25 મિનિટ પેહલા
- કૉપી લિંક
આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની આગામી ફિલ્મ ‘એક દિન’ના જાપાન શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મમાં જુનૈદની સામે સાઉથની સુપરહિટ અભિનેત્રી સાઈ પલ્લવી જોવા મળશે. આ ફિલ્મથી તે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.
મુંબઈમાં સેટ ડિઝાઈનિંગનું કામ ચાલી રહ્યું છે
જાપાનના શિડ્યુલ પછી બંને કલાકારો હવે આ ફિલ્મનું શૂટિંગ મુંબઈની ફિલ્મ સિટીમાં કરશે. પ્રોડક્શન ટીમે ફિલ્મ માટે ત્રણ અલગ-અલગ સ્ટુડિયો મેળવ્યા છે. આ સ્ટુડિયોમાં સેટ ડિઝાઇનિંગનું કામ ચાલી રહ્યું છે.
થોડા દિવસ પહેલા જ ફિલ્મના સેટ પરથી સાઈ પલ્લવીનો આ ડાન્સિંગ વીડિયો વાઇરલ થયો હતો.
પલ્લવીનો ડાન્સ વીડિયો વાઇરલ થયો હતો
ફેબ્રુઆરીમાં શરૂ થયેલા આ શેડ્યૂલમાં ટીમે બે મહિના સુધી જાપાનમાં શૂટિંગ કર્યું છે. અહીં બંને કલાકારોએ દરરોજ 12 થી 14 કલાક સુધી શૂટિંગ કર્યું હતું. આ દરમિયાન ફિલ્મના પ્રોડ્યુસર આમિર ખાને પણ સેટની મુલાકાત લીધી હતી. આ શેડ્યૂલની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. હાલમાં જ ફિલ્મના સેટ પરથી પલ્લવીનો ડાન્સ કરતો એક વીડિયો પણ વાઇરલ થયો હતો.
આ ફિલ્મનું શૂટિંગ જાપાનના ઘણા સુંદર લોકેશન પર કરવામાં આવ્યું છે.
સપોરોના સુંદર લોકેશન પર શૂટિંગ થયું
આ રોમેન્ટિક ફિલ્મનું શૂટિંગ જાપાનના હોક્કાઇડો શહેરના સપોરામાં કરવામાં આવ્યું છે. સપોરા એક એવું સ્થાન છે જે હજુ સુધી સિલ્વર સ્ક્રીન પર બતાવવામાં આવ્યું નથી.
શૂટિંગ દરમિયાન જાપાનથી બંને કલાકારોની ઘણી તસવીરો સામે આવી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી સાઈ નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ શરૂ કરશે. જુનૈદ નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ફિલ્મ ‘મહારાજ’થી ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેના સિવાય આમાં જયદીપ અહલાવત અને શાલિની પાંડે જોવા મળશે.