ઓફ સાન લુઈસ રે’થી અંગ્રેજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં ગેબ્રિયલ બાયર્ન, રોબર્ટ ડી નીરો અને કેથી બેટ્સ પણ જોવા મળ્યાં હતાં. આ સિવાય એક્ટ્રેસે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની કેટલીક પ્રખ્યાત ફિલ્મોમાં 2009માં રિલીઝ થયેલી “ધ ગર્લ ઓન ધ ટ્રેન” અને 2012માં રિલીઝ થયેલી “અવર ચિલ્ડ્રન”નો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ તેમને વધુ ઓળખ અને પુરસ્કારો અપાવ્યાં હતાં.

‘ધ થિંગ્સ વી સે’, ‘ધ થિંગ્સ વી ડુ’ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો સીઝર એવોર્ડ મળ્યો હતો.
ઘણી ફિલ્મો માટે એવોર્ડ જીત્યાં એમિલી તાજેતરમાં એમેન્યુએલ મોરેટના કપલ ડ્રામા ‘ધ થિંગ્સ વી સે, ધ થિંગ્સ વી ડુ’ માં જોવા મળી હતી. જેના માટે તેણીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો સીઝર એવોર્ડ (ફ્રાન્સનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર) મળ્યો હતો. એમિલી છેલ્લે ગયા વર્ષે ડ્રામા ટી.કે.ટી.માં મોટા પડદા પર જોવા મળી હતી. આ નાટક બેલ્જિયમની એક હાઇસ્કૂલ પર આધારિત છે. આમાં, એક્ટ્રેસે એક યુવાન પીડિતાની માતાની ભૂમિકા ભજવી હતી, જે કોમામાં જતી રહે છે.