15 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટર અર્જુન રામપાલે એક ઇન્ટરવ્યૂમાં મેહર જેસિયા સાથેના તેના પહેલા લગ્ન તૂટવાની વાત કરી હતી. આ દરમિયાન અર્જુને સ્વીકાર્યું હતું કે તેમણે નાની ઉંમરમાં લગ્ન કરીને મોટી ભૂલ કરી હતી. અર્જુને કહ્યું કે જ્યારે તેણે લગ્ન કર્યા ત્યારે તેની ઉંમર ફક્તને ફક્ત 24 વર્ષની જ હતી.
છૂટાછેડા સરળ નથી: અર્જુન રામપાલ
અર્જુને ધ રણવીર શોમાં કહ્યું, ‘જ્યારે મારા લગ્ન થયા ત્યારે હું માત્ર 24 વર્ષનો હતો. મને લાગે છે કે તે ખૂબ વહેલું હતું. જ્યારે તમે યુવાન હો ત્યારે તમારે જીવનમાં ઘણું શીખવાની અને અનુભવવાની જરૂર છે. તમારે પરિપક્વ બનવું પડશે. પુરુષો સ્ત્રીઓ કરતાં પાછળથી પરિપક્વ થાય છે. હકીકત એ છે કે આપણે મૂર્ખ છીએ. લગ્નજીવનમાં સફળ થવું હોય તો રાહ જુઓ.
અર્જુન રામપાલ પુત્રીઓ અને પૂર્વ પત્ની મેહર સાથે
મેહર જેસિયાથી છૂટાછેડા અંગે અર્જુને કહ્યું, ‘તે ઘણો મુશ્કેલ સમય હતો. છૂટાછેડા કોઈ માટે સરળ નથી. ખાસ કરીને બાળકો માટે આ ખૂબ જ મુશ્કેલ સમય હોય છે. અર્જુને કહ્યું કે છૂટાછેડા પછી તમે થોડા સમય માટે સ્વતંત્રતા અનુભવો છો પરંતુ પછી તમે એકલતા અનુભવો છો. તમને ઘરની યાદ આવવા લાગે છે.
પૂર્વ પત્નીનું ગર્લફ્રેન્ડ સાથે સારું બોન્ડિંગ
અર્જુને એ પણ જણાવ્યું કે તેની પૂર્વ પત્ની મેહર અને તેની બે પુત્રીઓનું ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે તેનું સારું બોન્ડિંગ છે.
ગેબ્રિએલા સાથે લાંબો સંબંધ હોવા છતાં લગ્ન ન કરવાના અને બે બાળકોના પિતા બનવાના પ્રશ્ન પર અર્જુને કહ્યું કે, અમે પરિણીત છીએ પણ દિલથી. લગ્ન માત્ર કાગળનો ટુકડો છે. તમે કોઈ વ્યક્તિ સાથે કાયદેસર રીતે બંધાયેલા છો, જે એકબીજા પ્રત્યેના તમારા વલણને બદલી શકે છે.
ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા સાથે અર્જુન રામપાલ
અર્જુન-મેહર મે 2018માં અલગ થઈ ગયા હતા
અર્જુન અને મેહરે મે 2018માં અલગ થવાની જાહેરાત કરી હતી. બંનેના લગ્ન 20 વર્ષ સુધી ચાલ્યા. તેઓએ 1998માં લગ્ન કર્યા, ત્યારબાદ 2 દીકરીનો જન્મથયો હતો. છૂટાછેડા પછી અર્જુન દક્ષિણ આફ્રિકાની મોડલ અને અભિનેત્રી ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે સંબંધમાં છે. તેમને બે પુત્ર પણ છે.