17 મિનિટ પેહલા
- કૉપી લિંક
હ્રિતિક રોશને તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે દુબઈમાં નવું વર્ષ ઉજવ્યું. હવે બંને મુંબઈ પરત ફર્યા છે. આ દરમિયાન તે એરપોર્ટ પર રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યો હતો. બંનેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને ફેન્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
હ્રિતિક અને સબા આજે એટલે કે રવિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે હ્રિતિક સબાના ખભા પર હાથ રાખીને ચાલી રહ્યો હતો. આ દરમિયાન એક્ટર સબા આઝાદને પ્રોટેક્ટ કરતા પણ જોવા મળ્યો હતો.
2014માં હ્રિતિક અને સુઝેનના છૂટાછેડા થઈ ગયા હતા હ્રિતિક રોશન અને સુઝેન ખાનના વર્ષ 2014માં છૂટાછેડા થઈ ગયા હતા. પત્નીથી અલગ થયા બાદ હ્રિતિક છેલ્લા બે વર્ષથી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. હ્રિતિક અને સબા વચ્ચે 17 વર્ષનો તફાવત છે.
હૃતિક ‘વોર 2’માં જોવા મળશે ફિલ્મોની વાત કરીએ તો હૃતિક રોશન છેલ્લે દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘ફાઈટર’માં જોવા મળ્યો હતો. હાલમાં રિતિક ‘વોર 2’નું શૂટિંગ કરી રહ્યો છે. આમાં તે જુનિયર એનટીઆર સાથે જોવા મળશે. જુનિયર એનટીઆર આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.