12 કલાક પેહલા
- કૉપી લિંક
દિગ્ગજ એક્ટ્રેસ જયા બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચન નંદા હાલમાં જ નવ્યા નવેલી નંદાના પોડકાસ્ટ શોમાં ફરી એકવાર જોવા મળ્યા હતા. આ શોમાં વાતચીત દરમિયાન ત્રણેયે જેન્ડરના નામે ફેલાયેલી સ્ટીરિયોટાઇપ્સ વિશે વાત કરી અને તેમના અનુભવો પણ શેર કર્યા. શ્વેતા નંદાએ આ બાબતની શરૂઆત કરી હતી, તેમણે કહ્યું- ‘માતા ફિલ્મોમાં નહીં પરંતુ આર્મીમાં જવા માગતા હતા.’

વધુમાં કહ્યું, ‘પણ તે સમયે ભરતી માત્ર નર્સ માટે જ થતી હતી.’ શ્વેતાએ કહ્યું કે કેવી રીતે કેટલાક શાળાના વિષયો છે જે ફક્ત મહિલાઓ જ કોલેજમાં લઈ શકે છે જ્યારે કેટલાક વિષયો માત્ર પુરુષો માટે છે. જયાએ પુરૂષ પ્રભુત્ત્વ ધરાવતા ક્ષેત્રોમાં મહિલાઓને પડતી સમસ્યાઓ વિશે વાત કરી.
શ્વેતા બચ્ચને કહ્યું કે, ‘પહેલાં કારમાં બેઠેલા એક પુરુષ અને એક મહિલાને કાર ચલાવતા જોવું વિચિત્ર લાગતું હતું. પહેલા આવું થતું હતું પણ હવે એવું નથી. આપણે ઘણી પ્રગતિ કરી છે.’

આ દરમિયાન જયા બચ્ચને સેનામાં જોડાવાની પોતાની ઈચ્છા વિશે ખૂલીને જણાવ્યું હતું. તેણે કહ્યું- ‘તે સમયે છોકરા-છોકરી વચ્ચેના ભેદભાવને કારણે તેમને ઘણી બધી બાબતોનો સામનો કરવો પડતો હતો.’
નર્સિંગની નોકરી માત્ર મહિલાઓ માટે હતી : જયા બચ્ચન
જયા બચ્ચને કહ્યું- ‘મને હજુ પણ તે સમય યાદ છે જ્યારે હું ખૂબ જ નિરાશ હતી કારણ કે હું સેનામાં જોડાવા માગતી હતી. પરંતુ તે સમયે તેઓ માત્ર નર્સ તરીકે મહિલાઓની ભરતી કરતા હતા.’ જયાએ પરંપરાગત રીતે પુરૂષપ્રધાન ક્ષેત્રોમાં મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા અવરોધો વિશે વાત કરી હતી.
જયા બચ્ચન પ્રથમ સિઝનના છેલ્લા એપિસોડમાં જોવા મળ્યાં હતાં
પોડકાસ્ટના છેલ્લા એપિસોડમાં નવ્યા તેની નાની જયા બચ્ચન અને માતા શ્વેતા નંદા સાથે હતી. જયા બચ્ચને કહ્યું હતું કે તેમને એ વાતથી કોઈ વાંધો નથી કે તેમની દોહિત્રી લગ્ન પહેલાં માતા બની જાય છે. તેમનું કહેવું છે કે કોઈપણ સંબંધ લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે માટે શારીરિક આકર્ષણ અને શારીરિક સંબંધ ખૂબ જ જરૂરી છે.