અમુક પળો પેહલા
- કૉપી લિંક
ફિલ્મોની દુનિયાના સૌથી મોટા ઓસ્કર એવોર્ડ સેરેમનીની શરૂઆત આજે એટલે કે સોમવારે 5:30 વાગ્યે થઇ ચૂકી છે. આ વર્ષે ભારતમાંથી ‘કંગુવા’, ‘સ્વતંત્ર વીર સાવરકર’ જેવી 5 ફિલ્મો શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી, પરંતુ ફાઈનલ નોમિનેશન એક પણ ફિલ્મ સ્થાન મેળવી શકી નથી. તો પણ સમગ્ર ભારતની નજર ઓસ્કર પર છે, કારણ કે પ્રિયંકા ચોપરા દ્વારા કો-પ્રોડ્યુસ ફિલ્મ ‘અનુજા’ બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ છે
2023માં, ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’ને બેસ્ટ ઓરિજનલ સોન્ગ માટે ઓસ્કર મળ્યો હતો. ઓસ્કરના 97 વર્ષના ઇતિહાસમાં, અત્યાર સુધીમાં 8 ભારતીયોને ઓસ્કર મળ્યા છે, જ્યારે 4 ફિલ્મો ‘મધર ઇન્ડિયા’, ‘લગાન’, ‘સલામ બોમ્બે’, ‘શ્વાસ’ને બેસ્ટ ફીચર ફિલ્મ કેટેગરીમાં ફાઈનલ નોમિનેશન મળ્યા છે.

લાઈવ અપડેટ્સ
2 મિનિટ પેહલા
- કૉપી લિંક
શું એમિલિયા પેરેઝ ટાઇટેનિકનો રેકોર્ડ તોડી શકશે?
ફ્રેન્ચ ફિલ્મ એમિલિયા પેરેઝને સૌથી વધુ 13 નોમિનેશન મળ્યા છે અને હોલિવૂડ ફિલ્મ ‘ધ બ્રુટાલિસ્ટ’ને વિવિધ કેટેગરીઓમાં 10 નોમિનેશન મળ્યા છે. જો એમિલિયા પેરેઝ 11થી વધુ એવોર્ડ જીતે છે, તો આ ઓસ્કરના ઇતિહાસમાં સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત કરનારી ફિલ્મ બનશે.

4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફ્લોને એનિમેટેડ ફીચર ફિલ્મ કેટેગરીમાં એવોર્ડ મળ્યો
ફ્લોએ ઓસ્કર 2025માં બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મનો ઓસ્કર જીત્યો છે.
7 મિનિટ પેહલા
- કૉપી લિંક
બેસ્ટ એક્ટર ઈન સ્પોર્ટિંગ રોલ
એક્ટર કિરન કલ્કિનને ફિલ્મ ધ રીયલ પેઈન માટે બેસ્ટ એક્ટર ઈન સ્પોર્ટિંગ રોલનો ઓસ્કર મળ્યો છે.

08:08 AM2 માર્ચ 2025
- કૉપી લિંક
ઓસ્કર 2025ને કોણ હોસ્ટ કરશે?
એમી વિજેતા લેખક, નિર્માતા અને હાસ્ય કલાકાર કોનન ઓ’બ્રાયન 97મા એકેડેમી એવોર્ડ્સને હોસ્ટ કરશે. ઓસ્કર હોસ્ટ તરીકે આ તેમનું ડેબ્યૂ છે. ઓ’બ્રાયને અગાઉ 2002 અને 2006માં એમી એવોર્ડ્સનું હોસ્ટિંગ કર્યું હતું. તે પોતાના સિગ્નેચર લાફથી ઓસ્કર નાઇટને યાદગાર બનાવવા માટે તૈયાર છે.