40 મિનિટ પેહલા
- કૉપી લિંક
જુનિયર NTR અને જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ ‘દેવરાઃ પાર્ટ 1’ 27 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ ભાષામાં રિલીઝ થયેલી આ ફિલ્મને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં છે, જેમાં ફેન્સ મજા કરતા જોવા મળે છે. એવામાં જુનિયર NTRના એક ફેન્સનું ફિલ્મ જોતી વખતે મૃત્યુ થયું છે.
ડેક્કન ક્રોનિકલના અહેવાલ મુજબ, તાજેતરમાં આંધ્રપ્રદેશના કુડ્ડાપાહમાં જુનિયર NTRના ફેન્સ માટે એક વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મસ્તાન વાલી, જે જમનપલ્લે ગામનો છે, તે પણ ફિલ્મ જોવા માટે તેના ગામથી કુડ્ડાપહ પહોંચ્યો હતો. પહેલા શોમાં તે તેના મિત્રો સાથે મસ્તી કરી રહ્યો હતો અને ફિલ્મની મજા માણી રહ્યો હતો ત્યારે અચાનક તે બેહોશ થઈ ગયો. જ્યારે તે ભાનમાં ન આવ્યો, ત્યારે મિત્રો તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું છે.
‘દેવરા’ ફિલ્મના ગીત ‘ધીરે-ધીરે’ સંબંધિત ઘણા વીડિયો સતત થિયેટરમાંથી સામે આવી રહ્યા છે, જેમાં ફેન્સ થિયેટરમાં ડાન્સ કરતા જોવા મળે છે. આ ગીત સતત હેડલાઇન્સમાં રહે છે, જે જાન્હવી કપૂર અને જુનિયર NTR પર ફિલ્માવવામાં આવ્યું છે.
સાઉથમાં દેવરાનો ક્રેઝ, પ્રી-રિલિઝ ઇવેન્ટ કરવી પડી કેન્સલ
‘દેવરાઃ પાર્ટ 1’ ની રિલીઝ પહેલા, 22 સપ્ટેમ્બરના રોજ નોવોટેલ હોટેલ, હૈદરાબાદ ખાતે ફિલ્મની પ્રી-રિલીઝ ઇવેન્ટ યોજાઈ હતી. કાર્યક્રમમાં NTRને જોવા માટે એટલી ભીડ આવી હતી કે આયોજકોને છેલ્લી ઘડીએ કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો હતો.
કાર્યક્રમ રદ થયા બાદ લોકો રોષે ભરાયા હતા અને હોટલમાં તોડફોડ કરી હતી. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
‘દેવરા’ ફિલ્મ 27 સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે. જાહ્નવી કપૂરે આ ફિલ્મથી સાઉથમાં ડેબ્યુ કર્યું છે.