2 કલાક પેહલા
- કૉપી લિંક
આજે “પરીક્ષા પે ચર્ચા 2025” ના બીજા એપિસોડમાં, બોલિવૂડ એક્ટ્રેસ અને મેન્ટલ હેલ્થ એડવોકેટ દીપિકા પાદુકોણ બાળકો સાથે વાત કરતી જોવા મળી હતી. આ એપિસોડ સવારે 10 વાગ્યે રિલીઝ થયો છે દીપિકાએ બાળકોને તણાવથી દૂર રહેવા માટે કેટલીક ટિપ્સ આપી છે અને તેના જીવનની કેટલીક વાતો પણ શેર કરી છે જે વિદ્યાર્થીઓને કંઈક શીખવામાં મદદ કરશે.
‘મને મરી જવાનું મન થતું’
આ ક્રમમાં દીપિકાએ કહ્યું, ‘હું બસ કામ કરતી રહી અને એક દિવસ એવો આવ્યો જ્યારે હું બેહોશ થઈ ગઈ અને થોડા દિવસો પછી મને ખ્યાલ આવ્યો કે હું ડિપ્રેશનથી પીડાઈ રહી છું.આ વિશે મેં લાંબા સમય સુધી કોઈની સાથે વાત શેર કરી નહીં પણ જ્યારે મારી મમ્મી આવી ત્યારે હું રડવા લાગી. તેને મે કહ્યું કે મને સમજાતું નથી કે મારે શું કરવું. મને લાગે છે કે મારે હવે જીવવાની જરૂર નથી.’
બાળકો સાથે 5-4-3-2-1 ગેમ રમી
દીપિકાએ બાળકો સાથે 5-4-3-2-1 ગેમ રમી. આ રમતના નિયમો સરળ છે.
- તમે અત્યારે જોઈ શકો છો એવી 5 વસ્તુનાં નામ આપો.
- 4 વસ્તુ, જેને તમે હમણાં સ્પર્શી શકો છો.
- 3 વાત, જે તમે સાંભળી શકો છો.
- 2 વસ્તુ, જેને તમે સૂંઘી શકો છો.
- 1 વસ્તુ જેને તમે ચકાસી શકો છો.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/12/dipika2_1739340859.jpg)
બાળકોને નબળાઈ અને શક્તિઓ વિશે લખવાનું કહ્યું
દીપિકાએ બાળકોને એક પ્રવૃત્તિમાં સામેલ કર્યા. તેમણે બાળકોને કાગળ પર પોતાની તાકાત અને નબળાઈ વિશે લખવા કહ્યું. તેમણે કહ્યું કે આનાથી તમને તમારી શક્તિઓ શું છે અને તમારે કઈ બાબતો પર કામ કરવાની જરૂર છે તે વિશે સ્પષ્ટતા મળે છે.
તણાવનો સામનો કરવામાં ધ્યાન, કસરત મદદરૂપ થાય છે એક વિદ્યાર્થીએ દીપિકાને પૂછ્યું- આપણે તણાવનો સામનો કેવી રીતે કરીએ છીએ? દીપિકાએ કહ્યું- એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો જેના પર તમારું નિયંત્રણ છે. જેમ કે હું તૈયાર છું કે નહીં. તમે ધ્યાન કરી રહ્યા છો કે કસરત કરી રહ્યા છો કે નહીં, તમારાં માતાપિતા સાથે વાત કરો. આ બધું તમારા નિયંત્રણમાં છે. જીવનમાં શું કરવું તે સ્પષ્ટ હોવું જોઈએ. તમે નિષ્ફળ જશો, તેવું દરેક સાથે થાય છે. પણ આનંદ માણો.’
![દીપિકાએ સારા માનસિક સ્વાસ્થ્ય માટે ઊંઘ, પૂરતો સૂર્યપ્રકાશ અને તાજી હવાનું મહત્ત્વ સમજાવ્યું.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/12/dp_1739336035.jpg)
દીપિકાએ સારા માનસિક સ્વાસ્થ્ય માટે ઊંઘ, પૂરતો સૂર્યપ્રકાશ અને તાજી હવાનું મહત્ત્વ સમજાવ્યું.
‘ડિપ્રેશનને હેન્ડલ કરતા શીખો’
દીપિકાએ કહ્યું- ‘આપણે તૈયારી કરી શકીએ છીએ, સૂઈ શકીએ છીએ, કસરત કરી શકીએ છીએ, ધ્યાન કરી શકીએ છીએ. શાળા, શાળા પછી રમતગમત, મોડેલિંગ અને પછી ફિલ્મો. એક દિવસ એવો આવ્યો જ્યારે હું કામ કરતી વખતે બેહોશ થઈ ગઇ. મને ખબર પડી કે હું ડિપ્રેશનથી પીડાઈ રહી છું.’
આ એવી વસ્તુ હતી જે આપણે જોઈ શકતા નથી. ઘણા સમય સુધી આ વાત કોઈની સાથે શેર ન કરી. મમ્મી આવી અને જે દિવસે તેઓ જતાં હતાં, તે દિવસે હું રડવા લાગી. જ્યારે તેમણે મને પૂછ્યું, ત્યારે મેં તેને કહ્યું કે હું હતાશ અને નિરાશ થઈ ગઈ છું. મારી માતાએ મને મનોવિજ્ઞાની સાથે ફોન કરીને વાત કરવાનું કહ્યું’
બોલતાની સાથે જ મને ઘણું હળવું લાગવા લાગ્યું. ડિપ્રેશન કોઈને પણ ગમે ત્યારે થઈ શકે છે. તમે તેને યોગ્ય વ્યક્તિ સામે વ્યક્ત કરો જેથી તમારા ખભા પરથી એક મોટો બોજ ઊતરી જશે.’
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/12/dipika1_1739341198.jpg)
10 ફેબ્રુઆરીએ પીએમ મોદીએ પરીક્ષા વિશે ચર્ચા કરી હતી
પરીક્ષા પે ચર્ચા 2025ની શરૂઆત 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી દ્વારા બાળકો સાથેના સંવાદ સાથે થઈ હતી. તેમના 1 કલાકના શોમાં, પીએમએ બાળકોને એક્ઝામ વોરિયર્સ બનવા માટે 9 ટિપ્સ આપી હતી.
આ કાર્યક્રમ 8 એપિસોડમાં છે
આ વર્ષે આખો કાર્યક્રમ 8 એપિસોડમાં છે. આમાં, વિવિધ ક્ષેત્રોની 12 હસ્તીઓ ઉપરાંત, UPSC, CBSE અને JEE પાસ કરનારા ટોપર્સ તેમના અનુભવો શેર કરી રહ્યા છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/12/dip2_1739341176.jpg)
‘પરીક્ષા પે ચર્ચા’માં 12 સેલિબ્રિટી સામેલ
પીએમ મોદી અને દીપિકા પાદુકોણ ઉપરાંત, ‘પરીક્ષા પે ચર્ચા’ 2025 માં સદગુરુ, મેરી કોમ, અવની લેખારા, રુજુતા દિવેકર, સોનાલી સભરવાલ, વિક્રાંત મેસી, ભૂમિ પેડનેકર, ટેક્નિકલ ગુરુજી અને રાધિકા ગુપ્તા સહિત ઘણી હસ્તીઓ ભાગ લેશે, જેઓ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવા માટે પોતાની શૈલીમાં ટિપ્સ આપશે.
“હું ખૂબ જ તોફાની બાળક હતી
દીપિકાએ વિદ્યાર્થીઓ સાથે તેના શાળાજીવન અને લાગણીઓ વ્યક્ત કરવાના મહત્ત્વ વિશે ચર્ચા કરી હતી. આ દરમિયાન, તેને બાળપણનાં તોફાનો અને અભ્યાસમાં જે પડકારોનો સામનો કરવો પડ્યો તે વિશે ખુલ્લેઆમ વાત કરી. દીપિકાએ કહ્યું, “હું ખૂબ જ તોફાની બાળક હતી. હું હંમેશાં સોફા, ટેબલ અને ખુરશીઓ પર કૂદકા મારતી હતી. ક્યારેક હું ખૂબ જ તણાવમાં આવી જતી હતી, જેમ કે હું ગણિતમાં ખૂબ જ નબળી હતી અને હજુ પણ છું.’
દીપિકાનું વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા તાજેતરમાં રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં જોવા મળી હતી. ગયા વર્ષે રિલીઝ થયેલી ‘કલ્કિ’ અને ‘ફાઇટર’ ફિલ્મોમાં પણ આ અભિનેત્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હાલમાં, અભિનેત્રી તેની પુત્રી દુઆની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. અભિનેત્રીએ સપ્ટેમ્બરમાં એક પુત્રીને જન્મ આપ્યો હતો અને હાલમાં તે તેના માતૃત્વના સમયગાળાનો આનંદ માણી રહી છે.