મુંબઈ30 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારી/ અભિનવ ત્રિપાઠી
- કૉપી લિંક
લેખક જે વાર્તા લખે છે એ મુજબ દિગ્દર્શક ફિલ્મો બનાવે છે. આ લગભગ એક સ્વતંત્ર પ્રક્રિયા છે. જોકે OTT પર આવતા શો અને ફિલ્મોનું નિર્માણ થોડું અલગ રીતે કરવામાં આવે છે. OTT પ્લેટફોર્મની પોતાની પ્રોડક્શન ટીમ છે. એક થિંક ટેન્ક છે, જે દિવસ-રાત નવા વિષયો પર સંશોધન કરે છે.
OTT પ્લેટફોર્મના કન્ટેન્ટ માટે પસંદગી પ્રક્રિયા શું છે? તેઓ કેવી રીતે કમાણી કરે છે? ઓરિજિનલ કન્ટેન્ટ શું છે? ફિલ્મ મેકર્સ સાથે તેમના કરાર કેવા છે? રીલ ટુ રિયલના આ એપિસોડમાં આપણે આ મુદ્દાઓ વિશે વાત કરીશું. આ માટે ડિઝની હોટસ્ટારના કન્ટેન્ટ હેડ ગૌરવ બેનર્જી અને ઘણા શો બનાવી ચૂકેલા ફિલ્મ-નિર્માતા નીરજ પાંડે સાથે વાત થઇ હતી.
ગૌરવે કહ્યું હતું કે શો ચલાવવા માટે કોઈ સ્ટારની જરૂર નથી. સ્ટારની હાજરીથી ફિલ્મોને ફાયદો થઈ શકે છે, પરંતુ વેબ શોને એનાથી કોઈ ફાયદો થતો નથી. વેબ શો સાતથી આઠ કલાકના હોય છે, જો ખોટું કાસ્ટિંગ કરવામાં આવ્યું હોય તો તમે ક્યાંક ખુલ્લા પડી જશો.
કન્ટેન્ટ સિલેક્શનની પ્રોસેસ શું છે?
ગૌરવ બેનર્જીએ કહ્યું, ‘હું મારી આસપાસના લોકો સાથે વાત કરું છું. હું લોકોના ઘરે જાઉં છું. હું તેમને પૂછું છું કે તેઓ વધુ શું જોવા માગે છે. લોકો સાથે વાત કરીને આપણે સમજીએ છીએ કે તેઓ કયા પ્રકારનું કન્ટેન્ટ જોવા માગે છે. આપણે પ્રેક્ષકોને ક્યારેય ગ્રાન્ટેડ ન લેવા જોઈએ. તેઓ શું ઇચ્છે છે તેમનું વર્ઝન આપણે જાણવું જોઈએ.
કન્ટેન્ટ સારું મળે એ માટે રિસર્ચ ટીમ સતત કામ કરે છે
તેમણે કહ્યું, ‘ક્યારેક હું સિનેમા હોલમાં જાઉં છું અને દર્શકોનો પ્રતિભાવ જોઉં છું. કોઈપણ ફિલ્મ માટે તેનો મૂડ કેવો છે એના પર હું ખૂબ ધ્યાન રાખું છું. આ સિવાય અમારી પાસે ઘણી મોટી ટીમ પણ છે.
બેસ્ટ કન્ટેન્ટ લોકો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરવા તેઓ દિવસ-રાત સંશોધન કરે છે. હું મીડિયા પર્સન રહ્યો છું. દરરોજ આપણે જાણતા હતા કે આજના તાજા સમાચાર શું છે. અમે દરરોજ નવી રીતે સમાચાર લખવા માગતા હતા. આવી જ રીતે અમે દરરોજ નવું કન્ટેન્ટ શોધવામાં વ્યસ્ત છીએ.
OTT પ્લેટફોર્મ પર ફિલ્મ-નિર્માતાઓ દ્વારા અમુક પૈસા મોકલવામાં આવે છે
અગાઉ ફિલ્મ-નિર્માતાઓએ ફક્ત એ જ વિચારવાનું હતું કે તેઓ તેમની ફિલ્મોનું વિતરણ કેવી રીતે કરશે. હવે તેમની પાસે એ પડકાર પણ છે કે તેઓ કયા OTT પ્લેટફોર્મ પર તેમની ફિલ્મો લાવશે.
નીરજ પાંડે કહે છે, ‘ ફિલ્મ-નિર્માતાઓ અમને રકમ મોકલે છે, અમે OTT પ્લેટફોર્મ સાથે ડીલ કરીએ છીએ, જે અમારા બજેટને સમજે છે. આ એક સરળ પ્રક્રિયા છે. આ વિશે બહુ વિચારવાની જરૂર નથી. ‘સ્પેશિયલ ઑપ્સ’ દરમિયાન અમે માત્ર 10 મિનિટમાં સોદો કર્યો હતો.
મોટા સ્ટાર્સના કાસ્ટિંગને કારણે જ શો હિટ જશે એવો કોઈ માપદંડ નથી
શું મોટા સ્ટાર્સને કાસ્ટ કરવાથી વેબ શો ચલાવવાની શક્યતા વધુ બને છે? જવાબમાં નીરજ પાંડેએ કહ્યું, ‘વેબ શોમાં કાસ્ટિંગ મોટી ભૂમિકા ભજવે છે. તમે ગમે તેટલો મોટો સ્ટાર લાવો, જો તે સ્ક્રિપ્ટ પ્રમાણે ફિટ ન થાય તો સમજવું કે કામ પૂરું થઈ ગયું છે.
શોને હિટ બનાવવા માટે મોટા સ્ટાર્સને કાસ્ટ કરવાનો માપદંડ નથી. હા, ફિલ્મોમાં આવું ચોક્કસ બને છે. જો કોઈ સ્ટાર 2 કલાકની ફિલ્મમાં 30 મિનિટ માટે પણ સ્ક્રીન પર આવે તો તે ફિલ્મને હિટ બનાવી શકે છે, પરંતુ વેબ શોમાં આવું થતું નથી. તેમની લેન્થ મોટી છે, જો તમે ખોટું કાસ્ટિંગ કર્યું છે, તો તમે એક કે બે એપિસોડ પછી એક્સપોઝ થઇ જશો.
ગૌરવે જણાવ્યું હતું કે ‘સ્પેશિયલ ઓપ્સ’ અને અજય દેવગનની વેબસિરીઝ ‘રુદ્ર’નું બજેટ ઘણી મોટી ફિલ્મોના બજેટ કરતાં વધુ છે. આ બંને શોનું અંદાજિત બજેટ 100 કરોડ રૂપિયાથી વધુ છે.
મેકર્સ વાર્તાઓ લઈને આવે છે, જો બધું બરાબર રહ્યું તો ડીલ થઈ જાય છે
ગૌરવે કહ્યું હતું કે મેકર્સ તેમની પાસે વાર્તાઓ અને આઈડિયા લઈને આવે છે. તે અને તેમની ટીમ આ વિચારો પર વિચાર કરે છે. જો સમજાય તો ડીલ થાય છે, પછી એનું પ્રી-પ્રોડક્શન શરૂ થાય છે. જે ફિલ્મો સીધી OTT પર આવે છે એની પણ આ જ પ્રક્રિયા હોય છે.
પ્રથમ થિયેટરોમાં રિલીઝ થનારી ફિલ્મોના નિર્માણમાં OTT પ્લેટફોર્મની કોઈ ભૂમિકા નથી. તેમના અધિકારો ખરીદવામાં આવ્યા છે. આ ડીલ ફિલ્મ બનાવનાર પ્રોડક્શન હાઉસ અને OTT પ્લેટફોર્મ વચ્ચે કરવામાં આવી છે.
કેવી રીતે જાણવું કે OTT શો હિટ છે કે ફ્લોપ? ગૌરવે કહ્યું, ‘તમે ઓરમેક્સના રિપોર્ટમાં જુઓ છો કે હોટસ્ટારના ચારથી પાંચ શો ચોક્કસપણે ટોપ-10માં સ્થાન મેળવશે. આ દર્શાવે છે કે આપણા શો સારી રીતે ચાલી રહ્યા છે.
OTTનું આખું નામ ‘ઓવર ધ ટોપ’ છે. સરળ શબ્દોમાં કહીએ તો એ એક માધ્યમ છે જે ઑનલાઇન સ્ટ્રીમિંગ સેવા પ્રદાન કરે છે. આપણે એને ફોન, ટીવી, ટેબ્લેટ અને કોમ્પ્યુટર પર એક્સેસ કરી શકીએ છીએ. જોકે એની શરૂઆત 2008માં જ થઈ હતી, પરંતુ 2015 સુધીમાં તેમણે આપણા જીવનમાં અગત્યનું સ્થાન લઈ લીધું છે.
પહેલીવાર નેટફ્લિક્સ અને હોટસ્ટાર જેવું કંઈક સાંભળ્યું. Jioના આગમન પછી OTTની લોકપ્રિયતા વધવા લાગી. લોકોને ફ્રી ઈન્ટરનેટ મળવા લાગ્યું. આ કારણે ઘણા વધુ OTT પ્લેટફોર્મ માર્કેટમાં આવ્યા. જોકે અસલી ગ્રોથ તો કોરોનાના સમય દરમિયાન 2019માં જોવા મળી હતી.
લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં જ બેઠા હતા. આ સમયગાળા દરમિયાન OTT પ્લેટફોર્મના વ્યૂઅરશિપમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. એ સમયે સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’ અને અક્ષય કુમારની ‘કઠપૂતલી’ જેવી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થવાને બદલે સીધી OTT પર રિલીઝ થતી હતી.
લોકડાઉન દરમિયાન કેટલીક વેબસિરીઝ પણ બનાવવામાં આવી હતી, જે ફક્ત ફોન પર શૂટ કરવામાં આવી હતી. ‘ધ ગોન ગેમ’ અને ‘વકાલત ફ્રોમ હોમ’ જેવા શો એનાં ઉદાહરણો છે.
12th ફેલની ડીલ અગાઉ કરવામાં આવી ન હતી, બાદમાં સ્ટ્રીમ થઇ ત્યારે રેકોર્ડ બન્યા
હોટસ્ટાર પર કઈ ફિલ્મો અને ટીવી સિરીઝ સ્ટ્રીમ થશે એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? એના જવાબમાં ગૌરવે કહ્યું, ‘એનું એક જ પેરામીટર છે. અમે એવી ફિલ્મો ખરીદીએ છીએ, જેની વાર્તા અમને ગમે છે. હાલનું ઉદાહરણ લો, 12th ફેલ એવી ફિલ્મ હતી, જેમાં મોટા સ્ટાર્સ નહોતા. ફિલ્મની શરૂઆત પણ કંઈ ખાસ રહી ન હતી. જોકે એને માઉથ પબ્લિસિટીને કારણે ઘણો ફાયદો થયો છે.
વિધુ વિનોદ ચોપરાએ કોરોનાના સમયમાં એની સ્ક્રિપ્ટ મને સંભળાવી હતી. મને વાર્તા ગમી, પરંતુ મેં વધુ વાત આગળ વધારી ન હતી. જોકે મેં એડિટિંગ પછી લગભગ ત્રણવાર ફિલ્મ જોઈ. પછી મેં નક્કી કર્યું કે અમે આ ફિલ્મ હોટસ્ટાર પર પણ લાવીશું. તમે એના પર વિશ્વાસ નહીં કરો, પરંતુ તેણે OTT પર વ્યૂઅરશિપનો રેકોર્ડ બનાવ્યો.
2015 પછી OTT પર મોટી અને લાંબી વાર્તાઓ આવવા લાગી
ગૌરવ બેનર્જીએ કહ્યું, ‘2015માં પહેલીવાર અમે વિચાર્યું કે મોટી અને લાંબી વાર્તાઓને OTT પર લાવવી જોઈએ. અત્યારસુધી લોકો માનતા હતા કે સ્ટ્રીમિંગની દુનિયામાં માત્ર ઓછું કન્ટેન્ટ જ બતાવવામાં આવે છે. અમારા મનમાં એક સિનેમેટિક વિઝન ચાલી રહ્યું હતું. અમે આ માટે નીરજ પાંડેનો સંપર્ક કર્યો.
અમે ઈચ્છતા હતા કે નીરજ પાંડે એવી વાર્તાઓ લઈને આવે, જે બંને મોટી હોય અને જેનું લેવલ પણ ઘણું ઊંચું હોય. પછી નીરજ પાંડેએ અમને સ્પેશિયલ ઑપ્સ કર્યા.
કેકે મેનન સ્ટારર વેબ શો સ્પેશિયલ ઓપ્સની બે સીઝન આવી ગઈ છે.
OTT પર નાના કલાકારોને મોટી ઓળખ મળી. ફિલ્મોમાં સંઘર્ષ કરનારા કલાકારોને અહીં સારી રીતે એક્સપોઝર મળ્યું. વિક્રાંત મેસી, શ્વેતા ત્રિપાઠી, રસિકા દુગ્ગલ, અર્જુન માથુર, જયદીપ અહલાવત, કેકે મેનન અને વિજય વર્મા જેવા કલાકારોને અહીં સારી ઓળખ મળી.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં અજય દેવગન, મનોજ બાજપેયી, પંકજ ત્રિપાઠી, સુષ્મિતા સેન, શાહિદ કપૂર, કાજોલ, તમન્નાહ ભાટિયા, કરીના કપૂર અને આલિયા ભટ્ટ જેવા મોટા સ્ટાર્સે પણ ફિલ્મો અને શો દ્વારા OTT પર પોતાની હાજરીનો અનુભવ કરાવ્યો છે.