2 કલાક પેહલા
- કૉપી લિંક
આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ’હનુમાન’ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. તેલુગુ ઈન્ડસ્ટ્રીની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. ‘હનુમાન’ના હીરો તેજ સજ્જા હતા, જેનું ઈન્ડસ્ટ્રીમાં એટલું મોટું નામ પણ નહતું.
‘હનુમાન’એ લિમિટેડ બજેટમાં તૈયાર કરેલી કહાની અને ઉત્તમ VFXના કારણે જ મોટી કમાણી કરી શકી. 40 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મે 295 કરોડથી વધુનું વર્લ્ડ વાઈડ કલેક્શન કર્યું હતું. હિન્દીમાં ‘હનુમાન’ માટે એટલો ક્રેઝ હતો કે માત્ર હિન્દી વર્ઝનથી જ ફિલ્મે 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. હવે ‘હનુમાન’ના નિર્માતાઓએ તેમના નવા પ્રોજેક્ટ ‘મહાકાલી’ની જાહેરાત કરી છે.
‘મહાકાલી’ કરશે કમાલ? ‘હનુમાન’ના દિગ્દર્શક પ્રશાંત વર્માએ પહેલેથી જ જાહેરાત કરી હતી કે તેઓ ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત એક નવું ફિલ્મ યુનિવર્સ બનાવવા જઈ રહ્યા છે, જેનું નામ પ્રશાંત વર્મા સિનેમેટિક યુનિવર્સ (PVCU) હશે. ‘મહાકાલી’ આ બ્રહ્માંડમાં એક નવું સુપરહીરો પાત્ર અને કહાની લાવી રહ્યું છે, જેની પ્રથમ ઝલક ખૂબ જ પાવરફૂલ છે. નિર્માતાઓએ દુર્ગા સપ્તમીના દિવસે આ ફિલ્મની જાહેરાત કરી હતી, જેનું મુખ્ય પાત્ર મા કાલીથી પ્રેરિત છે.
‘મહાકાલી’નો ફર્સ્ટ લુક ‘મહાકાલી’ના જાહેરાતના વીડિયોમાં ઉત્તમ થીમ મ્યુઝિક છે. વીડિયોમાં નવા સુપરહીરોના પાત્ર વિશે લખવામાં આવ્યું છે કે, તે શાંતિ અને અરાજકતા બંને છે. તે મૌન અને ગર્જના બંને છે. સૃષ્ટિની સાથે વિનાશ પણ છે… મહાકાલી. વીડિયોના અંતમાં એક પોસ્ટર છે જેમાં એક છોકરી સિંહના માથાને અડકીને બેઠી છે.
‘મહાકાલી’ સ્ટીરિયોટાઇપ્સ વિચારધારા તોડશે ‘મહાકાલી’ની કહાની વેસ્ટર્ન બંગાળમાં સેટ કરવામાં આવશે. ફિલ્મની વાર્તા અને પટકથા PVCU સર્જક પ્રશાંત પોતે લખી રહ્યા છે, જ્યારે નિર્દેશક પૂજા અપર્ણા કોલ્લુરુ હશે. ફિલ્મમાં મા કાલીના પાત્ર માટે એક શ્યામવર્ણ યુવા એક્ટ્રેસ ભજવશે, જેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
‘મહાકાલી’ ભારતીય સિનેમામાં મહિલાઓની સુંદરતા વિશેની સ્ટીરિયોટાઇપ્સને તોડી નાખશે અને સુંદરતાના ધોરણોને ફરીથી નિર્ધારિત કરશે. જો કે ભારતીય સિનેમામાં બહુ ઓછા સુપરહીરો પ્રોજેક્ટ બન્યા છે, પરંતુ ‘મહાકાલી’ ભારતીય સિનેમાની પ્રથમ મહિલા સુપરહીરો ફિલ્મ હશે. જોકે, હજુ સુધી ફિલ્મના રિલીઝ વિશેની જાહેરાત કરવામાં આવી નથી.