4 કલાક પેહલા
- કૉપી લિંક
ઈશા કોપ્પિકરે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈશાએ કહ્યું હતું કે, 18 વર્ષની ઉંમરે તેને કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું કે, એક એ-લિસ્ટર અભિનેતાએ તેને એકલા મળવા માટે બોલાવી હતી. લોકો એમ પણ કહેતા હતા કે કલાકારો સાથે દોસ્તી કરશો તો જ તમને ફિલ્મોમાં કામ મળશે.
આટલું જ નહીં, અભિનેતાઓ અને તેમના સચિવો તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતા હતા અને તેના પર તેમની સાથે મિત્રતા કરવા માટે દબાણ પણ કરતા હતા.
18 વર્ષની ઉંમરે પહેલીવાર કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડ્યો
સિદ્ધાર્થ કાનનને આપેલા ઈન્ટરવ્યૂમાં ઈશાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની શરૂઆતની જર્ની અને સંઘર્ષ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે તેના સમયમાં ઘણી અભિનેત્રીઓએ ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. એવા ઘણા ઓછા છે જેઓ હજુ પણ ઉદ્યોગનો ભાગ છે. આ પસંદગીના લોકોમાંથી એક ખુદ ઈશા છે, જેણે હાર માની નથી અને તે હજુ પણ ઈન્ડસ્ટ્રીનો એક ભાગ છે.
તેણે આગળ કહ્યું, ‘હું 18 વર્ષની હતી, જ્યારે સેક્રેટરી અને અભિનેતાએ કાસ્ટિંગ કાઉચ માટે મારો સંપર્ક કર્યો. તેમણે મને કહ્યું કે, કામ મેળવવા માટે મારે કલાકારો સાથે મિત્રતા રાખવી પડશે.
ટોચના અભિનેતાએ એકલા મળવા બોલાવી હતી
47 વર્ષની ઈશાએ જણાવ્યું કે જ્યારે તે 23 વર્ષની હતી ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના અભિનેતાએ તેને એકલી મળવા માટે બોલાવી હતી. ઈશાએ કહ્યું કે, ‘અભિનેતાનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે પહેલેથી જ જોડાયેલું હતું. આ બહાનું કાઢીને અભિનેતાએ એકલા મળવાનું કહ્યું હતું. પરંતુ મેં મળવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.’
અભિનેતા અને તેની સેક્રેટરી અયોગ્ય રીતે સ્પર્શ કરતા હતા અને હાથ પણ મરોડતા હતા
ઈશાએ તે સમયને પણ યાદ કર્યો જ્યારે અભિનેતા અને તેના સેક્રેટરી તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતા હતા. એટલું નહીં કે તેઓ અભિનેત્રીના હાથ મરોડતા હતા અને અભિનેતાઓ સાથે મિત્રતા કરવા માટે દબાણ કરતા હતા.
ઈશાએ 1998માં તમિલ ફિલ્મ ‘કાધલ કવિતા’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને ફિલ્મફેર બેસ્ટ ફીમેલ ડેબ્યૂ એવોર્ડ પણ મળ્યો હતો. ઈશાએ 2000માં આવેલી ફિલ્મ ‘ફિઝા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં કરિશ્મા કપૂર અને રિતિક રોશન મુખ્ય ભૂમિકામાં હતા. અત્યાર સુધી તેણે કન્નડ, તેલુગુ, તમિલ, મરાઠી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.
ઈશાએ 2002માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કંપની’માં ‘ખલ્લાસ’ ગીત ગાયું હતું, જેના કારણે તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.