16 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘તેરી મિટ્ટી’, ‘તેરે સંગ યારા’, ‘ફિર ભી તુમકો ચાહુંગા’ જેવા હિટ સોન્ગ આપનાર સિંગર મનોજ મુન્તાશીર તેના નિવેદનને કારણે વિવાદોમાં ઘેરાયા છે. તાજેતરમાં તેણે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે ઔરંગઝેબની કબર પર શૌચાલય બનાવવું જોઈએ. તેમનું નિવેદન વાઈરલ થતા જ તેની સામે નફરત ફેલાવવાનો આરોપ લગાવી રહ્યો છે.
મનોજ મુન્તાશીરે તાજેતરમાં જ તેના સત્તાવાર X પ્લેટફોર્મ (ટ્વિટર) પર એક વીડિયો રિલીઝ કર્યો છે. આમાં સિંગરે કહ્યું કે, આજે દેશભરમાં અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી મહારાજ નગરમાં બનેલી ઔરંગઝેબની કબરને દૂર કરવી જોઈએ. હું આ માંગણીનો વિરોધ કરું છું. ઔરંગઝેબની કબરને હટાવવાની શું જરૂર છે.

તેણે વધુમાં કહ્યું કે, જ્યારે આપણે હિન્દુઓ શ્રી રામ જન્મભૂમિની લડાઈ કોર્ટમાં લડી રહ્યા હતા, ત્યારે શાંતિપ્રિય સમાજના કેટલાક લોકો આપણને ઉપદેશ આપતા હતા કે ભગવાન દરેક કણમાં હાજર છે, તો પછી શ્રી રામ મંદિર બનાવવાની શું જરૂર છે. આ જમીન પર શાળા, હોસ્પિટલ કે અનાથાશ્રમ બનાવો. હું સરકારને પણ અપીલ કરું છું કે ઔરંગઝેબની કબરને હટાવવાની શું જરૂર છે, ત્યાં શૌચાલય બનાવવી દો.
તેણે આગળ કહ્યું, અંતે આપણે સનાતનીઓ આ દુષ્ટ હત્યારાના હાડકાં ઓગાળવા માટે યુરિયા અને મીઠું દાન તો કરી શકીએ છીએ. આ વીડિયો જોયા પછી, જે ધર્મનિરપેક્ષ લોકો એવી ટિપ્પણી કરવા જઈ રહ્યા છે કે ભારત કોઈના બાપની મિલકત નથી, હું તેને કહેવા માંગુ છું કે, સૂર્યવંશી સ્વાભિમાન તેની નસોમાં હતું અને છે. કેસરી આકાશ અનાદિકાળથી અસ્તિત્વમાં હતું અને છે. શિવાજી અને રાણાને પિતા કહેવામાં આવે છે, ભારત આપણા પિતાનું હતું અને તે રહેશે.
મનોજ મુન્તાશીરનો વીડિયો સામે આવ્યા બાદ, ઘણા લોકો તેના પર ભડકાઉ નિવેદનો આપીને નફરત ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, શાંતિપ્રિય સમાજ જ ઠીક છે મુન્તશીર સાહેબ, આ નફરત પણ યાદ રાખવામાં આવશે. તમારી માનસિકતા આખા સમાજ માટે ઝેરથી ભરેલી છે.

બીજા એક યુઝરે લખ્યું, તમે પોતાને હિન્દુ કહો કે બ્રાહ્મણ, તમારા જેવા લોકોના કારણે જ બ્રાહ્મણોને મુસ્લિમો સાથે મતભેદ થઈ રહ્યા છે.

‘છાવા’ને કારણે ફરી ઔરંગઝેબ કન્ટ્રોવર્સીનો મુદ્દો ચગ્યો
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસોથી મુઘલ શાસક ઔરંગઝેબને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ ચર્ચા મહારાષ્ટ્રથી લઈને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશ તેમજ અન્ય હિન્દી ભાષી રાજ્યોમાં ફેલાઈ ગઈ છે. ઔરંગઝેબ વિશેની આ ચર્ચા ફિલ્મ ‘છાવા’ મોટા પડદા પર રિલીઝ થયા પછી શરૂ થઈ હતી. મહારાષ્ટ્રના સપાના ધારાસભ્ય અબુ આઝમીએ મુઘલ શાસક ઔરંગઝેબની પ્રશંસા કરી અને કહ્યું કે આપણને ખોટો ઇતિહાસ બતાવવામાં આવી રહ્યો છે. ઔરંગઝેબે ઘણાં મંદિરો બંધાવ્યાં. હું તેમને ક્રૂર શાસક નથી માનતો.
આઝમીએ વધુમાં કહ્યું કે છત્રપતિ સંભાજી મહારાજ અને ઔરંગઝેબ વચ્ચેની લડાઈ ધાર્મિક નહીં પણ સત્તા અને સંપત્તિ માટે હતી. જો કોઈ કહે કે આ લડાઈ હિન્દુઓ અને મુસ્લિમો વિશે હતી, તો હું માનતો નથી.
બીજી તરફ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ નિવેદનનો વિરોધ કર્યો અને કહ્યું કે અબુ આઝમી સામે રાજદ્રોહનો કેસ દાખલ થવો જોઈએ. તેમણે છત્રપતિ સંભાજી મહારાજને 40 દિવસ સુધી ત્રાસ આપનાર ઔરંગઝેબની પ્રશંસા કરી. આવા વ્યક્તિને સારો કહેવું એ એક મોટું પાપ અને ગુનો છે. તેમણે આ માટે માફી માંગવી જોઈએ.

હવે સમગ્ર મહારાષ્ટ્રમાં તેના વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. પરિસ્થિતિ એવી છે કે ઘણા ભાજપના નેતાઓએ માગ કરી છે કે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર તોડી પાડવામાં આવે. મહારાષ્ટ્રમાં, જ્યાં લગભગ 12 ટકા મુસ્લિમ વસ્તી છે, ત્યાં ઔરંગઝેબ પર છેલ્લા ઘણા દાયકાઓથી ચર્ચા ચાલી રહી છે. આ પહેલી વાર નથી જ્યારે મહારાષ્ટ્રમાં કે તેની બહાર ઔરંગઝેબ પર કોઈ મોટી રાજકીય ચર્ચા થઈ હોય, પરંતુ આ વખતે મામલો ઘણો આગળ વધી ગયો છે.
ઔરંગઝેબ અને મરાઠા વચ્ચેનું કનેક્શન ઔરંગઝેબનું પૂરું નામ મુહી અલ-દીન મુહમ્મદ છે. ઔરંગઝેબે ભારત પર 49 વર્ષ શાસન કર્યું અને પોતાના જીવનનાં છેલ્લાં 25 વર્ષ મહારાષ્ટ્રમાં આવતા વિસ્તારોમાં વિતાવ્યાં. જ્યારે ઔરંગઝેબ મહારાષ્ટ્ર પર શાસન કરતો હતો, ત્યારે મુઘલો અને મરાઠાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. મરાઠા સામ્રાજ્યના સૈનિકોએ મુઘલ સમ્રાટ ઔરંગઝેબને આગળ વધતા અટકાવ્યો હતો, તેથી મહારાષ્ટ્રના ઇતિહાસમાં મરાઠા શાસકો અને મરાઠા ગૌરવને ખૂબ માન આપવામાં આવે છે જ્યારે ઔરંગઝેબને ખલનાયક માનવામાં આવે છે.