3 કલાક પેહલા
- કૉપી લિંક
ફિલ્મ ‘જાને તુ યા જાને ના’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર એક્ટર ઈમરાન ખાન ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. હાલમાં જ ઇમરાન ખાને એ દિવસો વિશે વાત કરી જ્યારે તે લાઇમલાઇટથી દૂર હતો. મીડિયામાં સમાચાર આવવા લાગ્યા કે તે ડ્રગ્સનો શિકાર બની ગયો છે. આ સમાચારથી તેમના પરિવારમાં ભારે તણાવનું વાતાવરણ સર્જાયું હતું.
પરિવારને મનાવવો ખૂબ જ મુશ્કેલ કામ
એકવાર સમાચાર પ્રકાશિત થયા કે, ઈમરાન ડ્રગ્સ લે છે, સમાચાર વાંચીને તેમના પરિવારના સભ્યો કહેતા હતા , જુઓ મીડિયામાં તમારા વિશે શું કહેવામાં આવે છે. તેઓએ તમારો ફોટો પોસ્ટ કર્યો છે, તેઓ કહે છે કે તમે ડ્રગ્સ લો છો… આ બધું શું થઈ રહ્યું છે?
ઈમરાન કહે છે કે, આવા સમાચારો પછી હું માતા-પિતાને સમજાવતો હતો કે જે કંઈ લખાઈ રહ્યું છે તે સાચું નથી. હું તેમને સમજાવતો હતો કે હું આવી વસ્તુઓને કંટ્રોલ કરી શકાયનહીં. અન્ય લોકોના જીવન પર તેની શું અસર થશે તે વિચાર્યા વિના લોકો તેમના મનમાં જે આવે છે તે લખે છે. ઘરમાં આ વિશે ઘણી ચર્ચાઓ થતી હતી.’ એક્ટરે કહ્યું કે, ‘આ પરિસ્થિતિને સંભાળવી મારા માટે બિલકુલ સરળ ન હતી.’
શા માટે પ્રેસ રિલીઝ ક્યારેય ઇસ્યુ કરવામાં આવી ન હતી?
ઈમરાનને પૂછવામાં આવ્યું કે, તેણે સ્પષ્ટતા કરવા માટે ક્યારેય પ્રેસ રિલીઝ કેમ નથી કરી. તેના પર ઈમરાને કહ્યું કે, ‘સ્પષ્ટીકરણ આપવામાં મને કોઈ રસ નથી. માત્ર એટલા માટે કે તેઓ કંઈક કહી રહ્યા છે તેનો અર્થ એ નથી કે તે સાચું છે. હું જે લોકોને ઓળખતો નથી તેમને શા માટે સ્પષ્ટતા આપવી જોઈએ? હું તમને સુધારવા અથવા તમને સાચી વાત કહેવા માટે પૂરતી તેમની પરવા કરતો નથી. મને ખબર નથી કે તમે કોણ છો.’
આમિરે ઈમરાનની પહેલી ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી
2008માં રિલીઝ થયેલી ઈમરાનની ડેબ્યૂ ફિલ્મ ‘જાને તુ યા જાને ના’ પણ મામા આમિર ખાને જ પ્રોડ્યુસ કરી હતી. આ પછી બંનેએ 2011માં રિલીઝ થયેલી ‘દિલ્હી બેલી’માં પણ સાથે કામ કર્યું હતું. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.
બાળ કલાકાર તરીકે ઈમરાન આમિરની બે ફિલ્મો ‘કયામત સે કયામત તક’ અને ‘જો જીતા વોહી સિકંદર’માં પણ જોવા મળ્યો હતો.