21 મિનિટ પેહલા
- કૉપી લિંક
આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. બંને રાજ્યોમાં અત્યાર સુધીમાં 33 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં દક્ષિણના ઘણા સેલેબ્સે મદદનો હાથ લંબાવ્યો છે. જુનિયર NTRએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 1 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
તેણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રાહત ફંડમાં 50 લાખ રૂપિયા અને તેલંગાણા રાહત ફંડમાં 50 લાખ રૂપિયાનું દાન કર્યું છે. જુનિયર NTRએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
તેણે લખ્યું, ‘હું બંને રાજ્યોમાં પૂર અને ભારે વરસાદને લઈને અત્યંત ચિંતિત છું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે લોકોને આ દુર્ઘટનાને જલ્દીથી દૂર કરવાની શક્તિ આપે. મેં બંને રાજ્યોમાં રાહત માટે મારા તરફથી થોડી મદદ કરવાનો પ્રયાસ કર્યો છે.
‘કલ્કિ 2898 AD’ નિર્માતાઓએ 25 લાખ આપ્યા
કલ્કી 2898 એડી ફિલ્મના નિર્માતા અને વૈજયંતી મૂવીઝના વડા, અશ્વિની દત્તે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
તેણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આ રાજ્યએ અમને ઘણું આપ્યું છે અને હવે આ મુશ્કેલ સમયમાં સાથ આપવાનો અમારો વારો છે.’
અભિનેતા વિશ્વક સેને પણ તેલંગાણા સીએમ રિલીફ ફંડ અને આંધ્ર પ્રદેશ રિલીફ ફંડમાં 10 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.