43 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા થોડા સમય પહેલા મુંબઈ શહેરમાં પતિ ઝહીર ઈકબાલ સાથે પોલ્કા ડોટેડ ગાઉનમાં નીકળી હતી, જ્યાંથી તેના ફોટા અને વીડિયોએ લોકોમાં હલચલ મચાવી હતી. આ તસવીરો સામે આવતાં જ ચાહકોએ કહેવાનું શરૂ કર્યું કે સોનાક્ષી સિન્હા પ્રેગ્નન્ટ છે અને ટૂંક સમયમાં જ ઝહીર ઈકબાલના બાળકની માતા બનશે. થોડા મહિનાઓ પછી સોનાક્ષી સિંહાએ પ્રેગ્નન્સીના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે અને કહ્યું છે કે તે હજી પ્રેગ્નન્ટ નથી.
હવે એક ઈન્ટરવ્યૂમાં સોનાક્ષી સિન્હાએ આ અફવા વિશે ખૂલીને વાત કરી છે. તેણે સ્પષ્ટતા કરી કે તે પ્રેગ્નેન્ટ નથી. તેણે તેની પોતાની રમૂજી શૈલીમાં આનો જવાબ આપ્યો છે.
પ્રેગ્નેન્સીની અફવાઓ પર સોનાક્ષીએ શું કહ્યું? કર્લી ટેલ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સોનાક્ષી સિંહાએ પ્રેગ્નેન્સીની અફવાઓ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, “ગાઇઝ, હું અહીં કહેવા માગીશ કે, હું પ્રેગ્નેન્ટ નથી. હું હમણાંથી ફક્ત જાડી થઈ ગઈ છું.” તેણે કહ્યું કે કેટલાક લોકોએ ઝહીરને અભિનંદન પણ પાઠવી દીધા હતા. આ ઈન્ટરવ્યૂમાં સોનાક્ષી સાથે ઝહીરે પણ ભાગ લીધો હતો. પ્રેગ્નેન્સીના સવાલ પર વાત કરતા ઝહીર અને સોનાક્ષીએ કહ્યું કે તેમના લગ્ન બાદથી તેઓ માત્ર આઉટિંગ, લંચ અને ડિનર ઈન્વાઈટમાં જ હાજરી આપે છે. તેમની પાસે અન્ય કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય નથી.
વાયરલ થઈ રહ્યો છે ઝહીર ઇકબાલનો બર્થ ડે વીડિયો નોંધનીય છે કે, તાજેતરમાં જ ઝહીર ઈકબાલનો જન્મદિવસ હતો. ઝહીરના જન્મદિવસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સોનાક્ષી સિન્હા અને તેના માતા-પિતા પણ જોવા મળી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી રેખા અને ઝહીરના પિતા પણ આ વીડિયોમાં છે. વીડિયોમાં ઝહીર કેક કાપતો જોવા મળી રહ્યો છે. ઝહીરના જન્મદિવસનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
તાજેતરમાં જ શત્રુઘ્ન સિંહા, પૂનમ સિંહા તેમના જમાઈ ઝહીર ઈકબાલ અને પુત્રી સોનાક્ષી સિંહા સાથે ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’માં પહોંચ્યા હતા. આ દરમિયાન શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાએ તેમના લગ્ન સાથે જોડાયેલી વાતો જણાવી હતી. જ્યારે સોનાક્ષીના પરિવાર સાથે ઝહીરનું બંધન પણ એપિસોડમાં જોવા મળ્યું હતું.