2 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટે ‘પેરિસ ફેશન વીક 2024’માં રેમ્પ વોક કર્યું હતું. બંનેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂૂૂૂૂૂબ વાયરલ થઈ રહ્યો છે.
જ્યાં એશે રેડ વન પીસમાં રેમ્પ વોક કર્યું હતું. આલિયા મેટાલિક સિલ્વર બસ્ટિયર પહેરેલી જોવા મળી હતી, જેને તેણે બ્લેક ઑફ-શોલ્ડર જમ્પ સૂટ પેર કર્યુ હતું.
રેમ્પ વોક દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન.
એશના આ વન પીસ ગાઉનનું ટ્રેલ કેરી કરવામાં 4 લોકોની મદદ લેવી પડી
એશે લૂંટી મહેફીલ ઐશ્વર્યા લહેરાતા વાળ સાથે ઇવેન્ટમાં એન્ટ્રી કરી હતી. તેણે રેમ્પ વોક પૂર્ણ કરી સૌને કરી અભિવાદન કર્યું હતું. ઈવેન્ટમાં એશ ‘બ્રિજર્ટન’ ફેમ અભિનેત્રીઓ સિમોન એશ્લે, ઈવા લોંગોરિયા અને કેમિલા કેબેલો સાથે વાત કરતી જોવા મળી હતી.
રેમ્પ વોક પૂર્ણ કર્યા બાદ એશે સૌને નમસ્તે કર્યુ
મેક-અપ રૂમમાંથી ઐશનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ફેન્સે કોમેન્ટ બોક્સમાં એશ અને આલિયા બંનેને રાણી ગણાવી છે.
આલિયાએ એન્ડી મેકડોલ સાથે રેમ્પ વોક કર્યું આલિયાએ અમેરિકન અભિનેત્રી એન્ડી મેકડોવલ સાથે અહીં રેમ્પ વોક કર્યું હતું. અભિનેત્રીએ આ ઇવેન્ટના ઘણા ફોટા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે.
અમેરિકન અભિનેત્રી એન્ડી મેકડોવલ સાથે રેમ્પ પર આલિયા.
અભિનેત્રી અહીં ટુ-પીસ આઉટફિટમાં જોવા મળી
ઐશ અને આલિયા ઉપરાંત અન્ય ઘણી અમેરિકન અભિનેત્રીઓ અને મોડલ્સે પણ સ્ટેજ પર રેમ્પ વોક કર્યું હતું.
સોની રાઝદાન અને અનન્યા પાંડે સહિત ઘણા સેલેબ્સે આલિયાની પોસ્ટની પ્રશંસા કરી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યાની છેલ્લી ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 2’ હતી. આલિયા ટૂંક સમયમાં જ ફિલ્મ ‘જીગ્રા’માં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે દશેરાના અવસર પર રિલીઝ થશે.