2 કલાક પેહલા
- કૉપી લિંક
અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનિત ફિલ્મ ‘જોલી એલએલબી-3’ મચ અવેઇટેડ ફિલ્મો પૈકી એક છે. રિપોર્ટ્સનું માનવામાં આવે તો, ફિલ્મની સ્ક્રિપ્ટ ઉપર કામ શરૂ થઈ ગયું છે. ‘જોલી એલએલબી’ ફિલ્મનું નિર્દેશન સુભાષ કપૂર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘જોલી એલએલબી-3’માં અક્ષય કુમાર અને અરશદ વારસી કોર્ટમાં એકબીજાની સામે ઊભા જોવા મળશે. ફિલ્મના અગાઉના બે પાર્ટ દર્શકોને ખૂબ પસંદ આવ્યા હતા. આ ફિલ્મ 2025માં રિલીઝ થશે. તેનું શૂટિંગ થોડા મહિના પછી જયપુરમાં શરૂ થશે. મેકર્સ ટૂંક સમયમાં જ ફિલ્મની કાસ્ટની જાહેરાત કરશે. ફિલ્મના નામને લઈને હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.
અક્ષય કુમાર અને અરશદ વારસી આ પહેલાં પણ સાથે કામ કરી ચૂક્યા છે
ફિલ્મનું શૂટિંગ જયપુરથી શરૂ થશે
ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જયપુરથી શરૂ થશે. હાલમાં બાકીના શૂટ લોકેશન ફાઈનલ થઈ રહ્યા છે. અક્ષય અને અરશદ ઉપરાંત સૌરભ શુક્લા પણ આ ફિલ્મમાં પ્રાથમિક ભૂમિકામાં જોવા મળશે. દર વખતની જેમ આ વખતે પણ તે ફિલ્મમાં જજની ભૂમિકામાં જોવા મળશે. અક્ષય અને અરશદ કોર્ટમાં એકબીજા સામે ચર્ચા કરતા જોવા મળશે. ફિલ્મમાં બંને કલાકારો વચ્ચે ચર્ચા માટે ખૂબ જ રમૂજી વિષયને ઉઠાવવામાં આવશે.
જોલી એલએલબીના અગાઉના બે ભાગને દર્શકોએ ખૂબ પસંદ કર્યા હતા
આ ફિલ્મમાં ડ્રામા, થ્રિલથી લઈને કોમેડી સુધીના વિવિધ પ્રકારો હશે. સ્ક્રિપ્ટિંગ પૂર્ણ થયા પછી ટીમ પ્રી-પ્રોડક્શન સ્ટેજ પર જશે. ડિઝની અને અક્ષય કુમારનું પ્રોડક્શન હાઉસ ‘કેપ ઑફ ગુડ ફિલ્મ્સ’ સંયુક્ત રીતે આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. અક્ષય કુમાર ‘જોલી એલએલબી 3’ પહેલા ‘વેલકમ ટુ જંગલ’નું શૂટિંગ પૂર્ણ કરશે.
‘જોલી એલએલબી-2’માં અક્ષય સાથે હુમા કુરેશી જોવા મળી હતી
ફિલ્મમાં અક્ષય-અરશદ સમાન ભૂમિકામાં જોવા મળશે
આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં અક્ષય અને અરશદ બંનેની લગભગ સમાન ભૂમિકા હશે. આ ફિલ્મમાં તેઓ એકબીજા સાથે સ્પર્ધા કરતા જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અક્ષય અને અરશદ આ પહેલાં ‘જાની દુશ્મનઃ એક અનોખી કહાની’ (2002) અને ‘બચ્ચન પાંડે’ (2022)માં સાથે કામ કરી ચૂક્યા છે.