39 મિનિટ પેહલા
- કૉપી લિંક
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમની 29 મેથી 31 મે દરમિયાન ઈટાલી અને ફ્રાન્સ વચ્ચેના ક્રૂઝમાં યોજાઇ હતી. આ ફંક્શનમાં સ્પેસ થીમ પણ રાખવામાં આવી હતી. જેમાં રાધિકા મર્ચન્ટ ન્યૂયોર્કના ફેમસ ડિઝાઈનર હાઉસ ગ્રેસ લિંગનો ડિઝાઈનર ડ્રેસ પહેર્યો હતો. આ પોતાના પ્રકારનો ખાસ ડ્રેસ હશે, જેને 3D કાર્વિંગથી બનાવવામાં આવ્યો છે.
અંબાણી પરિવારના ફંક્શનમાંથી સતત નીતા અંબાણી, ઈશા અંબાણી અને રાધિકા મર્ચન્ટના ગ્લેમરસ અને સ્ટાઇલિશ લુક આવતા રહે છે. ક્યારેક નીતા અંબાણીએ 451 કરોડ રૂપિયાનો નેકલેસ પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું તો ક્યારેક ઈશા અંબાણીનો 90 કરોડ રૂપિયાની કિંમતનો ભારતનો સૌથી મોંઘો વેડિંગ લહેંગો ચર્ચાનો વિષય બન્યો છે. કિંમતી જ્વેલરી અને કપડા સિવાય અંબાણી પરિવારના લુક્સ પણ સોશિયલ મીડિયા પર ઘણી વખત વાઇરલ થાય છે
પોતાના લુકથી બોલિવૂડ સેલેબ્સને ટક્કર આપવા માટે નીતા અંબાણી, ઈશા અંબાણી અને અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ, સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ, સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ અથવા સેલિબ્રિટીના મનપસંદ ડિઝાઇનર્સને હાયર કરે છે.
અંબાણી પરિવારના સૌથી વધુ ચર્ચિત લુક, કિંમતી ઘરેણાં અને સેલિબ્રિટી આર્ટિસ્ટ પર એક નજર નાખીએ-
અંબાણી પરિવારના ફેવરિટ ડિઝાઇનર મનીષ મલ્હોત્રા, અબુ જાની, સંદીપ ખોસલા
મનીષ મલ્હોત્રા, સંદીપ ખોસલા, અબુ જાનીના સ્ટાઈલવાળા આઉટફિટ વગરના અંબાણી પરિવારના બધા જ ફંક્શન અધૂરાં છે. મનીષ મલ્હોત્રા બોલિવૂડ સેલેબ્સના વેડિંગ આઉટફિટ્સ તૈયાર કરીને ઘણી વખત ચર્ચામાં આવ્યા છે. કિઆરા અડવાણી હોય, પરિણીતિ ચોપરા હોય કે કરીના કપૂર હોય, ઘણા સેલેબ્સે તેમના લગ્ન માટે મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇનર કપડાં પસંદ કર્યા હતા. અબુ જાની વિશે વાત કરીએ તો,તેમણે દીપિકાના રિસેપ્શન લુકને તો સોનમ કપૂરના સંગીત લુકને સ્ટાઈલ કર્યો હતો.
કેટરીના, કરીનાની સ્ટાઈલિશ અનાઈતાએ ઈશા અંબાણીનો પ્રી-વેડિંગ લૂક કર્યો હતો તૈયાર
જામનગરમાં આયોજિત પ્રી-વેડિંગ ફંક્શનમાં પ્રખ્યાત સેલિબ્રિટી સ્ટાઈલિશ અનાઈતા શ્રોફે ઈશા અંબાણીને સ્ટાઈલ કરી હતી. અગાઉ અનાઇતા શ્રોફે કેટરિના કૈફ, કરીના કપૂર, સુહાના ખાન, અનુષ્કા શર્મા જેવી એ-લિસ્ટર સ્ટાઇલ કરી છે.
સેલેબ્સ ઉપરાંત અનાઇતા શ્રોફે ‘ધૂમ’, ‘ધૂમ 4’, ‘કોકટેલ’, ‘રેસ 2’, ‘તમાશા’, ‘બેંગ-બેંગ’, ‘એ દિલ હૈ મુશ્કિલ’, ‘ફિતુર’, ‘રાબતા’, ‘સૂર્યવંશી’, ‘મેરી ક્રિસમસ’, ‘બ્રહ્માસ્ત્ર’ અને ‘ટાઇગર 3’ જેવી મોટી ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે પણ કામ કર્યું હતું.
શેરીન રાધિકા મર્ચન્ટની સ્ટાઈલિશ છે, કરીના, સોનમ જેવી એક્ટ્રેસ છે ક્લાઈન્ટ
રાધિકા મર્ચન્ટની પર્સનલ સ્ટાઈલિશ શેરીન છે. શેરીન એક સેલિબ્રિટી સ્ટાઈલિશ છે, જે રાધિકાની દરેક સ્ટાઈલની સંપૂર્ણ જવાબદારી લે છે. તેમના તમામ પ્રી-વેડિંગ લુક્સ શેરીન દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા હતા. શેરીનના સેલિબ્રિટી ક્લાઇન્ટ્સમાં સોનમ કપૂર, કરીના કપૂરનો સમાવેશ થાય છે.
કાજોલની પર્સનલ હેરસ્ટાઈલિસ્ટ પણ રાધિકાનું હેરસ્ટાઈલિંગ
કાજોલની પર્સનલ હેરસ્ટાઈલિસ્ટ સંગીતા હેગડેએ પ્રી-વેડિંગમાં રાધિકા મર્ચન્ટની હેરસ્ટાઈલ કરી હતી. સંગીતા વર્ષોથી કાજોલ સાથે જોડાયેલી છે. રાધિકાએ ‘સલામ વેંકી’, ‘લસ્ટ સ્ટોરી 2’ થી લઈને ‘તાનાજી’ જેવી ફિલ્મોમાં કાજોલની હેરસ્ટાઈલ કરી છે.
સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ લવલીન રામચંદાની રાધિકાની મેકઅપ આર્ટિસ્ટ
મુંબઈ સ્થિત સેલિબ્રિટી આર્ટિસ્ટ લવલીન રામચંદાની વર્ષોથી રાધિકાનો મેકઅપ કરે છે. એનએમએસીસીની ઓપનિંગ સેરેમની હોય કે અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની હોય, રાધિકાએ હંમેશા લવલીન પાસે જ તેનો મેકઅપ કરાવ્યો છે. લવલીનના સેલિબ્રિટી ક્લાયન્ટમાં વિદ્યા બાલન, શ્રિયા પિલગાંવકર, કંગના રનૌત, નિમરત કૌર, નીલમ કોઠારી, લિસા હેડન જેવા સેલિબ્રિટીનો સમાવેશ થાય છે.
મિકી કોન્ટ્રેક્ટર નીતા-ઈશાનો પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ છે, જેને ફિલ્મફેર મળ્યો છે
પ્રખ્યાત સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ મિકી કોન્ટ્રેક્ટર નીતા અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણીનો પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ છે. ડીએનએ રિપોર્ટ અનુસાર, મિકી કોન્ટ્રેક્ટર એક મેક-અપ માટે 75 હજારથી 1 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
જામનગરમાં આયોજિત પ્રી-વેડિંગમાં મિકીએ નીતા અને ઈશાના લુક્સ તૈયાર કર્યા હતા. આ સિવાય મિકીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. તેમની ફિલ્મોગ્રાફીમાં ‘ધ ક્રૂ’, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઈઝ ખાન’, ‘મોહબ્બતેં’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલ તો પાગલ હૈ’, ‘ડોન’, ‘કલ હો ના હો’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ‘કલ હો ના હો’ અને ‘કભી ખુશી કભી ગમ’ માટે મિકીને બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો ફિલ્મફેર એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.
સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ અમિત ઠાકુર નીતા અંબાણીના પર્સનલ હેરસ્ટાઈલિસ્ટ
આલિયા ભટ્ટ, જાહન્વી કપૂર, કેટરિના કૈફ, કિઆરા અડવાણી જેવા ઘણા સેલેબ્સ માટે હેરસ્ટાઈલ કરી ચૂકેલા અમિત ઠાકુર નીતા અંબાણીના પર્સનલ હેરસ્ટાઈલિસ્ટ છે. અમિતે જામનગરમાં પ્રી-વેડિંગ સેરેમનીમાં નીતાની હેરસ્ટાઈલ કરી હતી. આ સિવાય અમિત આલિયા ભટ્ટના હાલના મેટ ગાલા લુકને તૈયાર કરીને ચર્ચામાં હતો.
લગ્ન 12 જુલાઈએ થશે
અનંત-રાધિકા 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્નના કાર્ડ સામે આવ્યા છે. લગ્ન બાદ આ કપલ 14 જુલાઈએ રિસેપ્શનનું આયોજન કરશે.