14 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘સોઢી’ના પાત્ર માટે દરેક ઘરમાં પ્રખ્યાત ગુરચરણ સિંહની હાલત ખૂબ જ ગંભીર છે. હાલ એક્ટર હોસ્પિટલમાં દાખલ છે. એટલું જ નહીં, એક્ટરે પોતાના મૃત્યુની ભવિષ્યવાણી પણ કરી હતી. એક્ટરના માનવા પ્રમાણે 14-15 તારીખે દુનિયાને ખબર પડશે કે તે જીવિત છે કે નહીં. તેની ખાસ મિત્રએ આ વિશે જાણકારી આપી હતી. હવે ટીવી એક્ટ્રેસ જેનિફર મિસ્ત્રીએ પણ ‘સોઢી’ વિશે વાત કરી છે.
‘તારક મહેતાવાળા કોઇના સગા નથી’ તેણે ટેલી ટોક સાથેની એક ખાસ વાતચીત દરમિયાન શોના મેકર્સ પર નિશાન સાધ્યું હતું. એક્ટ્રેસે કહ્યું કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મેકર્સ કોઈના સગા નથી. જો તેઓ મારા કેસમાં મારા માટે સ્ટેન્ડ નથી લઈ રહ્યા તો તેના માટે શું કરવાના હતા? ગયા વર્ષે જ્યારે મારી બહેનનું અવસાન થયું, ત્યારે કોઈએ મને ફોન પણ નહોતો કર્યો. તેઓ ક્યારેય તેની મદદ કરશે નહીં. વધુમાં, જેનિફરે જણાવ્યું કે તેણે ગુરચરણને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નંબર આઉટ ઓફ સર્વિસ આવી રહ્યો છે.
‘મારી પાસે પૈસા પણ ઉધાર માગ્યા હતા’ ‘તારક મહેતા..’ ફેમ એક્ટ્રેસે આગળ તેના મિત્ર ગુરચરણ સિંહના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. વાતચીત દરમિયાન, એક્ટ્રેસે એ પણ ખુલાસો કર્યો કે ગુરચરણએ તેને 1 લાખ રૂપિયા ઉધાર આપવા કહ્યું હતું. થોડા સમય પછી, ગુરચરણ ફરીથી જેનિફર પાસે 17 લાખ રૂપિયા ઉછીના માગ્યા, પરંતુ કોઈ કારણોસર એક્ટ્રેસ તે રકમ આપી શકી નહીં.
એક્ટરને ‘બિગ બોસ’માં એન્ટ્રીની આશા હતી વધુમાં એક્ટ્રેસે કહ્યું છે કે, હું ગુરચરણ સિંહ માટે ખૂબ જ ચિંતિત છું. મને તેના માતા-પિતા માટે ખૂબ ચિંતા છે. ગુરુચરણ ઘણા સમયથી દેવામાં ડૂબેલો હતો. તેના પર લગભગ સવા કરોડ જેટલું દેણું છે. અમને (ગુરુચરણ અને મને) બિગ બોસ માટે અપ્રોચ કરવામાં આવ્યા હતા. અમે ‘બિગ બોસ’ના મેકર્સ સાથે કોન્ટેક્ટમાં હતા. ગુરુચરણ સંપૂર્ણપણે બિગ બોસ પર નિર્ભર હતો કારણ કે તેને પૈસાની જરૂર હતી. તે બિગ બોસમાં જવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો કારણ કે તેને લાગતું હતું કે આનાથી તેના પૈસાનો પ્રશ્ન ઉકેલાઈ જશે પરંતુ તે શોનો ભાગ બની શક્યો નહીં. મને લાગે છે કે તેના કારણે તેને ખાવા-પીવાનું છોડી દીધું.
’19 દિવસથી ખાવા-પીવાનું છોડી દીધું છે’ ફેમસ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ગુરુચરણ સિંહ ઉર્ફે સોઢીના કથળેલા સ્વાસ્થ્ય વિશે તેની મિત્ર ભક્તિ સોનીએ જાણકારી આપી હતી. આ વાતનો ખુલાસો તેણે ‘ધ વિકી લાલવાણી શો’માં આપેલા ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. સોનીએ કહ્યું હતું કે તેણે માનસિક શાંતિ ગુમાવી દીધી છે. તેની મિત્રએ વધુમાં કહ્યું હતું કે ગુરુચરણે 19 દિવસથી ખાવા-પીવાનું છોડી દીધું હતું. આ કારણે તે નબળો પડી ગયો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. અગાઉ ઘરે આવ્યો એ પછી તેણે કામ મેળવવાનો પણ પ્રયાસ કર્યો, પણ તેને કંઈ કામ મળ્યું નહીં. તે સંન્યાસ લેવા માગતો હતો.
સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે સોનીએ કહ્યું હતું કે જ્યારે તેમની તબિયત બગડી ત્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને પછી તેઓ ઘરે આવ્યા, પરંતુ ઘરે આવ્યા પછી તેમની તબિયત ફરી બગડી અને તેમને ફરીથી હોસ્પિટલમાં લઈ જવા પડ્યા. એક્ટરની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ગુરચરણ સિંહની આર્થિક સ્થિતિ સારી નથી.