16 મિનિટ પેહલા
- કૉપી લિંક
જુનૈદ ખાને ખુલાસો કર્યો છે કે, જો તે આમિર ખાનનો પુત્ર ન હોત તો કદાચ તેને મહારાજ ફિલ્મમાં કામ ન મળ્યું હોત. જો કે જુનૈદે આ ફિલ્મ માટે ઓડિશન પણ આપ્યું હતું.
હાલમાં જ જુનૈદ NDTVના યુવા શોમાં ગેસ્ટ તરીકે જોવા મળ્યો હતો. અહીં તેણે પોતાના અત્યાર સુધીના કામનો અનુભવ શેર કર્યો. જુનૈદે એ પણ જણાવ્યું કે, તેણે આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માટે ઓડિશન આપ્યું હતું. તેણે કહ્યું, ‘ક્યારેક તમને ચાન્સ મળે છે, તો ક્યારે તમને ચાન્સ મળતો નથી. મહારાજ પહેલા મેં કેટલાક ઓડિશન આપ્યાએ વાત સાચી છે. તે એ સમયે થઈ શક્યું નહીં.
જુનૈદે વધુમાં જણાવ્યું કે, હા, પિતાએ લાલ સિંહ ચઢ્ઢા વિશે અગાઉ વાત કરી હતી. જ્યારે મેં તેના માટે ઓડિશન આપ્યું તો તેમને તે ઓડિશન ખૂબ જ ગમ્યું હતું. પરંતુ ફિલ્મના બજેટને કારણે નવા એક્ટર સાથે તે ફિલ્મ બની શકી નહીં. આ કારણે મને એ ફિલ્મમાં કામ કરવાની તક મળી ન હતી.
જુનૈદે ફિલ્મ મહારાજથી બોલિવૂડમાં કરી એન્ટ્રી
જુનૈદ ખાને મહારાજ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મને સિદ્ધાર્થ પી મલ્હોત્રાએ ડાયરેક્ટ કરી હતી. તેનું પ્રોડક્શન YRF એન્ટરટેઈનમેન્ટના બેનરે કર્યું હતું. જુનૈદ સિવાય આ ફિલ્મમાં જયદીપ અહલાવત, શાલિની પાંડે અને શર્વરી જેવા સેલેબ્સે કામ કર્યું છે.
ફિલ્મની સ્ટોરી એક સેન્સિટિવ મુદ્દા પર આધારિત છે, તેથી તેને લઈને વિવાદ થયો હતો. આ પછી આ ફિલ્મ થિયેટરોને બદલે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી.
આદિત્ય ચોપરાએ ઓડિશનનો વીડિયો જોયા બાદ ફિલ્મમાં કાસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો.
પ્રોડ્યુસર આદિત્ય ચોપરાએ જુનૈદનો એક વર્ષ જૂનો ઓડિશન વીડિયો જોયો હતો. જુનૈદે તેના પિતા આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા માટે ઓડિશન આપ્યું હતું. આદિત્ય ચોપરાને જુનૈદનો તે વિડિયો ઘણો પસંદ આવ્યો હતો. આ પછી તેણે જુનૈદને ફિલ્મમાં લેવાનું મન બનાવી લીધું હતું.
દિવ્ય ભાસ્કરને આપેલા ઈન્ટરવ્યુમાં જુનૈદે કહ્યું હતું કે, ‘આદિત્ય સરે મને બોલાવ્યો અને મહારાજની સ્ક્રિપ્ટ આપી. તેણે કહ્યું કે, ફર્સ્ટ હાફ સંપૂર્ણપણે વાંચો. જ્યારે મેં તેને સંભળાવ્યું તો તેણે વધુ પ્રતિક્રિયા આપી નહીં. એટલું જ કહ્યું, સારું કામ કર્યું, ચાલો કામ શરૂ કરીએ.
જુનૈદે એ પણ કહ્યું હતું કે, હાલમાં તેની પાસે બે ફિલ્મો પાઇપલાઇનમાં છે. તે તેના પિતા આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ એક ફિલ્મ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી જોવા મળશે. આ સિવાય તે બીજી ફિલ્મમાં ખુશી કપૂર સાથે જોવા મળશે.
ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાએ કર્યો હતો 61 કરોડ રૂપિયાનો લાઈફટાઈમ બિઝનેસ
2022માં રિલીઝ થયેલી આમિર અને કરીના સ્ટારર ‘લાલ સિંહ ચઢ્ઢા’ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આ ફિલ્મને પણ બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મે શરૂઆતના દિવસે માત્ર 11 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેનું લાઈફટાઈમ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શન 61 કરોડ 36 લાખ રૂપિયા હતું.
તે 1994માં રિલીઝ થયેલી હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અદ્વૈત ચંદન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે તેની એડેપ્ટનશન સ્ક્રીન પ્લે અતુલ કુલકર્ણીએ લખી હતી.