11 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રખ્યાત સંગીતકાર ઇલૈયારાજા તાજેતરમાં તમિલનાડુના શ્રીવિલ્લીપુથુર અંડલ મંદિરની મુલાકાતે ગયા હતા. પરંતુ તેમને ગર્ભગૃહમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતો. હવે તેનો વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમની જાતિના કારણે તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો નથી. જો કે હવે આ વિવાદ પર સંગીતકારે પ્રતિક્રિયા આપી છે.
ઇલૈયારાજાએ તેમના X હેન્ડલ પર એ અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે જેમાં મંદિરના પૂજારીઓએ તેમને ગર્ભગૃહ છોડવા કહ્યું હતું. તેમણે તમિલમાં ટ્વીટ કર્યું, ‘કેટલાક લોકો મારા વિશે ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે. હું કોઈ પણ સમયે કે સ્થાને મારા સ્વાભિમાન સાથે સમાધાન કરનાર વ્યક્તિ નથી, અને હું સમાધાન કરીશ નહીં. તેઓ એવા સમાચાર ફેલાવી રહ્યા છે જે વાસ્તવમાં થયા નથી. ચાહકો અને જનતાએ આ અફવાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ.’
સંગીતકાર ઇલૈયારાજાનું મંદિરના પૂજારીઓએ સ્વાગત કર્યું હતું ઇલૈયારાજાની સાથે શ્રીવિલ્લીપુથુરમાં શ્રી અંદાલા જીયાર મઠના સદાગોપા રામાનુજ ઐયર અને સદાગોપા રામાનુજ જીયાર હતા. જો કે, અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે ત્રણેય દેવતાના ગર્ભગૃહની નજીક પહોંચ્યા, ત્યારે મંદિરના પૂજારીઓએ તેમને ત્યાંથી જવાનું કહ્યું. સંગીતકાર તેમના નવા ગીત ‘દિવ્ય પશુરામ’ના રિલીઝ માટે મંદિરમાં આવ્યા હતા. મંદિરના સત્તાધીશોએ તેમનું અહીં અંદલ માળા અને રેશમી વસ્ત્રોથી સ્વાગત કર્યું હતું.
મંદિરના અધિકારીઓનું નિવેદન જો કે, આ મામલે મંદિર સત્તાવાળાઓ તરફથી નિવેદન આવ્યું છે. મીડિયા સાથે સાથે વાત કરતા, એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અંડલ સન્નિધિમાં, ભક્તો સામાન્ય રીતે વસંત મંડપમથી પ્રાર્થના કરે છે, જે ગર્ભગૃહ તરફ જતો રસ્તો છે અને અર્થમંડપમની બહાર સ્થિત છે. જ્યારે ઇલૈયારાજા વરિષ્ઠ પૂજારીઓ સાથે અર્થમંડપમના પ્રવેશદ્વાર પર પહોંચ્યા, ત્યારે પૂજારીઓએ તેમને કહ્યું કે વસંત મંડપમથી આગળ પ્રવેશ પર પ્રતિબંધ છે. તેથી તેણે ત્યાંથી પૂજા કરી.