11 મિનિટ પેહલા
- કૉપી લિંક
અનુપમ ખેરે વર્ષ 1985માં એક્ટ્રેસ કિરણ ખેર સાથે લગ્ન કર્યા હતા. બંનેની લવ લાઈફની ખૂબ ચર્ચા થઈ હતી. હાલમાં જ અનુપમે પોતાના અંગત જીવન વિશે વાત કરી હતી. તેને કહ્યું કે ભલે પત્ની કિરણ ખેરના પુત્ર સિકંદર ખેરને તેનું નામ આપ્યું. પરંતુ, ક્યારેક-ક્યારેક બાળકો ન હોવાનું મહેસૂસ થાય છે.
એક પોડકાસ્ટમાં અનુપમ ખેરને પૂછવામાં આવ્યું હતું કે શું તેેને પોતાના બાળકો ન હોવાનું યાદ આવે છે? આ અંગે અનુપમે કહ્યું, બિલકુલ, મને પોતાના બાળકો ન હોવાનું દુ:ખ છે. અગાઉ આવું નહોતું થતું, પરંતુ છેલ્લા 8-10 વર્ષથી હું એકલતા અનુભવું છું. હું સિકંદર સાથે ખૂબ જ ખુશ હતો. પણ જો મેં મારા બાળકોને નાનાથી મોટા થતા જોયા હોત તો કદાચ એ ખુશી અલગ જ હોત. હું આ પ્રમાણિકપણે કહું છું. મારા જીવનમાં આ કોઈ ટ્રેજડી નથી.

અનુપમ ખેરે વધુમાં કહ્યું, ‘હું મારા જીવનમાં મોટાભાગનો સમય વ્યસ્ત રહ્યો છું, પરંતુ હવે 50-55 વર્ષની ઉંમરે મને એક ખાલીપો અનુભવાય છે. આવું એટલા માટે પણ થયું કારણ કે કિરણ અને સિકંદર પોતપોતાના જીવનમાં વ્યસ્ત હતા.

અનુપમે તેની પહેલી પત્ની મધુમાલતી અને કિરણ તેના પતિ બિઝનેસમેન ગૌતમ બેરી સાથે છૂટાછેડા લીધા હતા. પછી, 1985માં બંને એકબીજા સાથે લગ્ન કર્યા. બંનેના લગ્ન થયા ત્યારે કિરણનો પુત્ર સિકંદર ચાર વર્ષનો હતો.