51 મિનિટ પેહલા
- કૉપી લિંક
કન્નડ એક્ટ્રેસ અને એક સિનિયર IPSની દીકરી રાન્યા રાવને 3 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 14.8 કિલો સોના સાથે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ માહિતી બુધવારે (5 માર્ચ) પ્રકાશમાં આવી.
રાન્યા કર્ણાટક પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. તેણે કન્નડ ફિલ્મો ‘માનિક્ય’ અને ‘પટકી’ માં એક્ટિંગ કરી કર્યો છે. કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી છે. વારંવાર ઇન્ટરનેશનલ ટ્રીપના લીધે DRIની દેખરેખમાં હતી. તે 3 માર્ચે રાત્રે દુબઇથી ફ્લાઇટથી બેંગલુરૂ પહોંચી હતી, ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
DRI અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાન્યા રાવ દુબઈથી અમીરાતની ફ્લાઇટ દ્વારા ભારત પરત ફરી રહી હતી. છેલ્લા 15 દિવસમાં તે ચાર વખત દુબઈ ગઈ હોવાથી સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ તેની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. DRIની દિલ્હી ટીમને પહેલાથી જ સોનાની દાણચોરીમાં રાન્યા સંડોવણીની જાણ હતી. તેથી, 3 માર્ચે અધિકારીઓ તેમની ફ્લાઇટ લેન્ડ થાય તેના બે કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી ગયા.

રાન્યા કર્ણાટક પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે.
પોલીસ દ્વારા કસ્ટમ્સમાંથી છટકબારીનો હતો પ્રયાસ મળતી માહિતી મુજબ, રાન્યા રાવ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ તેણે પોતાનો પરિચય કર્ણાટકના DGPની પુત્રી તરીકે કરાવ્યો. તેણે સ્થાનિક પોલીસનો પણ સંપર્ક કર્યો અને તેને એરપોર્ટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ DRI ટીમ તેને પૂછપરછ માટે બેંગલુરુમાં DRI મુખ્યાલય લઈ ગઈ. તપાસમાં જાણવા મળ્યું કે રાન્યા તેના કપડાંમાં થોડું સોનું છુપાવ્યું હતું. ગેરકાયદે સોનાની પુષ્ટિ થયા પછી, 3 માર્ચે સાંજે 7 વાગ્યે તેની અટકાયત કરવામાં આવી. આ શોધખોળ દરમિયાન 2.06 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 2.67 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. એક્ટ્રેસની કસ્ટમ્સ એક્ટ, 1962 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

DRI અધિકારીઓ દ્વારા જપ્ત કરાયેલ સોનું.
ધંધાના નામે દાણચોરી કરતી હતી તપાસ દરમિયાન, રાન્યાએ દાવો કર્યો હતો કે તે બિઝનેસ માટે દુબઈ ગઈ હતી. જોકે, DRI અધિકારીઓને શંકા છે કે તે કોઈ મોટા દાણચોરી નેટવર્કનો ભાગ હોઈ શકે છે. હવે તપાસ એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આવું પહેલી વાર બન્યું છે કે પછી તે અગાઉ પણ સોનાની દાણચોરીમાં સામેલ હતી.
ભાજપના ધારાસભ્યએ કહ્યું- આ સત્તાનો દુરુપયોગ છે આ કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય એએસ પોન્નાએ કહ્યું કે આવા કેસમાં ડીજીપીની પુત્રીની સંડોવણી આકસ્મિક છે. તે આરોપી છે અને દાણચોરીની પ્રવૃત્તિઓમાં સામેલ છે. કાયદો તેનું કામ કરશે. પછી ભલે તે ડીજીપીની દીકરી હોય, સામાન્ય માણસની દીકરી હોય, મુખ્યમંત્રીની દીકરી હોય કે પછી વડાપ્રધાનની દીકરી હોય. કાયદા બધા માટે સમાન છે.
તો બીજી તરફ ભાજપના ધારાસભ્ય ડૉ. ભરત શેટ્ટીએ કહ્યું કે- જો આ સાચું હોય અને સ્થાનિક પોલીસ પણ તેમાં સામેલ હોય, તો તે સત્તાનો દુરુપયોગ છે. સરકારે આ અંગે કડક પગલાં લેવા જોઈએ.
જાણો કોણ છે રાન્યા રાવ? 28 મે 1993ના રોજ કર્ણાટકના ચિકમંગલુરમાં જન્મેલી રાન્યા રાવ કર્ણાટક રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના ડાયરેક્ટર જનરલ કે. રામચંદ્રની સાવકી પુત્રી છે. તેણે બેંગ્લોરની દયાનંદ સાગર કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. અભ્યાસ પછી, તેમને સિનેમામાં રસ પડ્યો, જેના કારણે તેણે કિશોર નમિત કપૂર એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક્ટિંગની તાલીમ લીધી. એક્ટિંગમાં રસ હોવાથી, તેણે ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું અને ખૂબ જ મહેનત કરી.

સખત મહેનત પછી તેને કન્નડ ફિલ્મોમાં કામ કરવાની તક મળી અને તેણે 2014માં તેમની પહેલી ફિલ્મ કરી. રાન્યા 2014માં કન્નડ ફિલ્મ ‘માનિક્ય’થી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી. આ ફિલ્મના ડિરેક્ટર અને લીડ એક્ટર સુદીપ હતા. આ ફિલ્મમાં રાન્યાએ એક શ્રીમંત છોકરી ‘મનસા’ ની ભૂમિકા ભજવી હતી, જે સુદીપની પ્રેમિકા હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગને મિશ્ર પ્રતિભાવો મળ્યો, પરંતુ તે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત હતી. આ પછી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું.