45 મિનિટ પેહલા
- કૉપી લિંક
1984માં રીલિઝ થયેલી અનુપમ ખેરની ડેબ્યૂ ફિલ્મ ‘સારાંશ’ને 40 વર્ષ પૂરા થયા છે. આ ફિલ્મ મહેશ ભટ્ટે ડિરેક્ટ કરી હતી. તાજેતરમાં મહેશ અને અનુપમે ફિલ્મના 40 વર્ષની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
આ પ્રસંગે બંને કલાકારોએ ફિલ્મ સાથે જોડાયેલી યાદો અને કિસ્સાઓ શેર કર્યા. ઈવેન્ટમાં મહેશ ભટ્ટે જણાવ્યું કે જ્યારે દિવંગત ગઝલ સમ્રાટ જગજીત સિંહના પુત્રનું નિધન થયું ત્યારે તેમણે પોતાના પુત્રની ડેડબોડી મેળવવા માટે જુનિયર ઓફિસરોને લાંચ આપવી પડી હતી.
પુત્ર વિવેક અને પત્ની ચિત્રા સાથે ગઝલ સમ્રાટ જગજીત સિંહ.
ત્યારે જગજીતને મારી ફિલ્મનું મહત્વ સમજાયું: મહેશ
ઈવેન્ટમાં ફિલ્મ વિશે વાત કરતા મહેશે કહ્યું, ‘જ્યારે જગજીત સિંહના પુત્રનું અવસાન થયું, ત્યારે તેમણે મને કહ્યું કે તેણે તેના પુત્રની લાશ મેળવવા માટે લાંચ આપવી પડશે. તે સમયે તેમને મારી ફિલ્મ ‘સારાંશ’નું મહત્વ સમજાયું કે સામાન્ય માણસ પોતાના પ્રિયજનોના મૃતદેહ મેળવવા માટે પણ કેવી રીતે સંઘર્ષ કરે છે’.

પુત્રના મૃત્યુ બાદ જગજીતે થોડા વર્ષો માટે ગાવાનું છોડી દીધું હતું.
20 વર્ષનો પુત્ર 1990માં મૃત્યુ પામ્યો
જગજીત સિંહ અને ચિત્રા સિંહના એકમાત્ર પુત્ર વિવેકનું 1990માં લંડનમાં એક કાર અકસ્માતમાં મોત થયું હતું. તે માત્ર 20 વર્ષનો હતો. આ દુર્ઘટના પછી, જ્યારે જગજીતે ગાયનમાંથી બ્રેક લીધો હતો, ત્યારે તેમની પત્ની ચિત્રાએ ગાવાનું છોડી દીધું હતું.

રોહિણી અને આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન પણ ફિલ્મ ‘સારાંશ’માં અનુપમ સાથે જોવા મળી હતી.
‘સારાંશ’ ફિલ્મની વાત કરીએ તો તેમાં અનુપમ ખેરે ભ્રષ્ટાચાર સામે લડતા 60 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી હતી. નવાઈની વાત એ હતી કે તે સમયે અનુપમની ઉંમર માત્ર 28 વર્ષની હતી. બાદમાં અનુપમ અને ભટ્ટે ‘દિલ હૈ કી માનતા નહીં’ અને ‘ડેડી’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.